android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ચકચારી સાક્ષી ખાનીયા હત્યા કેસમાં ભુજ કોર્ટનો ચૂકાદો, 2 આરોપીને આજીવન કેદ
calendar_today April 23, 2026

Gujarat Latest News Live : ચકચારી સાક્ષી ખાનીયા હત્યા કેસમાં ભુજ કોર્ટનો ચૂકાદો, 2 આરોપીને આજીવન કેદ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Valsad News: ઉમરગામમાં પાસે બેફામ બની કાર, બે બાઈકને ફંગોળ્યા, જુઓ CCTV
calendar_today April 23, 2026

Valsad News: ઉમરગામમાં પાસે બેફામ બની કાર, બે બાઈકને ફંગોળ્યા, જુઓ CCTV

વલસાડ જિલ્લાના ઉમરગામમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં એક બેફામ બનેલી કારે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. ઉમરગામના ગોલ કેટીન પાસે આવેલા જય માતાજી સર્કલ નજીક પૂરઝડપે આવતી એક કારના ચાલકે બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ ઊભા રહેવાને બદલે ઘટના સ્થળેથી ગાડી ભગાવી ફરાર થઈ ગયો હતો.સદનસીબે જાનહાનિ ટળી આ અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક સવાર રોડ પર ફંગોળાયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને બાઈક સવારનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં કાર ચાલક નજર ચૂકવીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. CCTVના આધારે પોલીસની કાર્યવાહી અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, કાર ચાલક કેટલી બેદરકારીથી ગાડી ચલાવી રહ્યો હતો. ઉમરગામ પોલીસે આ CCTV ફૂટેજના આધારે કારના નંબર મેળવી ફરાર ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. શહેરી વિસ્તારમાં આ પ્રકારે બેફામ વાહન ચલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.https://x.com/sandeshnews/status/2047255726259851740આ પણ વાંચો - Valsad : કપરાડામાં કાળમુખી પીકઅપ વાન પલટી, બ્રેક ફેલ થતા સર્જાયેલા અકસ્માતમાં 7 ના મોત, 20 થી વધુ ઘાયલ

Read Full Story arrow_forward
Rajkot News: વોર્ડ 11માં ભાજપની બેઠકમાં ભડકો, પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરાનો સ્થાનિકોએ કર્યો વિરોધ
calendar_today April 23, 2026

Rajkot News: વોર્ડ 11માં ભાજપની બેઠકમાં ભડકો, પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરાનો સ્થાનિકોએ કર્યો વિરોધ

રાજકોટ શહેર ભાજપમાં ચાલી રહેલું આંતરિક ઘમાસાણ હવે સપાટી પર આવ્યું છે. શહેરના વોર્ડ નંબર 11માં આગામી ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવા માટે બોલાવવામાં આવેલી ભાજપની એક બેઠકમાં ભારે માથાકૂટ થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ બેઠકમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરા અને અન્ય ભાજપના આગેવાનોને સ્થાનિક લોકો અને કાર્યકરોએ રોકડું પરખાવી દેતા વાતાવરણ તંગ બની ગયું હતું. આ ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે.સ્થાનિકોએ ભાજપની બેઠકમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો પાટીદાર સમાજના મતદારોને અંકે કરવા અને તેમને મનાવવા માટે આ બેઠકનું આયોજન કર્યું હતું. જોકે, સ્થાનિકોએ ભાજપના આગેવાનોની રજૂઆતો સાંભળવાને બદલે તેમના કાર્યો અને પડતર પ્રશ્નો મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ પૂર્વ MLA રમેશ રૂપાપરા સામે આકરા પ્રહારો કર્યા અને પક્ષની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. નેતાઓ કંઈ પણ બોલે તે પહેલા જ લોકોએ વિરોધનો સૂર છેડતા બેઠકમાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ આ સમગ્ર હોબાળાનો વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કરી લેતા તે વાયુવેગે વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્થાનિક લોકો ભાજપના નેતાઓ સામે રોષે ભરાયેલા છે અને નેતાઓ નીચું જોઈને બેસી રહેવા મજબૂર બન્યા છે. એક તરફ રાજ્યમાં ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં જ પાટીદારો અને સ્થાનિકોનો આ પ્રકારે સામનો કરવો પડતા પક્ષ માટે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. પોલીસ અને સ્થાનિક તંત્ર આ મામલે શાંતિ જાળવવા પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward