android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Local Body Elections 2026: કોંગ્રેસ કાર્યકરની અટકાયત મુદ્દે ભાણવડમાં ભારે હોબાળો, શહેર-તાલુકા પ્રમુખ સહિતના આગેવાનો ધરણા પર બેઠા
calendar_today April 23, 2026

Local Body Elections 2026: કોંગ્રેસ કાર્યકરની અટકાયત મુદ્દે ભાણવડમાં ભારે હોબાળો, શહેર-તાલુકા પ્રમુખ સહિતના આગેવાનો ધરણા પર બેઠા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાણવડનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના કાર્યકર અને ચૂંટણી એજન્ટની પોલીસ દ્વારા કરવામાં આવેલી અટકાયતના વિરોધમાં કોંગ્રેસે રણશિંગુ ફૂંક્યું છે. ભાણવડ શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખોના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ધરણા યોજી પોલીસ અને સરકાર વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.ચૂંટણી એજન્ટની અટકાયતથી રોષ ઘટનાની મળતી માહિતી અનુસાર, ભાણવડમાં કોંગ્રેસના સક્રિય કાર્યકર અને ચૂંટણી એજન્ટ તરીકે ફરજ બજાવતા કાના ચાવડાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, ચૂંટણી સમયે વિપક્ષના સક્રિય કાર્યકરોને ડરાવવા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા માટે જાણીજોઈને આ અટકાયત કરવામાં આવી છે. "ભાજપના કાર્યકરો સામે કેમ કાર્યવાહી નહીં?" – કોંગ્રેસનો સવાલ ધરણા દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ભાજપ સાથે સંકળાયેલા અનેક કાર્યકરો સામે વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવા છતાં પોલીસ તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરતી નથી. પરંતુ માત્ર કોંગ્રેસના જ કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કાર્યકરોએ કાના ચાવડાની તાત્કાલિક મુક્તિની માગ સાથે પોલીસ સ્ટેશન પાસે ધરણા પ્રદર્શન કર્યું હતું. ચૂંટણીના માહોલ વચ્ચે સર્જાયેલા આ રાજકીય ઘર્ષણને કારણે ભાણવડમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને સમગ્ર પંથકમાં ચર્ચાઓ જાગી છે. આ પણ વાંચો - Local Body Elections 2026: "કોંગ્રેસ હારના ડરથી બહાના શોધે છે", મતદાર યાદીના વિવાદમાં ભાજપ પ્રવક્તા અનિલ પટેલનું મોટું નિવેદન!

Read Full Story arrow_forward
Gandhinagar : ગિફ્ટ સિટી રોડ પર કેન્દ્રીય વિદ્યાલયની સ્કૂલ વાનપલટી, 15 વિદ્યાર્થીઓ ઘાયલ
calendar_today April 23, 2026

Gandhinagar : ગિફ્ટ સિટી રોડ પર કેન્દ્રીય વિદ્યાલયની સ્કૂલ વાનપલટી, 15 વિદ્યાર્થીઓ ઘાયલ

પાટનગર ગાંધીનગરમાં આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પાલજ ગિફ્ટ સિટી રોડ પર કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી એક સ્કૂલ વાન અચાનક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં વાનમાં સવાર અંદાજે 15 જેટલા માસૂમ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા છે. ચાલતી વાનનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત મળતી માહિતી મુજબ, કેન્દ્રીય વિદ્યાલયની આ સ્કૂલ વાન જ્યારે પાલજ ગિફ્ટ સિટી રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક વાનનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને વાન રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે રોડ પરથી પસાર થતા લોકો મદદે દોડી આવ્યા હતા અને વાનમાં ફસાયેલા બાળકોને બહાર કાઢ્યા હતા.તમામ વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલ ખસેડાયા આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ 15 વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ વાલીઓ પણ ચિંતાતુર હાલતમાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. સદનસીબે અત્યાર સુધી કોઈ ગંભીર જાનહાનિના સમાચાર નથી, પરંતુ અકસ્માતને પગલે વાલીઓમાં સ્કૂલ વાહનોની સુરક્ષા અને મેન્ટેનન્સને લઈને રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો---    Ahmedabadમાં ગાયના શુદ્ધ ઘી ના નામે વેચાતા ઝેરનો પર્દાફાશ, 400 કિલો નકલી ઘી નો જથ્થો જપ્ત

Read Full Story arrow_forward
Umreth By Election 2026 : 20 વર્ષીય ફર્સ્ટ ટાઈમ વોટરથી લઈ 93 વર્ષના વયોવૃદ્ધે કર્યું ઉત્સાહભેર મતદાન
calendar_today April 23, 2026

Umreth By Election 2026 : 20 વર્ષીય ફર્સ્ટ ટાઈમ વોટરથી લઈ 93 વર્ષના વયોવૃદ્ધે કર્યું ઉત્સાહભેર મતદાન

ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી 2026 અંતર્ગત આજે થઈ રહેલા મતદાનમાં ઓડ ખાતેના મતદાન મથકો પર મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાઇન જોવા મળી હતી, જેમાં યુવા પેઢીથી માંડીને શતાયુ એ પહોંચેલા વડીલોએ પણ મતદાન કરી લોકશાહી પર્વમાં પોતાની ફરજ નિભાવી હતી.અન્ય યુવાનોને પણ અચૂક મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા આજના મતદાનમાં ઘણા ફર્સ્ટ ટાઈમ વોટર્સ કે જેઓ પહેલી વખત મતદાન કરવા જઈ રહ્યા હતા તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જે પૈકી ઓડ ખાતે 20 વર્ષીય દિવ્યા પટેલ દ્વારા પ્રથમ વખત મતદાન (ફર્સ્ટ ટાઇમ વોટર) કરી લોકશાહીમાં પોતાની ભાગીદારી નોંધાવવામાં આવી હતી. યુવા મતદાર દિવ્યાએ અન્ય યુવાનોને પણ અચૂક મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને મતદાન કર્યા બાદ લોકશાહીને જીવંત રાખવામાં પોતાનો મત પણ કિમતી છે તેમ જણાવ્યું હતું. લલિતાબેન દરજીએ પોતાની ત્રણ પેઢી સાથે મતદાન કર્યું બીજી તરફ, શારીરિક અશક્તતા હોવા છતાં મક્કમ મનોબળનું ઉદાહરણ પૂરું પાડતા ઓડના જ 70 વર્ષીય જનકભાઈ દરજી વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતા. પગમાં તકલીફ હોવાને કારણે ચાલવામાં અશક્ત હોવા છતાં તેમણે મતદાન કરી સાબિત કર્યું કે દેશની લોકશાહીને જીવંત રાખવા પ્રત્યેની ફરજ સર્વોપરી છે. તેમણે મતદાનને ખુબજ મહત્વની ફરજ અને અમૂલ્ય અધિકાર ગણાવ્યો હતો. આ સાથે જ, ઓડ ખાતે 93 વર્ષીય વયોવૃદ્ધ મહિલા મતદાર લલિતાબેન દરજીએ પણ પોતાની ત્રણ પેઢી સાથે મતદાન કર્યું હતું. તેઓ પોતાની પુત્રવધુ સ્મિતાબેન અને પૌત્ર કિર્તન સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને તેમના મતદાન પ્રત્યેના ઉત્સાહને જોઈને હાજર રહેલા અન્ય મતદારો પણ પ્રેરિત થયા હતા. આમ, ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે યુવા મતદારો અને વડીલ મતદારોના મતદાન કરવાના ઉત્સાહ લોકશાહીના આ પાવન પર્વને સફળ બનાવ્યો છે અને સમગ્ર ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન કરવું તે દરેક મતદારની ફરજ છે તેવો જાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો છે. આ પણ વાંચો : Umreth by election 2026: 33 બુથ પર CAPF ફોર્સ તૈનાત, વેબકાસ્ટિંગથી સતત વોચ રખાઈ રહી છે

Read Full Story arrow_forward