android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: કડીના કોલાદ ગામમાં જમીન વિવાદમાં દિવાલ તોડી પડાઈ
calendar_today April 24, 2026

Gandhinagar: કડીના કોલાદ ગામમાં જમીન વિવાદમાં દિવાલ તોડી પડાઈ

કડી તાલુકાના કોલાદ ગામમાં જમીન વિવાદને પગલે તંગદિલી સર્જાઈ છે. ખેડૂત રમેશભાઈ શંકરભાઈ પટેલે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે પૂર્વ માલિક હીરાભાઈ સોમાભાઈ તથા તેમના સાથીએ ગેરકાયદે રીતે જમીનમાં પ્રવેશ કરી કામદારોને અપશબ્દો બોલીને ધમકી આપી હતી. રમેશભાઈએ વર્ષ 2006માં કોલાદ ગામની બ્લોક સર્વે નં. 392 વાળી જમીન ખરીદી હતી. ત્યારબાદ લાંબા સમયથી બંને શખ્સો વચ્ચે જમીન મામલે ચાલતો હતો. વિવાદ વચ્ચે 2023માં આ જમીન પલોડીયા ગામના રમુભાઈ કરણાભાઈ ભરવાડને રૂ. 21,09,300માં વેચી હતી. તેમના પૈસાથી જમીન ફ્રતે આરસીસીની ફેલ્ડિંગ દીવાલ બાંધવામાં આવી હતી. તા. 9મી એપ્રિલે સવારે હિરાભાઇ સાથીઓ સાથે ખેતરમાં આવી મજૂર ટીનાભાઈને ધમકાવ્યો હતો. બીજા દિવસે તા. 10મીએ જમીન પર જતાં દીવાલની ત્રણ બાજુ તથા દરવાજો મોટા વાહન વડે તોડી પાડવામાં આવેલો જોવા મળ્યો હતો. તોડફેડથી આશરે રૂ. 15 લાખનું નુકસાન થયું હતું. જેના પગલે જમીન માલિક રમેશભાઈએ બાવલું પોલીસ મથકમાં હીરાભાઈ સોમાભાઈ તથા એક અન્ય ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવતા બાવલું પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : વેડા ગામે જુગાર રમતા પાંચ ઇસમો પકડાઈ ગયા
calendar_today April 24, 2026

Gandhinagar : વેડા ગામે જુગાર રમતા પાંચ ઇસમો પકડાઈ ગયા

માણસા તાલુકાના વેડા ગામે તળાવ કિનારે કેટલાક ઈસમો પાના પત્તાનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા. જે અંગે બાતમી આધારે માણસા પોલીસે આ જગ્યા પર રેડ કરતાં પાંચ જુગારી ઝડપાઈ ગયા હતા. જે બાતમીના પગલે પોલીસે અહીં રેડ કરી હતી. જેમાં વેડા ગામના જશુજી બેચરજી ઠાકોર,ગોપાલભાઈ લવજીભાઈ ચૌધરી, રાજુભાઈ કાનજીભાઈ ઠાકોર,ગાંડાભાઈ છનાભાઈ રાવળ અને મહેશભાઈ સોમાભાઈ રાવળ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે ઝડપાયેલા પાંચ ઈસમો પાસેથી કુલ 13440નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી છે.લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: દસાડાના ખારાઘોઢા રણમાંથી અગરીયાની સોલાર પેનલ ચોરીને તસ્કરો નાસી છુટયા
calendar_today April 24, 2026

Surendranagar: દસાડાના ખારાઘોઢા રણમાંથી અગરીયાની સોલાર પેનલ ચોરીને તસ્કરો નાસી છુટયા

દસાડા તાલુકાના ખારાઘોઢા ગામે રહેતા 36 વર્ષીય બાબુભાઈ ઉર્ફે ગોપાલભાઈ રૂપસીંગભાઈ સોલંકી મીઠુ પકવવાનું કામ કરે છે. 6 માસ પહેલા તેઓએ ખારાઘોઢા રણમાં પોતાના મીઠાના પાટામાં 12 ડીશ સોલાર પ્લેટ અને પાવર કંટ્રોલ ફીટ કરેલ હતા. તા. 17-4ના રોજ સવારે તેઓ મીઠાના પાટે જતા સોલાર પેનલ નજરે પડી ન હતી. આથી કદાચ પવનની પેનલો ઉડી ગઈ હોય તેમ માની તેઓએ આસપાસ તપાસ કરી હતી. પરંતુ પેનલો અને પાવર કંટ્રોલ ન મળી આવતા અંતે તેઓએ તા. 21-4ના રોજ સાંજે પાટડી પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે રૂપીયા 90 હજારની કિંમતની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એચસી જે.કે.મકવાણા ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward