android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Largest Producer State of Rice: દેશને સૌથી વધુ ચોખા આપનારું રાજ્ય કયુ?, જેની ઇરાન સુધી છે માગ, જાણો
calendar_today April 23, 2026

Largest Producer State of Rice: દેશને સૌથી વધુ ચોખા આપનારું રાજ્ય કયુ?, જેની ઇરાન સુધી છે માગ, જાણો

દેશમાં હવે એ રાજ્ય છે જેણે ચોખા પકવવામાં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુને પણ પાછળ મુકી દીધુ છે. કોણ છે નંબર વન ? પશ્ચિમ બંગાળ અને તમિલનાડુને ચોખાના ઉત્પાદનમાં પાછળ મુકી અને ભારત સરકારના પોર્ટલ પરના આંકડાઓની મ્હોર એ વાતની સાબિતી આપે છે કે, ચોખાને સૌથી વધુ પકવવામાં ઉત્તર પ્રદેશ રાજ્ય સૌથી વધુ આગળ નિકળ્યુ છે. વર્ષ 2025ના આંકડા આ વાતની સાબિતી આપે છે. વર્ષ 2025માં કુલ 1406 લાખ ટન ચોખા પકવવામાં આવ્યા હતા. શું કહે છે આંકડાઓ ? આંકડાઓ પર નજર કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં 192 લાખ ટન ચોખાનું ઉત્પાદન કરવામાં આવ્યુ છે. ઉત્તર પ્રદેશમાં ચોખાનું ઉત્પાદન કેમ વધુ છે. તેનુ કારણ પણ રસપ્રદ છે. ચોખાના પાક માટે ગરમ વાતાવરણ અને વધુ પડતુ પાણી મુખ્ય પરિબળ છે. યુપીમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદનું પ્રમાણ સૌથી વધુ રહ્યુ છે. તેથી પાણીનો સંગ્રહ પણ અહીં વધુ છે. તેથી પાક પેદાશ વધુ રહી છે. અને ચોખાના ઉત્પાદને રેકોર્ડ બનાવ્યો છે. કૃષિ વિસ્તાર મહત્ત્વનો ચોખાની ખેતી માટે લોમી જમીન ફળદ્રુપ માનવામાં આવે છે. રાજ્યના ઇન્ડો-ગંગાના મેદાનોમાં, ગંગા અને તેની ઉપનદીઓ જમીનમાં પોષક તત્વો લાવે છે. આ જમીન ચોખાના ઉત્પાદનમાં વધારો કરે છે. પાણીથી સમૃદ્ધ વિસ્તારોમાં વરસાદ ઓછો હોય ત્યારે પણ, ટ્યુબવેલ અને પંપ સેટ ખેતરોને પાણી પૂરું પાડે છે. પરિણામે, પાક સુરક્ષિત રહે છે. વધુમાં, એક મોટો કૃષિ વિસ્તાર પણ આનું એક કારણ છે. વધુ જમીન સીધી રીતે વધુ ઉત્પાદનમાં પરિણમે છે. બીજા સ્થાને કોણ ? પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ, જે એક સમયે ચોખાના ઉત્પાદનમાં પ્રભુત્વ ધરાવતા હતા, હવે પાછળ પડી ગયા છે. ઉત્તર પ્રદેશ પછી તેલંગાણા બીજા ક્રમે સૌથી વધુ ચોખા ઉત્પાદક રાજ્ય છે. 2025માં તેનું ચોખાનું ઉત્પાદન 18.3 મિલિયન ટન હતું. 12.7 મિલિયન ટન ઉત્પાદન સાથે પંજાબ ત્રીજા ક્રમે છે. પશ્ચિમ બંગાળ 2025માં 11.9 મિલિયન ટન ઉત્પાદન સાથે ચોથા ક્રમે છે. મધ્યપ્રદેશ 10 મિલિયન ટન ઉત્પાદન સાથે ઉત્પાદનમાં પાંચમા ક્રમે છે. વૈશ્વિક સ્તરે ભારત સૌથી મોટો નિકાસકાર ભારત વૈશ્વિક સ્તરે ચોખાનો સૌથી મોટો નિકાસકાર છે. તેના ઉચ્ચ ઉત્પાદનને કારણે, વિશ્વભરમાં 150 દેશો ભારતમાંથી ચોખા ખરીદે છે. ભારતમાંથી ચોખાના સૌથી મોટા ખરીદદારોમાં સાઉદી અરેબિયા, ઈરાન, ઇરાક અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. ભારતે 2024-25 માં કુલ 20 મિલિયન મેટ્રિક ટન ચોખાની નિકાસ કરી. તે વૈશ્વિક ચોખાના વેપારમાં 30-35% નો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે, ખાસ કરીને બાસમતી અને બિન-બાસમતી જાતોમાં નોંધપાત્ર હિસ્સો છે. આ પણ વાંચોઃ America મધ્યસત્ર ચૂંટણીમાં Donald Trumpના નામે પ્રચાર-પ્રસાર કરશે નહી, જાણો કેમ?

Read Full Story arrow_forward
India-Germany સાથે કામ કરશે તો વૈશ્વિક સ્થિરતામાં થશે વધારો: રાજનાથ સિંહ
calendar_today April 23, 2026

India-Germany સાથે કામ કરશે તો વૈશ્વિક સ્થિરતામાં થશે વધારો: રાજનાથ સિંહ

જર્મનીના મ્યુનિકમાં આયોજિત ડિફેન્સ ઈન્વેસ્ટર સમિટ 2026માં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતીય અને જર્મન રક્ષા ઉદ્યોગના ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓને સંબોધન કર્યું. આ કાર્યક્રમ 23 એપ્રિલે બવેરિયન હોફ ખાતે યોજાયો. સંબોધન દરમિયાન રાજનાથ સિંહે ભારતના રક્ષા ક્ષેત્રમાં રહેલી વિશાળ સંભાવનાઓ અને ઝડપી વિકાસ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રક્ષા સહયોગને વધુ મજબૂતી મળશે તેમણે જણાવ્યું કે ભારતમાં ચાલી રહેલા રક્ષા સુધારા અને આત્મનિર્ભરતા તરફના પ્રયાસોને આંતરરાષ્ટ્રીય સ્તરે સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે ભારત અને જર્મની વચ્ચે રક્ષા સહયોગને વધુ મજબૂતી પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રમાં કો-ડેવલપમેન્ટ અને કો-પ્રોડક્શન વધારવાની જરૂરિયાત તેમણે ઉલ્લેખી હતી. રાજનાથ સિંહે કહ્યું કે બંને દેશો મળીને કામ કરશે તો માત્ર રાષ્ટ્રીય સુરક્ષા જ નહીં, પરંતુ વૈશ્વિક સ્થિરતા પણ મજબૂત બનશે. વૈશ્વિક કંપનીઓને ભાગીદારી માટે આમંત્રિત કરી રક્ષા મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભારત વિદેશી રોકાણ અને ટેક્નોલોજીકલ ભાગીદારી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જ્યાં નવીનતા અને આધુનિક ટેક્નોલોજીની જરૂર છે. આ સમિટમાં ભારતે પોતાને ઉદ્ભવતા રક્ષા ઉત્પાદન કેન્દ્ર તરીકે રજૂ કર્યું અને વૈશ્વિક કંપનીઓને ભાગીદારી માટે આમંત્રિત કર્યું. ભારત ડ્રોન ટેક્નોલોજી, યુદ્ધ જહાજ, વિમાન, મિસાઈલ અને એર ડિફેન્સ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે અને રક્ષા આયાત પર નિર્ભરતા ઘટાડવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ પણ વાંચો : India-New Zealand FTA Deal: એક તરફ ચાલી રહ્યુ છે યુદ્ધ અને બીજી તરફ ભારત કરી રહ્યુ છે ધડાધડ ડીલ!

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીમાં બપોરે 03 વાગ્યા સુધીમાં 46.66 ટકા વોટિંગ થયું
calendar_today April 23, 2026

Gujarat Latest News Live : ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીમાં બપોરે 03 વાગ્યા સુધીમાં 46.66 ટકા વોટિંગ થયું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward