android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagar News: પોલીસ સામે દાદાગીરી કરનારા તત્વોનું સરઘસ નીકળ્યું, જુઓ હાથ જોડી માફી માંગતો Video
calendar_today April 27, 2026

Jamnagar News: પોલીસ સામે દાદાગીરી કરનારા તત્વોનું સરઘસ નીકળ્યું, જુઓ હાથ જોડી માફી માંગતો Video

જામનગરમાં પોલીસ પર રોફ જમાવવાની કોશિશ કરનારા અસામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. બે દિવસ પહેલા પોલીસને ધારદાર હથિયાર બતાવી ભય ફેલાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓને દબોચી લીધા હતા અને આજે તેમનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો ડર શું હોય છે તેનો પરચો આપ્યો હતો.દિગજામ સર્કલ પાસે આરોપીઓએ પકડ્યા કાન જામનગર સિટી DySP જયવીરસિંહ ઝાલાના નેતૃત્વમાં પોલીસ કાફલાએ આરોપીઓને દિગજામ સર્કલ પાસે તે જ સ્થળે લઈ જઈને સરઘસ કાઢ્યું હતું, જ્યાં તેમણે પોલીસ અને જનતામાં ભય ફેલાવ્યો હતો. જે સ્થળે આરોપીઓએ હથિયારો બતાવ્યા હતા, ત્યાં જ પોલીસે તેમને કાયદાના પાઠ ભણાવ્યા હતા. આ દરમિયાન આરોપીઓ લાચાર દેખાયા હતા અને તેમણે પોલીસ સામે હાથ જોડીને માફી માંગી હતી.https://x.com/sandeshnews/status/2048671837530284121 ગુનેગારોમાં ફફડાટ, પોલીસે જાળવ્યો ખોફ પોલીસની આ આક્રમક કાર્યવાહીને પગલે શહેરના ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અસામાજિક તત્વોમાં પોલીસનો ડર જળવાઈ રહે અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના મજબૂત થાય તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી છે. આ પણ વાંચો - Jamnagar: પંચવટીના જાસોલીયા એપાર્ટમેન્ટમાં આગ લાગતા 55 વર્ષીય આધેડનું મોત

Read Full Story arrow_forward
Ahmedabad News: શ્યામલ પાસે લાગેલી આગમાં વાહનો બળીને ખાક, ખાનગી ATM સહિત બે શો રૂમમાં નુકસાન
calendar_today April 27, 2026

Ahmedabad News: શ્યામલ પાસે લાગેલી આગમાં વાહનો બળીને ખાક, ખાનગી ATM સહિત બે શો રૂમમાં નુકસાન

અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા પાસે આજે એક કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.શ્યામલ ચાર રસ્તા નજીક આવેલા સાંગરીલા-2 નામના કોમ્પ્લેક્સના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.આ આગમાં પાર્કિંગમાં પાર્ક કરેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતાં. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં અનેક વાહનો બળીને ખાક થઈ ગયાં શ્યામલ પાસે લાગેલી આગમાં અનેક વાહનો બળીને ખાક થઈ ગયાં છે. આ ઉપરાંત ખાનગી ATM સહિત 2થી વધુ શો રૂમમાં આગથી નુકસાન પહોંચ્યું છે. આગ લાગવાને કારણે કોમ્પલેક્સમાં ફસાયેલા 50થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતું. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ પાંચમા માળ સુધી પ્રસરી હતી. આગને કાબુમાં લેવા માટે 10થી વધુ ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી હતી. આગને પગલે એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે આગનો કોલ મળતાંની સાથે જ 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આનંદનગર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ આ ઘટનાને લઈને આનંદનગર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનું પ્રાથમિક તારણ છે. પોલીસ આગ લાગવાના કારણો સહિત અન્ય બાબતોની પણ તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.આ પણ વાંચોઃ Jamnagar News: પોલીસ સામે દાદાગીરી કરનારા તત્વોનું સરઘસ નીકળ્યું, જુઓ હાથ જોડી માફી માંગતો Video

Read Full Story arrow_forward
Banaskantha News: થલવાડામાં મટન શોપની ગંદકી બાબતે ઠપકો આપતા હુમલો, એક વ્યક્તિનું મોત
calendar_today April 27, 2026

Banaskantha News: થલવાડામાં મટન શોપની ગંદકી બાબતે ઠપકો આપતા હુમલો, એક વ્યક્તિનું મોત

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના થલવાડા ગામે નજીવી બાબતમાં એક હિંસક અથડામણ સર્જાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગામમાં આવેલી એક મટન શોપની ગંદકી મામલે ઠપકો આપવા ગયેલા સોરમભાઈ સિપાહી નામના વ્યક્તિ પર ત્રણ શખ્સોએ પાઇપો વડે તૂટી પડ્યા હતા. આ હુમલો એટલો ઘાતક હતો કે, ગંભીર ઈજાઓના કારણે સોરમભાઈનું મોત નીપજ્યું છે, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.ગંદકીનો વિરોધ કરવો ભારે પડ્યો મૃતક સોરમભાઈના પરિવારજનોના આક્ષેપ મુજબ, મટન શોપ દ્વારા ફેલાવવામાં આવતી ગંદકીના મુદ્દે તેઓ સમજાવવા માટે ગયા હતા. જોકે, ત્યાં હાજર ત્રણ લોકોએ ઉશ્કેરાઈ જઈને લોખંડની પાઈપો વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાને પગલે થલવાડા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે, અને પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યો છે. હત્યારા ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર ઘટના બાદ સોરમભાઈના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી હત્યા કરનાર તમામ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. ન્યાયની માગ સાથે પરિવારે હોસ્પિટલ બહાર વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દોડતી થઈ છે. આ પણ વાંચો - Banaskantha News: લાખાણીમાં વીજપોલ સાથે ટકરાયું ટ્રેક્ટર, બે સગા ભાઈઓના કરુણ મોતથી પંથકમાં અરેરાટી

Read Full Story arrow_forward