android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News: ગળામાં લૂંગી પહેરતા લોકો સાવધાન! એકના એક યુવાનનું મોત
calendar_today April 23, 2026

Surendranagar News: ગળામાં લૂંગી પહેરતા લોકો સાવધાન! એકના એક યુવાનનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં ખેતીકામ દરમિયાન એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. સાયલાના ગુંદિયાવડા ગામના એક યુવાન ખેડૂતનું ખેતરમાં કામ કરતી વખતે મશીનમાં લૂંગી ફસાઈ જવાને કારણે કરૂણ મોત નીપજ્યું છે. પરિવારના એકના એક લાડકવાયા પુત્રના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અને ગુંદિયાવડા ગામમાં માતમ છવાયો છે.કેવી રીતે બની ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, સાયલા તાલુકાના ગુંદિયાવડા ગામનો યુવાન જીગ્નેશ મેર સેજકપરની સીમમાં આવેલી એક વાડીમાં ઘઉં કાઢવાનું કામ કરી રહ્યો હતો. ઘઉં કાઢવાના હલર મશીન પાસે કામ કરતી વખતે જીગ્નેશે ગળામાં રાખેલી લૂંગી અચાનક ચાલુ મશીનમાં ફસાઈ ગઈ હતી. મશીનની ગતિ એટલી ઝડપી હતી કે, યુવાન કંઈ સમજે તે પહેલા જ તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પરિવારનો આધારસ્તંભ છીનવાયો આ અકસ્માત એટલો ગંભીર હતો કે, યુવાનને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. જીગ્નેશ તેના પરિવારનો એકનો એક પુત્ર અને ઘરનો મુખ્ય આધારસ્તંભ હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ ફાટ્યું છે. હોળી-દિવાળી જેવા તહેવારોના સમયે જ ખેતરમાં કામ કરતા કરતા જીવ ગુમાવતા ગામ આખું હિબકે ચડ્યું છે. પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતા જ સાયલા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે યુવાનના મૃતદેહને કબજે કરી સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. હાલ પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Surendranagar: સુરેન્દ્રનગર શહેરમાં દારૂના બે સ્થળે દરોડામાં બે શખ્સો પકડાયા, બે વોન્ટેડ

Read Full Story arrow_forward
Gandhinagar News: પેથાપુર-મહુડી રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ થતા રસ્તાઓ બન્યા જળબંબાકાર!
calendar_today April 23, 2026

Gandhinagar News: પેથાપુર-મહુડી રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ થતા રસ્તાઓ બન્યા જળબંબાકાર!

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાવાની ઘટના સામે આવી છે. શહેરના પેથાપુર–મહુડી રોડ પર આવેલી પાણીની લાઈન અચાનક ફાટતા હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થયો છે. આ ઘટનાને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને વાહનચાલકો તેમજ સ્થાનિકોને ભારે હાંલાકી ભોગવવાનો વારો આવ્યો છે.રસ્તા પર પાણીની નદીઓ વહી, જનજીવન પ્રભાવિત ઘટનાની મળતી માહિતી અનુસાર, પેથાપુરથી મહુડી તરફ જતા રોડ પર પાણીની લાઈનમાં અચાનક મોટું ભંગાણ પડ્યું હતું. પાઈપલાઈન ફાટવાને કારણે ઉંચા ફુવારા ઉડ્યા હતા અને જોતજોતામાં સમગ્ર માર્ગ પાણી પાણી થઈ ગયો હતો. હજારો લીટર પીવાનું પાણી ગટરમાં વહી ગયું હોવાથી સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહારમાં પણ અવરોધ સર્જાયો હતો. રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ ઘટનાની જાણ થતા જ સંબંધિત વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પાણીનો બગાડ અટકાવવા માટે તાત્કાલિક અસરથી પાણીનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે અને લાઈન રિપેર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, લાઈન રિપેર થતા હજુ થોડો સમય લાગી શકે છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી કાપની પણ સંભાવના છે. આ પણ વાંચો - Gandhinagar : ગિફ્ટ સિટી રોડ પર કેન્દ્રીય વિદ્યાલયની સ્કૂલ વાનપલટી, 15 વિદ્યાર્થીઓ ઘાયલ

Read Full Story arrow_forward
Amit Shahએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું 'TMCનો ભ્રષ્ટાચાર-ગુંડાગીરીનો સૂરજ આથમી ગયો'
calendar_today April 23, 2026

Amit Shahએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું 'TMCનો ભ્રષ્ટાચાર-ગુંડાગીરીનો સૂરજ આથમી ગયો'

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં આથમતા સૂર્યનું દૃશ્ય જોવા મળે છે. આ વીડિયો સાથે તેમણે કૅપ્શનમાં લખ્યું હતું કે “TMCના ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દીનો સૂર્ય અસ્ત થઈ ગયો છે.” આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને વિવિધ પક્ષો દ્વારા પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું અમિત શાહની આ પોસ્ટને ભાજપના સમર્થકો દ્વારા રાજ્યમાં બદલાવના સંકેત તરીકે જોવામાં આવી રહી છે, જ્યારે વિપક્ષી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા આ નિવેદનને રાજકીય પ્રચાર અને આક્રમણ ગણાવવામાં આવ્યું છે. TMCના નેતાઓએ જણાવ્યું છે કે ભાજપ ચૂંટણી દરમિયાન ભ્રમ ફેલાવવા માટે આવા નિવેદનોનો સહારો લઈ રહી છે. પ્રથમ તબક્કાના મતદાનમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હોવાનું ચૂંટણી પંચ દ્વારા જણાવાયું છે. જોકે કેટલાક વિસ્તારોમાં નાના વિવાદ અને રાજકીય તણાવના સમાચાર પણ સામે આવ્યા હતા.વીડિયો પોસ્ટ થયા બાદ રાજકારણ ગરમાયું વીડિયો પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો માહોલ ઉભો થયો છે, જ્યાં સમર્થકો અને વિરોધીઓ વચ્ચે તીખી ચર્ચાઓ જોવા મળી રહી છે. ચૂંટણી પ્રક્રિયા આગળ વધતા હવે રાજકીય નિવેદનો અને પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમથી પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ગરમાવો વધ્યો છે અને આગામી તબક્કાના મતદાન પહેલાં રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર વધુ તેજ બન્યો છે. આ પણ વાંચો : West Bangal Election 2026: હિંસા વચ્ચે બંગાળમાં બંપર વોટિંગ, આસનસોલમાં BJP ઉમેદવાર પર હુમલો

Read Full Story arrow_forward