Ahmedabad News: વિરમગામના વડગાસ ગામે સગાઈ કરવા બાબતે બબાલ, એક જ પરિવારના પાંચ સભ્યો પર હુમલો
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના વડગાસ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવકનું સગપણ કરાવવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ એટલો વકર્યો કે, એક પક્ષે બીજા પક્ષના પરિવાર પર હિંસક હુમલો કરી દીધો હતો. આ ઘટનાને પગલે ગામમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.લાકડી, પાઈપ અને ધોકા વડે પરિવારને નિશાન બનાવ્યો હુમલાખોરો પૂરેપૂરા આયોજન સાથે તૂટી પડ્યા હોય તેમ લાકડીઓ, લોખંડની પાઈપો અને ધોકા જેવા ઘાતક હથિયારો લઈને આવ્યા હતા. હુમલાખોરોએ પરિવારના સભ્યોને બેફામ માર મારતા લોહીલુહાણ કરી દીધા હતા. આ હિંસક અથડામણમાં પરિવારના કુલ પાંચ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી છે. હુમલા પાછળ જૂની અદાવત કે તાત્કાલિક ઉશ્કેરાટ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પાંચેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, જે પૈકી અમુકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. વિરમગામ પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Banaskantha News: લાખાણીમાં વીજપોલ સાથે ટકરાયું ટ્રેક્ટર, બે સગા ભાઈઓના કરુણ મોતથી પંથકમાં અરેરાટી
Read Full Story arrow_forward