android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Local Body Elections 2026 : વડોદરાના બિલ ગામમાં ભાજપની રેલીમાં ભારે હંગામો, સ્થાનિકોએ વિરોધ કર્યો, પોલીસ દોડતી થઈ
calendar_today April 24, 2026

Local Body Elections 2026 : વડોદરાના બિલ ગામમાં ભાજપની રેલીમાં ભારે હંગામો, સ્થાનિકોએ વિરોધ કર્યો, પોલીસ દોડતી થઈ

વડોદરાના બિલ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો રાજકીય રોષ આજે ચરમસીમાએ પહોંચ્યો હતો. ગામની વિવિધ સોસાયટીઓમાં ભાજપના કાર્યકરો સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે આજે જ્યારે ભાજપની રેલી ગામમાં પહોંચી, ત્યારે સ્થાનિક રહીશો અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.શા માટે થયો વિરોધ? મળતી માહિતી મુજબ, બિલ ગામની અનેક સોસાયટીઓના રહીશો સ્થાનિક પ્રશ્નો અને પડતર માંગણીઓને લઈને શાસક પક્ષથી નારાજ હતા. ઘણા દિવસોથી અહીં ભાજપના કાર્યકરો આવે ત્યારે સોસાયટીઓના ગેટ પણ બંધ થઇ જતા હતા. આજે જ્યારે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પ્રચાર માટે પહોંચ્યા, ત્યારે સોસાયટીઓના મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. સ્થાનિકોએ એકસૂરે સૂત્રોચ્ચાર કરી ભાજપની રેલીનો વિરોધ કર્યો હતો. પોલીસનો કાફલો ખડકાયો વાતાવરણ તંગ બનતા અને બંને પક્ષો વચ્ચે સામસામે બબાલ થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. વડોદરા ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી અને સ્થાનિકોને સમજાવ્યા હતા. જોકે, ગ્રામજનોમાં પક્ષ પ્રત્યેનો આક્રોશ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. રાજકીય ગરમાવો ચૂંટણીના માહોલ વચ્ચે વડોદરાના આસપાસના ગામડાઓમાં જે રીતે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે, તે પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે. બિલ ગામની આ ઘટના બાદ રાજકીય લોબીમાં ચર્ચાઓ તેજ બની છે. આ પણ વાંચો----    Local Body Elections 2026 :અમદાવાદમાં 'આપ' ના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, સરકાર આવશે તો રસ્તા પર નમાજ પઢવા માટે કામ કરીશું

Read Full Story arrow_forward
Surat News: નશાના કારોબાર પર પોલીસનો પ્રહાર, સચિનમાંથી 8 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ
calendar_today April 24, 2026

Surat News: નશાના કારોબાર પર પોલીસનો પ્રહાર, સચિનમાંથી 8 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ

સુરત શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ સચિન પોલીસને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને નશીલા પદાર્થોની હેરાફેરી કરતા એક આરોપીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત પોલીસે આ રેડ દરમિયાન નારાયણ બંછાનીધિ પરીડા નામના શખ્સની ધરપકડ કરી છે. તેની પાસેથી કુલ 8.020 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. આ જપ્ત કરવામાં આવેલા ગાંજાની બજાર કિંમત આશરે 4,01,000 લાખ રૂપિયા જેટલી થાય છે. પોલીસે નશીલા પદાર્થ સહિત અન્ય ચીજવસ્તુઓ કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે. NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ ઝડપાયેલા આરોપી વિરૂદ્ધ સચિન પોલીસે NDPS (Narcotic Drugs and Psychotropic Substances) એક્ટ મુજબ ગુનો નોંધી તેની કાયદેસરની ધરપકડ કરી છે. આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નશાખોરો સામે પોલીસ લાલ આંખ સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. સચિન પોલીસની આ કામગીરીને ઉચ્ચ અધિકારીઓએ બિરદાવી છે અને આ કેસમાં અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે. આ પણ વાંચો - Surat News: પાંડેસરામાં પાણીની લાઈન તૂટતા ફુવારા ઉડ્યા, કાળઝાળ ગરમીમાં લોકોએ રસ્તા પર કર્યું સ્નાન

Read Full Story arrow_forward
Local Body Elections 2026 : ગરમીના યલો એલર્ટ વચ્ચે 26 એપ્રિલે ગુજરાતમાં જંગ, નેતાઓ અને ચૂંટણી પંચ મતદાન વધારવા મક્કમ
calendar_today April 24, 2026

Local Body Elections 2026 : ગરમીના યલો એલર્ટ વચ્ચે 26 એપ્રિલે ગુજરાતમાં જંગ, નેતાઓ અને ચૂંટણી પંચ મતદાન વધારવા મક્કમ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ તબક્કે પહોંચ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની કુલ 9274 બેઠકો માટે મતદાન યોજાશે. જોકે, આ વખતે ઉમેદવારોની સાથે ચૂંટણી આયોગ માટે સૌથી મોટો પડકાર રાજ્યમાં વધતું જતું તાપમાન છે.ચૂંટણીના આંકડા પર એક નજર રાજ્યની કુલ 10,025 બેઠકોમાંથી 731 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, હવે બાકીની 9274 બેઠકો પર 25,551 ઉમેદવારોનું ભવિષ્ય મતદારો નક્કી કરશે. જેમાં 15 મહાનગરપાલિકાની 1001 બેઠકો અને 84 નગરપાલિકાની 2241 બેઠકોનો સમાવેશ થાય છે. પંચાયત સ્તરે પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં જિલ્લા પંચાયતની 1039 અને તાલુકા પંચાયતની 4983 બેઠકો પર મતદાન થશે. ગરમીનો પારો સામે મતદાનનો પારો હવામાન વિભાગે 27 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરી છે, જેમાં તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે. ભૂતકાળમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ક્યારેય 46.08% થી વધુ મતદાન નોંધાયું નથી, ત્યારે આ વખતે આકરી ગરમી મતદાનની ટકાવારી ઘટાડી શકે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ 'પહેલા મતદાન પછી જલપાન'નો મંત્ર આપી વહેલી સવારે મતદાન કરવા અપીલ કરી છે, જ્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ મતદારોને ગરમીથી બચીને લોકશાહીના પર્વમાં ભાગ લેવા વિનંતી કરી છે. તંત્રની સજ્જતા આરોગ્ય વિભાગ અને ચૂંટણી આયોગ દ્વારા દરેક મતદાન મથક પર ORS, હીટવેવ કીટ અને પીવાના પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કટોકટીના સમયે 108ની ટીમો પણ તૈનાત રહેશે. રાજકીય પક્ષો પણ મતદારોને વહેલી સવારે બૂથ સુધી પહોંચાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ પણ વાંચો---     Local Body Elections 2026 :અમદાવાદમાં 'આપ' ના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, સરકાર આવશે તો રસ્તા પર નમાજ પઢવા માટે કામ કરીશું

Read Full Story arrow_forward