android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Local Body Elections 2026 : વડોદરામાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીને લોકોએ રસ્તામાં ઘેર્યા, "વેચાઈ ગયા" ના આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ
calendar_today April 23, 2026

Local Body Elections 2026 : વડોદરામાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીને લોકોએ રસ્તામાં ઘેર્યા, "વેચાઈ ગયા" ના આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ

વડોદરામાં ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીને સ્થાનિક લોકો અને નારાજ કાર્યકરોએ રસ્તામાં ઘેરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં લોકો ઋત્વિજ જોષીની કાર રોકીને તેમની સામે ગંભીર આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે."જવાબ આપો, પૈસા લઈને વેચાઈ ગયા?" વાયરલ વીડિયો મુજબ, જ્યારે ઋત્વિજ જોષી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ગુસ્સે ભરાયેલા લોકોએ તેમની ગાડી અટકાવી હતી. આક્રોશિત સ્થાનિકો અને કાર્યકરોએ સીધો સવાલ પૂછ્યો હતો કે, "તમે પૈસા લઈને વેચાઈ ગયા છો? અમને જવાબ આપો." લોકોનો આક્ષેપ છે કે ચૂંટણી ટાણે પક્ષના હિતોને નુકસાન પહોંચાડીને આંતરિક સાંઠગાંઠ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ ચૂંટણી સમયે જ શહેર પ્રમુખ સામે થયેલા આ પ્રકારના વિરોધથી કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે. આ ઘટનાનો વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયા પર પ્રસરતા વિરોધ પક્ષોને પણ બોલવાની તક મળી છે. બીજી તરફ, આ મામલે ઋત્વિજ જોષી કે પક્ષ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ આ ઘટનાએ વડોદરા કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખા અને લોકોના અસંતોષને સપાટી પર લાવી દીધો છે. આ પણ વાંચો----    Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ

Read Full Story arrow_forward
Kutch News: સાક્ષી ખાનીયા હત્યા કેસમાં 8 મહિનામાં ન્યાય, પ્રેમી મોહિત સહિત બેને આજીવન કેદની સજા!
calendar_today April 23, 2026

Kutch News: સાક્ષી ખાનીયા હત્યા કેસમાં 8 મહિનામાં ન્યાય, પ્રેમી મોહિત સહિત બેને આજીવન કેદની સજા!

કચ્છના પાટનગર ભુજમાં ગત વર્ષે બનેલી ચકચારી સાક્ષી ખાનીયા હત્યા કેસમાં ભુજ કોર્ટે આજે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આ કેસના મુખ્ય આરોપી મોહિત સિદ્ધપુરા અને તેના સાગરીત જયેશ ઠાકોરને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી છે. માત્ર 8 મહિનાના ટૂંકા ગાળામાં જ સાક્ષીને ન્યાય મળતા ન્યાયતંત્રની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.શું હતી સમગ્ર ઘટના? વર્ષ 2025માં ભુજની જાણીતી સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી સાક્ષી ખાનીયાની કોલેજની બહાર જ ધોળે દિવસે છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, આ હત્યા પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી હતી. મુખ્ય આરોપી મોહિત સિદ્ધપુરાએ સાક્ષીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું, અને સાક્ષીએ ના પાડતા ઉશ્કેરાયેલા મોહિતે જયેશ ઠાકોરની મદદથી આ કરપીણ હત્યાને અંજામ આપ્યો હતો. 8 મહિનામાં મળ્યો ન્યાય કોલેજ કન્યાની જાહેરમાં હત્યા થતા સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. પોલીસે આ કેસમાં સચોટ પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનો એકત્ર કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. ભુજ કોર્ટે આ કેસને ગંભીરતાથી લઈ બંને આરોપીઓને જામીન આપ્યા વગર જેલના સળિયા પાછળ રાખ્યા હતા અને આજે આજીવન કારાવાસની સજા ફટકારી સાક્ષીના પરિવારને ન્યાય અપાવ્યો છે. આ ચુકાદાથી સમાજમાં એવો સંદેશ ગયો છે કે, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં કાયદો કડક હાથે કામ કરશે. આ પણ વાંચો - Bhuj : ગ્રીષ્મા હત્યા કેસ જેવી ચોંકાવનારી ઘટના, પ્રેમ કરવાની ના પાડતા યુવકે યુવતીનું ગળુ કાપી નાખી નાંખ્યું

Read Full Story arrow_forward
Gandhinagar News: માણસાના વિહાર સર્કલ પાસે અજાણ્યા શખ્સનો મૃતદેહ મળતા ચકચાર
calendar_today April 23, 2026

Gandhinagar News: માણસાના વિહાર સર્કલ પાસે અજાણ્યા શખ્સનો મૃતદેહ મળતા ચકચાર

ગાંધીનગર જિલ્લાના માણસા શહેરના વ્યસ્ત ગણાતા વિહાર સર્કલ પાસે આજે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. જાહેર માર્ગ નજીક જ લાશ પડી હોવાની જાણકારી મળતા જ આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ વ્યક્તિ કોણ છે અને તેનું મોત કેવી રીતે થયું છે તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે.રાહદારીની સતર્કતાથી પોલીસને થઈ જાણ ઘટનાની વિગતો મુજબ, વિહાર સર્કલ પાસેથી પસાર થઈ રહેલા એક રાહદારીની નજર અચાનક રોડ નજીક પડેલા મૃતદેહ પર પડી હતી. રાહદારીએ તાત્કાલિક સમયસૂચકતા વાપરીને આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ માણસા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતકના ખિસ્સા અને આસપાસ તપાસ કરી હતી, પરંતુ ઓળખ કરી શકાય તેવા કોઈ દસ્તાવેજો હજુ સુધી મળી આવ્યા નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો માણસા પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. આ શખ્સનું મોત કુદરતી રીતે થયું છે કે પછી કોઈ અન્ય કારણોસર, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની અને ગુમ થયેલા વ્યક્તિઓની યાદી સાથે મેળવવાની તજવીજ શરૂ કરી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward