Ahmedabad: વિછીયા પાસે કાર ચાલકે બાઈકને ટક્કર મારતા 1 નું મોત
સાણંદ તાલુકાના વિછીયા પાસે ગત તા. 26મીએ કોઈ અજાણ્યા કાર ચાલકે બાઈકને ટક્કર મારી ફરાર થઈ જવા પામ્યો હતો જેમાં બાઈકમાં સવાર બે પૈકી એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજયું હતું તથા બીજા વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની વિગત એવી છે કે સાણંદ તાલુકાના માણકોલ ગામના સરપંચ મહાદેવભાઇ કરસનભાઈ ના દીકરા ધર્મેશ તથા તેના મામા નો દીકરો નંદુભાઈ કોરી પટેલ તેનું હીરો કંપનીનું મોટરસાયકલ નંબર જીજે 38 એ 1274 લઈને 11:30 વાગે ગોકળપુરા લગ્નમાં જવા નીકળેલ ત્યારે વિછીયા થી શ્રીનગર જવાના રોડ ઉપર કોઈ અજાણ્યા કાર ચાલકે પોતાની કાર ગફ્લત ભરી રીતે ચલાવી તેઓના બાઈકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો તેમાં બંને બાઈ પર સવાર વ્યક્તિઓ ને ગંભીર ઇજાઓ થવા પામી હતી જેમાંથી ધર્મેશ ભાઈ કોળી પટેલ નું ઘટના સ્થળે ગંભીર મોત નીપજયું હતું તથા નંદુભાઈ કોળી પટેલને ગંભીર ઇજાઓ થવાથી તેમને હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા હતા. બનાવની જાણ મહાદેવભાઈ કરસનભાઈ ના ભાઈ હસુભાઈ કરસનભાઈ કોળી પટેલે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે કરતા પોલીસે તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને ફરાર કાર્ડ ચાલકને શોધવા ગતિવિધિઓ હાથ ધરી હતી હસુભાઈ કરસનભાઈ અજાણ્યા કારચાલક વિરોધ પોલીસમાં ગુનો નોંધવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward