android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : વડોદરાના બિલ ગામમાં ભાજપના કાર્યકરો અને સ્થાનિકો વચ્ચે બબાલ, પોલીસે મામલો થાળે પાડ્યો
calendar_today April 24, 2026

Gujarat Latest News Live : વડોદરાના બિલ ગામમાં ભાજપના કાર્યકરો અને સ્થાનિકો વચ્ચે બબાલ, પોલીસે મામલો થાળે પાડ્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 24 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gandhinagar News: ગુજરાતમાં પરમીટ ધારકો માટે વિદેશી દારૂના નવા ભાવ જાહેર કરાયા
calendar_today April 24, 2026

Gandhinagar News: ગુજરાતમાં પરમીટ ધારકો માટે વિદેશી દારૂના નવા ભાવ જાહેર કરાયા

ગુજરાતમાં ગિફ્ટ સિટી સિવાયના વિસ્તારોમાં દારૂબંધીનો અમલ થઈ રહ્યો છે. સરકારે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં વાઈન અને ડાઈન પોલીસી અમલમાં મુકી છે. ત્યારે ચૂંટણી દરમિયાન વિદેશી દારૂના ભાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં નશાબંધી અને આબકારી વિભાગ તેમજ ગૃહ વિભાગ દ્વારા પરમીટ ધારકો માટે નવું ભાવપત્રક જાહેર કર્યું છે. દારુ બંધી વચ્ચે પરમીટ ધારકો અને વિદેશી દારૂના વેચાણનું લાઈસન્સ ધરાવતા વેપારી માટે વિગતો સામે આવી છે. 2026-27 માટે વિદેશી દારૂના નવા ભાવ જાહેર નશાબંધી અને આબકારી વિભાગ તેમજ ગૃહ વિભાગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન દારૂબંધીના અમલ વચ્ચે પરમીટ ધારકો માટે વિદેશી દારૂના ભાવમાં મોટો ફેરફાર કર્યો છે. પોલીસ વિભાગે વિદેશી દારૂનું નવું ભાવપત્રક જાહેર કર્યું છે. વિદેશી દારૂની 636 બ્રાન્ડના ભાવમાં ફેરફાર કરાયો છે. પોલીસ વિભાગ દ્વારા 2026-27 માટે વિદેશી દારૂના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. આયાતી દારૂના વેપારમાં પારદર્શિતા લાવવાનો હેતુ છે. ડિજિટલ ટ્રાન્સપરન્સી લાવવા ભાવ પત્રક ઓનલાઈન મુકવામાં આવ્યું છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લાવવાનો દાવો કરવામાં આવ્યો છે. કેટલીક જાણીતા બ્રાન્ડના નામ અને ભાવ અમૃત સિંગલ માલ્ટ વ્હિસ્કી- 4040.53 સિવાસ રીગલ (12 વર્ષ જૂની)- 2484.85 બ્લેક એન્ડ વ્હાઇટ સ્કોચ- 1777.53 બ્લેક ડોગ સેન્ટેનરી- 1535.11 એબ્સોલ્યુટ વોડકા- 1497.73 100 પાઇપર સ્કોચ- 1474.51 એન્ટિક્વિટી બ્લુ અલ્ટ્રા- 1050.27 આ પણ વાંચોઃ Local Body Elections 2026: 'મત કે લીયે કુછ ભી કરેગા'! રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારો આવી રીતે કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર

Read Full Story arrow_forward
Surat News: પાંડેસરામાં પાણીની લાઈન તૂટતા ફુવારા ઉડ્યા, કાળઝાળ ગરમીમાં લોકોએ રસ્તા પર કર્યું સ્નાન
calendar_today April 24, 2026

Surat News: પાંડેસરામાં પાણીની લાઈન તૂટતા ફુવારા ઉડ્યા, કાળઝાળ ગરમીમાં લોકોએ રસ્તા પર કર્યું સ્નાન

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ગણેશ નગરમાં આજે અચાનક પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડ્યું હતું. એક તરફ શહેર આકરા ઉનાળા અને ભારે ગરમીનો સામનો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ હજારો લીટર પાણી રસ્તા પર વહી જતાં તંત્રની બેદરકારી સામે આવી છે. કામગીરી દરમિયાન અચાનક લાઈન તૂટતા પાણીના ઊંચા ફુવારા હવામાં ઉડતા જોવા મળ્યા હતા.લોકોએ રસ્તા પર જ ગંગા સ્નાન કર્યું ભીષણ ગરમી વચ્ચે રસ્તા પર ઉડતા પાણીના ફુવારા જોઈને સ્થાનિક રહીશો અને રાહદારીઓ ગરમી ભૂલી ગયા હતા. લોકોએ આ લીકેજ થયેલા પાણીમાં ન્હાવાનો આનંદ માણ્યો હતો. એટલું જ નહીં, અનેક લોકોએ આ વહેતા પાણીમાં પોતાના ટુ-વ્હીલર અને અન્ય વાહનો ધોવાનું શરૂ કરી દીધું હતું. રસ્તા પર જાણે વોટર પાર્ક જેવો નજારો જોવા મળ્યો હતો. તંત્રની કામગીરી દરમિયાન સર્જાઈ દુર્ઘટના ઘટનાની મળતી માહિતી અનુસાર, વિસ્તારમાં કોઈ સમારકામ અથવા ખોદકામની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જેસીબી કે અન્ય સાધન વાગવાથી લાઈનમાં ભંગાણ પડ્યું હતું. લાંબા સમય સુધી પાણીનો વેડફાટ થતા આસપાસના વિસ્તારોમાં પાણીનું દબાણ ઘટવાની પણ શક્યતા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતા હવે મનપાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા સમારકામની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Local Body Elections 2026: સુરત AAPમાં મોટું ગાબડું, માંડવીના સથવાવ બેઠકના ઉમેદવાર રાજેશ ચૌધરીએ કેસરિયો ધારણ કર્યો

Read Full Story arrow_forward