android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: પાંડેસરાના પ્રમુખ પાર્ક પાસે આવેલી ખાનગી ફેક્ટરીમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ
calendar_today April 24, 2026

Surat News: પાંડેસરાના પ્રમુખ પાર્ક પાસે આવેલી ખાનગી ફેક્ટરીમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ

સુરત શહેરમાં આગ લાગવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આજે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક પાસે એક ખાનગી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો, અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આગ લાગવાની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને જોતા ફાયર વિભાગની ગાડીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી અને ચારેય બાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. દોડધામ અને અફરાતફરી સર્જાઈ ફેક્ટરીમાં આગ લાગતા જ અંદર કામ કરતા કર્મચારીઓ અને આસપાસના રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ ફેક્ટરીમાં રહેલો મોટા પ્રમાણમાં માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ પણ વાંચો - Ahmedabad: બાપુનગર વિસ્તારમાં SOGના દરોડા, 8 કિલો ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ

Read Full Story arrow_forward
PM Modi In West Bengal: જનતાએ પરિવર્તનની લહેર પર મહોર લગાવી, બંગાળમાં બોલ્યા પીએમ મોદી
calendar_today April 24, 2026

PM Modi In West Bengal: જનતાએ પરિવર્તનની લહેર પર મહોર લગાવી, બંગાળમાં બોલ્યા પીએમ મોદી

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની વિધાનસભાની ચૂંટણી યોજાઇ. જેમાં હિંસા વચ્ચે પણ બંપર વોટિંગ થયુ છે. 152 બેઠકો પર પ્રથમ તબક્કામાં જ 92.38 ટકા વોટિંગ થયુ છે. ત્યારે ભાજપ દ્વારા બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પીએમ મોદી આજે  દમદમ ખાતેથી સભા સંબોધી રહ્યા છે. તેમણે સભા સંબોધન કરતા કહ્યું કે  પ્રથમ તબક્કાના મતદાનમાં પરિવર્તનની લહેર પર મહોર વાગી છે.  બંગાળનું ગૌરવ પરત લાવીશું- પીએમ મોદી હું પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના લોકોને અભિનંદન આપું છું. બંગાળમાં ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનથી બંગાળમાં આપણે જે પરિવર્તનની લહેર જોઈ રહ્યા છીએ તેની પુષ્ટિ થઈ છે. ગઈકાલે ભાજપને મળેલો ટેકો ભાજપની જીતનો સંકેત આપે છે.પીએમ મોદીએ વધુમાં કહ્યું કે બંગાળમાં આઝાદી અપાવવી ખૂબ જરૂરી છે. બંગાળનું ગૌરવ ફરીથી પરત લાવીશું. ટીએમસીના ભય અને ભ્રષ્ટાચારથી આઝાદી મળશે. ટીએમસી મહિલા વિરોધી પાર્ટી છે. 

Read Full Story arrow_forward
Share Market Crashed: સતત 3 દિવસથી શેરબજાર ધડામ, રોકાણકારોના 9 લાખ કરોડ ડૂબ્યા
calendar_today April 24, 2026

Share Market Crashed: સતત 3 દિવસથી શેરબજાર ધડામ, રોકાણકારોના 9 લાખ કરોડ ડૂબ્યા

ભારતીય શેરબજાર માટે ચાલુ સપ્તાહ ઘણું નબળું સાબિત થયું છે. શુક્રવાર 24 એપ્રિલના રોજ સતત ત્રીજા દિવસે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સમાં આશરે 1% નો ઘટાડો નોંધાયો હતો.શેરબજારની શુક્રવારની શું છે સ્થિતિ સેન્સેક્સ: 1000 પોઈન્ટથી વધુ ગગડીને 76680 ના સ્તરે પહોંચ્યો.નિફ્ટી: આશરે 240 પોઈન્ટના ઘટાડા સાથે 23899ના  સ્તરે બંધ રહ્યો.નુકસાન: માત્ર શુક્રવારે જ રોકાણકારોએ ₹6 લાખ કરોડ ગુમાવ્યા. જો છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો કુલ નુકસાનનો આંકડો ₹9 લાખ કરોડ પર પહોંચી ગયો છે.શેરબજારમાં ઘટાડાના 4 મુખ્ય કારણોબજાર અચાનક કેમ તૂટ્યું? નિષ્ણાતો તેના પાછળ નીચે મુજબના કારણો ગણાવી રહ્યા છે:1. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ:વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે શાંતિ સમજૂતી થવાના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની નૌકાઓ પર કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે, જેની સામે ઈરાને પણ વળતો પ્રહાર કરવાની ચેતવણી આપી છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા આ સંઘર્ષને કારણે બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે.2. કાચા તેલના ભાવમાં ભડકો:ચાલુ અઠવાડિયે કાચા તેલ (Crude Oil) ની કિંમતોમાં 18% જેટલો જંગી ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં યોજાનારી વાતચીત રદ થતા તેલના પુરવઠાને લઈને ચિંતા વધી છે, જેની સીધી અસર શેરબજાર પર પડી રહી છે.3. રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ:ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. શુક્રવારે રૂપિયો ડોલર સામે ૨૪ પૈસા તૂટીને 94.25 ના સ્તરે પહોંચી ગયો હતો. સતત પાંચ દિવસથી રૂપિયામાં થઈ રહેલા ઘટાડાએ રોકાણકારોનો ઉત્સાહ ઠંડો પાડ્યો છે.4. વિદેશી રોકાણકારોની પીછેહઠ:વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs) ફરી એકવાર ભારતીય બજારમાંથી નાણાં ખેંચી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં જ વિદેશી રોકાણકારોએ આશરે ₹8,300 કરોડ ના શેર વેચી દીધા છે. કાચા તેલના વધતા ભાવ અને રૂપિયાની નબળાઈને જોતા વિદેશી રોકાણકારો સાવચેતી દાખવી રહ્યા છે.નિષ્ણાતોનું શું કહેવું છે?બજારના નિષ્ણાત વી.કે. વિજયકુમારના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી પશ્ચિમ એશિયાના દેશો વચ્ચેનો વિવાદ શાંત નહીં થાય અને તેલના ભાવ સ્થિર નહીં થાય, ત્યાં સુધી બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. મોટી કંપનીઓના શેરમાં હાલ નબળાઈ જોવા મળી રહી છે.

Read Full Story arrow_forward