android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana: કલાપી હનુમાન મંદિર પાસે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ બેનરો યથાવત્
calendar_today April 24, 2026

Mehsana: કલાપી હનુમાન મંદિર પાસે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ બેનરો યથાવત્

મહેસાણા શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા રાધનપુર રોડ પર કલાપી હનુમાન દાદાના મંદિર પાસે ડિવાઈડર પર લગાવવામાં આવેલા પોસ્ટરો અને બેનરો હવે વાહનચાલકો માટે અવરોધ રૂપ બન્યા છે. ત્યાં થી પસાર થતા વાહનચાલકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, આ પોસ્ટરોને કારણે રસ્તો ક્રોસ કરતી વખતે સામેથી આવતા વાહનો દેખાતા નથી,જે ગંભીર અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. જ્યારે પ્રાપ્ત વિગતો અનુસાર, કલાપી હનુમાન મંદિર ખાતે આયોજિત કાર્યક્રમના પ્રચાર અર્થે આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયે આજે 20 જેટલા દિવસો વીતી ગયા હોવા છતાં, આયોજકો કે તંત્ર દ્વારા આ પોસ્ટરો દૂર કરવાની તસ્દી લેવામાં આવી નથી. લાંબા સમયથી લટકતા આ બેનરો હવે વાહનચાલકોની દૃષ્ટિને રોકી રહ્યા છે. ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ અવરોધક પોસ્ટરોને કારણે કોઈ નિર્દોષ વાહનચાલકનો અકસ્માત થશે અથવા કોઈનો જીવ જશે, તો તેની જવાબદારી કોણ લેશે? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? રસ્તો ક્રોસ કરતી વખતે આ બેનરો એટલા મોટા છે કે નાના વાહનો કે રાહદારીઓ પાછળથી અચાનક સામે આવી જાય છે, જેના કારણે બ્રેક મારવી પણ મુશ્કેલ બની જાય છે.પાલિકા અને માર્ગ-મકાન વિભાગ દ્વારા શહેરમાં જાહેર માર્ગો કે ડિવાઈડર પર પરવાનગી વગર અથવા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ રાખવામાં આવેલા બિનજરૂરી બેનરો દૂર કરવાની જવાબદારી મહેસાણા મહાનગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગ લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને આ જોખમી પોસ્ટરો તાત્કાલિક દૂર કરે છે કે પછી કોઈ અકસ્માત થયા બાદ જ 'કુંભકર્ણ'ની નિદ્રામાંથી જાગશે.લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: માંડલ તાલુકામાં ઉમેદવારો દ્વારા રોડ શૉ : બાઈક અને કાર રેલી યોજાઈ
calendar_today April 24, 2026

Mandal: માંડલ તાલુકામાં ઉમેદવારો દ્વારા રોડ શૉ : બાઈક અને કાર રેલી યોજાઈ

સ્થાનિક સ્વરાજની ચુંટણીઓની હવે ઘડીઓ ગણાઈ રહી છે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયતની માંડલ અને સીતાપુર બંને બેઠકો અને તાલુકા પંચાયતની 16 બેઠકો ઉપરના ભાજપ-કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષના ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં અંતિમ ઘડીનો પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. માંડલ જિલ્લા પંચાયતની બેઠક ઉપરના ભાજપના ઉમેદવાર ઈન્દુબેન મહેશભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતની 8 બેઠકોના ઉમેદવારોએ નાના ઉભડા,ટ્રેન્ટ,રખીયાણા,કુણપુર અને માંડલની 4 બેઠકો એમ મળીને કુલ આઠ બેઠકોમાં આવતાં ગ્રામ્ય વિસ્તારોમાં રોડ શૉ યોજીને, તેમની સાથે ભાજપ સમર્થકો-કાર્યકરો દ્વારા બાઈક-કાર રેલીનું પણ આયોજન કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha: ચૂંટણીની કામગીરી વચ્ચે કલેકટરે પરપ્રાંતીય પરિવારને સ્થળ પર જ અનાજ અને દવાઓની સહાય ઉપલબ્ધ કરાવી
calendar_today April 24, 2026

Banaskantha: ચૂંટણીની કામગીરી વચ્ચે કલેકટરે પરપ્રાંતીય પરિવારને સ્થળ પર જ અનાજ અને દવાઓની સહાય ઉપલબ્ધ કરાવી

વાવ - થરાદ જિલ્લામાં માનવતા અને પ્રજાવત્સલતાનું ઉત્તમ ઉદાહરણ આજે ત્યારે જોવા મળ્યું, જ્યારે જિલ્લા કલેક્ટર જે. એસ. પ્રજાપતિ ક્ષેત્રીય કામગીરી દરમિયાન માર્ગ પરથી પસાર થતા હતા ત્યારે રસ્તા પર વસવાટ કરતા એક પરપ્રાંતીય પરિવાર પાસે જઈ તેમની હાલત વિશે નજીકથી જાણકારી મેળવી હતી. ચૂંટણીની કામગીરી વચ્ચે કલેકટરે પરિવાર સાથે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરી તેમની મૂળભૂત જરૂરિયાતો અને પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આ મુલાકાત દરમિયાન ખાસ કરીને પરિવારના બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ અંગે ગંભીરતા દાખવી હતી. બાળકોને નિયમિત શિક્ષણ મળે અને તેઓ આરોગ્યપૂર્ણ જીવન જીવી શકે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે સંબંધિત વિભાગોને તાત્કાલિક ધ્યાન આપવા સૂચનાઓ આપી, જેથી આવા પરિવારોને સરકારી યોજનાઓનો યોગ્ય લાભ મળી શકે. આ ઉપરાંત,કલેક્ટરે માનવતાભાવ દાખવી પરિવાર માટે તાત્કાલિક અનાજ અને દવાઓની વ્યવસ્થા પણ કરાવી હતી. તેમની આ સંવેદનશીલ અને પ્રજાવત્સલ કાર્યશૈલીને સ્થાનિક લોકો દ્વારા વખાણવામાં આવી રહી છે. આ ઘટના સમાજમાં માનવતા અને સહકારના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે અને સરકારી તંત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ વધારવામાં સહાયરૂપ બને છે.લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward