android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: રાજકોટ ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ફાયર NOC, સાધન ન હોવાનો ખુલાસો
calendar_today April 27, 2026

Rajkot News: રાજકોટ ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ફાયર NOC, સાધન ન હોવાનો ખુલાસો

રાજકોટના મોટા મૌવા મેઈન રોડ પર આવેલા પ્રખ્યાત ફન બ્લાસ્ટગેમ ઝોનમાં આજે રવિવારની રજાના દિવસે મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. ભરચક ભીડ વચ્ચે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા રમી રહેલા બાળકો અને તેમના પરિવારજનોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના બે ફાયર ફાઈટરોએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.ગેમઝોનમાં ફાયર NOC અને સુરક્ષાના સાધન ન હોવાનો ખુલાસો સામે આવ્યો છે. ઘટના બાદ ગેમઝોન અચોક્કસ સમય માટે બંધ કરાયો છે. ગેમ ઝોનમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું રાજકોટના ફન બ્લાસ્ટ ગેમઝોનમાં ગઈકાલે રવિવાર હોવાથી ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. સેંકડો બાળકો વિવિધ રાઈડ્રસ અને ગેમ્સની મજા માણી રહ્યા હતા. ત્યારે અચાનક એક ખૂણેથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું.જોતજોતામાં આગની જવાળાઓ દેખાતા આગની બૂમો પડતા ગેમ ઝોનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.લોકો પોતાના સંતાનોને તેડીને સલામત સ્થળે દોડવા લાગ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતા ફાયર ફાયટરોની બે ટીમ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ કાફલો અને પીજીવીસીએલની ટીમ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો.ભાજપ આગેવાનના ગેમઝોનમાં લાલયાવાળી હતી જે સીસીટીવીમાં સ્પષ્ટ પણે તણખાઓ પડતા હોય તે દેખાય છે.

Read Full Story arrow_forward
Bharuch : ઝઘડિયા GIDC આગ દુર્ઘટનામાં કામદારનું મોત, ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામ સામે લાફાવાળી
calendar_today April 27, 2026

Bharuch : ઝઘડિયા GIDC આગ દુર્ઘટનામાં કામદારનું મોત, ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામ સામે લાફાવાળી

ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDC માં આવેલી મેટ્રોપોલિટન કંપનીમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટનાએ હવે ગંભીર વળાંક લીધો છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલા કામદાર રાકેશ વસાવાનું સુરતની યુનિવર્સલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે આ આગની ઘટનામાં કુલ 15 જેટલા કામદારો દાઝ્યા હતા, જે પૈકી રાકેશ વસાવાની હાલત અત્યંત નાજુક હતી.પરિવારનો ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગંભીર આક્ષેપ આ કરુણ ઘટના બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કંપનીની મુલાકાત લીધી હતી. જોકે, તેમની આ મુલાકાત વિવાદોમાં સપડાઈ છે. મૃતક રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રોશન વસાવાએ ચૈતર વસાવા સામે અત્યંત આકરા પ્રહારો કરતા સનસનાટી મચાવી દીધી છે. રોશન વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ચૈતર વસાવા માત્ર પૈસા ઉઘરાવવા માટે આવ્યા છે. અમે તેમને બોલાવ્યા નથી, છતાં તેઓ અહીં આવી પહોંચ્યા છે." "વાતાવરણ ડહોળવાનો પ્રયાસ" મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે કંપની સાથે તેમનું સુખદ સમાધાન થઈ ગયું છે, તેમ છતાં ચૈતર વસાવા ત્યાં આવીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે અને શાંત વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. રોશન વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે, જો આ વિસ્તારમાં કોઈ હુલ્લડ થશે કે શાંતિ ભંગ થશે તો તેના માટે સંપૂર્ણ જવાબદાર ચૈતર વસાવા રહેશે. ચૈતર વસાવા અને પરિવારજનો વચ્ચે ઉગ્ર ઝપાઝપી ચૈતર વસાવા અને પરિવારજનો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઇ હતી જેના પગલે ભારે તંગદીલીભર્યું વાતાવરણ બન્યું હતું. મૃતકના પરિવારજનો MLA ચૈતર વસાવા પર ગુસ્સે થયા હતા અને મૃતકના પરિવારજનોએ ચૈતર વસાવા સાથે ઝપાઝપી કરી હતી. ચૈતર વસાવા સાથે ઝપાઝપીનો વીડિયો પણ વાયરલ થયો છે. મૃતકના પરિવારજન સાથે ચૈતર વસાવાએ લાફો મારતા સામે મૃતકના પરિવારજને પણ ચૈતર વસાવાને લાફા માર્યા હતાઆ પણ વાંચો----    Ahmedabad : મણિનગરમાં પાડોશી મહિલા બની દેવદૂત, 48 કલાકથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 23 લાખ સાયબર ઠગોથી બચાવ્યા!

Read Full Story arrow_forward
Bhavnagar News: ધોળા જંકશનમાં રેલવે બંગલામાં ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ થતા મોટું નુકસાન
calendar_today April 27, 2026

Bhavnagar News: ધોળા જંકશનમાં રેલવે બંગલામાં ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ થતા મોટું નુકસાન

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલા મહત્વના ધોળા જંકશન પર આજે આગની એક મોટી ઘટના બની છે. રેલવે વિભાગના એક બંગલા (ક્વાર્ટર)માં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ એટલી ઉંચી ઉઠી હતી કે, આખું મકાન તેની લપેટમાં આવી ગયું હતું. આગને પગલે આસપાસના રહીશોમાં અને રેલવે પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘરવખરી રાખ થઈ, ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ આ ભીષણ આગમાં મકાનમાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે લાખોનું નુકસાન થયાનો અંદાજ છે. ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, રેલવે વિભાગના મકાનો હોવા છતાં અહીં આગ ઓલવવા માટેના પૂરતા સાધનો ઉપલબ્ધ ન હતા. સુરક્ષાના સાધનોના અભાવે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની ચર્ચાઓ પણ જાગી છે. ફાયર બ્રિગેડની કામગીરી અને પરિસ્થિતિ પર કાબૂ ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ રેલવે કોલોનીમાં સલામતીના સાધનોના અભાવે લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો - Bhavnagar : તળાજાના દીનદયાળ નગરમાં કોળી પરિવાર પર છરી વડે હુમલો, મહિલા સહિત 3 ઈજાગ્રસ્ત, પોલીસ પહોંચી

Read Full Story arrow_forward