Local Body Elections 2026: સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની 28નીએ થશે મતગણતરી, ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર કરવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. 28 એપ્રિલે સુરત શહેરની ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. સુરત જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, આ પ્રક્રિયામાં 2,000 થી વધુ કર્મચારીઓ જોડાશે અને અંદાજે 5 થી 10 રાઉન્ડમાં સમગ્ર મતગણતરી પૂર્ણ કરવાનું આયોજન છે. ગરમીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર પર પીવાનું પાણી, પંખા, કુલર અને ભોજન સહિતની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.સ્ટ્રોંગ રૂમ પર CCTV અને વીડિયોગ્રાફીની સતત નજર ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. સ્ટ્રોંગ રૂમની બહાર સતત વીડિયોગ્રાફી કરવામાં આવશે, અને CCTV કેમેરા દ્વારા દરેક હિલચાલ પર બાજ નજર રાખવામાં આવશે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચૂંટણી આયોગની સૂચના મુજબ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 1,000 જવાનોનું સુરક્ષા કવાચ અને અધિકારીઓ તૈનાત સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે 1,000 જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાના આ લોખંડી બંદોબસ્તમાં 4 DCP, 4 ACP, 15 PI અને 30 PSI પોતાની ફરજ બજાવશે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, SOG અને PCB ની ટીમો પણ સતત કાર્યરત રહેશે. વિજયી સરઘસ પર પોલીસની રહેશે દેખરેખ પરિણામો બાદ વિજેતા ઉમેદવારો દ્વારા જે સરઘસ કાઢવામાં આવે છે, તેમાં પણ કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસની ખાસ ટીમ ઉમેદવારોના સરઘસ સાથે હાજર રહેશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે તમામ પાસાઓ પર પૂર્વ તૈયારીઓ કરી લીધી છે. આ પણ વાંચો - Surat News: મગદલા–હજીરા બ્રિજ પર કાળમુખો અકસ્માત, અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત
Read Full Story arrow_forward