android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur: તાલુકા પં.ની 18 માંથી 14 અને જિ.પં.ની ચારેય બેઠકો પર વિજય
calendar_today April 29, 2026

Chhota Udepur: તાલુકા પં.ની 18 માંથી 14 અને જિ.પં.ની ચારેય બેઠકો પર વિજય

પાવીજેતપુર તાલુકા પંચાયતની ડુંગરવાટ બેઠક પિંકલબેન બી રાઠવા 1543, બોરધા બેઠક ઉપર અસ્મિતાબેન આર રાઠવા 2050, કલારાણી રાજેશભાઈ કોલચા 1907, કરાલી નવનીતભાઈ રાઠવા 2261,પાણીબાર મેનકાબેન એમ રાઠવા 1976, સાઢલી વંદનાબેન એમ રાઠવા 1779, સજવા સચિનભાઈ પી રાઠવા 1883, વાવડી કૈલાશબેન રાઠવા 1550, ઘુટણવડ અંકિતભાઈ બી રાઠવા 1836, જેતપુર 1 પુજાબેન વી રાઠવા 1485, જેતપુર 2 વર્ષાબેન એ રોહિત 1187, રતનપુર હિરપરી નયનાબેન આર રાઠવા 1936, સુસ્કાલ જયેશકુમાર વી રાઠવા 1883, ઠલકી વિનાબેન બી રાઠવા 1267 મત મેળવી આ 14 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજય થયા છે. જ્યારે કોંગ્રેસમાં બે ઉમેદવારો ભેંસાવહી બેઠક ઉપર વિષ્ણુભાઈ રાઠવા 1438, અને મોટી આમરોલ બેઠક ઉપર જયંતીભાઈ કે રાઠવા 1734 મત મેળવી 13 મત ની પાતળી સરસાઈ થી વિજય થયા છે. આપના બે ઉમેદવારો મોટીબેજ બેઠક ઉપરથી વિક્રમભાઈ આર રાઠવા 2101 મત, રાયપુર બેઠક ઉપર લીલાબેન સિંહ રાઠવા 2008 મત મેળવી વિજય થયા છે. જિલ્લા પંચાયતની જેતપુર બેઠક ઉપર શીતલબેન બારીયા 3771 મતની સારસાઈ, મોટી આમરોલ ઉપર ઉપેન્દ્રભાઈ એચ રાઠવા 9502 મત મેળવી 3622 મતની સરસાઇ, સજવા ઉપર ભરતભાઈ બી રાઠવા 7620 મત મેળવી 1751 ની સરસાઇ, ઠલકી બેઠક ઉપરવનિતાબેન રાઠવાનો 6401 મત મેળવી 849 મતની સરસાઈ થી વિજય થયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપ.બૅંકના 144મા સ્થાપના દિવસની ઉજવણી
calendar_today April 29, 2026

Vadodara: ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપ.બૅંકના 144મા સ્થાપના દિવસની ઉજવણી

ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકના 144 માં વર્ષના મંગલ પ્રવેશ દિન, સ્થાપના દિનની ચાંદોદ શાખામાં ઉજવણી કરાઈ હતી. જેમાં ચાંદોદના સરપંચ દિપ્તીબેન સોની, બક્ષીપંચ યુવા મોરચાના નિલેશ માછી નવાપાવાગઢ- નવા માંડવાના નરેન્દ્રસિંહ મહારાજ સહ ચાંદોદ શાખા મેનેજર નરેન્દ્ર પટેલ, લોન ઓફ્સિર જતીન પટેલ બેંકના વહીવટી ઓફ્સિર ચિરાગ પટેલ સહિત સ્ટાફ્ગણ ઉપસ્થિત રહ્યા હતાં. જિલ્લામાં કૃષિ ક્ષેત્ર માટે કરોડરજ્જુ સમાન ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કની સ્થાપના તા.26/4/1913ના રોજ થઈ હતી.બેંકે ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ જાતના કૃષિ ધિરાણ માટે તેમજ કૃષિ ક્ષેત્રના આનુસંગિક જેમ કે દૂધ ઉત્પાદક સ. મંડળી તથા વિવિધ ખરીદ વેચાણ સંઘ સાથે અનેક કૃષિને આવશ્યક માટે બેંક અસરકારક સાબિત થતી રહે છે. વણીયાદના પરસોત્તમભાઈ વસાવા, નાના કરાળાના જસભાઈ પટેલ, નંદેરીયાના સુભાષભાઈ,સણોરના પ્રવીણભાઈ બારીયા, દૂધ ઉત્પાદકના મંત્રીઓ,જ્યારે શિનોર ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ભાસ્કર પુરોહિત તથા રાકેશ પટેલ સણોરના બળદેવસિંહ રણા ઉપસ્થિત રહ્યા હતા. બેંકની જિલ્લામાં 44 બ્રાન્ચો કાર્યરત છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: પાદરા તાલુકા અને જિ. પંચાયતની ચૂંટણીમાં ભાજપનો વિજયધ્વજ
calendar_today April 29, 2026

Vadodara: પાદરા તાલુકા અને જિ. પંચાયતની ચૂંટણીમાં ભાજપનો વિજયધ્વજ

પાદરા વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ રાજકીય માહોલ ગરમાવ્યો છે. વિસ્તારમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા નો પ્રભાવ સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે જોરદાર પ્રદર્શન કરતા બહુમતી સાથે સત્તા કબજે કરી છે. પાદરા તાલુકા પંચાયતની કુલ 26 બેઠકોમાંથી ભાજપે 20 બેઠકો જીતતા સ્પષ્ટ બહુમતી મેળવી છે. જ્યારે જિલ્લા પંચાયતની તમામ 6 બેઠકો પર ભાજપે ભગવો લહેરાવી કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. પરિણામો બાદ ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને વિવિધ વિસ્તારોમાં જીતની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને કોંગ્રેસના ગઢ ગણાતા વડુ અને મુજપુર જિલ્લા પંચાયત બેઠકો પર ભાજપે ઐતિહાસિક જીત મેળવી રાજકીય સમીકરણોમાં ફેરફર કર્યો છે. વર્ષોથી કોંગ્રેસ પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં ભાજપે મજબૂત પ્રદર્શન કરતા નવા સંકેતો આપ્યા છે. મોભા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ ઉમેદવારને સૌથી વધુ આશરે 6000 મતની લીડ સાથે ભવ્ય જીત મળી હતી, જ્યારે વડુ જિલ્લા પંચાયત બેઠક પર સૌથી ઓછી અંદાજે 400 મતની સરસાઈથી જીત નોંધાઈ હતી. નજીકની ટક્કર હોવા છતાં ભાજપે આ બેઠક કબજે કરી હતી. તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપે પોતાની મજબૂત સંગઠન શક્તિ દર્શાવી હતી. કોંગ્રેસના ગઢ ગણાતા કરખડી,ભોજ અને મુવાલ જેવા ગામોમાં ભાજપ ઉમેદવારોની જીતે રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે. ગામડાં વિસ્તારોમાં ભાજપના પ્રભાવમાં વધારો જોવા મળ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward