android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Latest News Live : ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન મથકો પર વેબકાસ્ટિંગથી નજર, 33 બુથ પર સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ તૈનાત
calendar_today April 23, 2026

Latest News Live : ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન મથકો પર વેબકાસ્ટિંગથી નજર, 33 બુથ પર સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ તૈનાત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat: કાપોદ્રાની 3 વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો, સુરત ક્રાઇમ બ્રાન્ચે રતલામ પાસેના અંતરિયાળ વિસ્તારમાંથી બાળકીને શોધી કાઢી
calendar_today April 23, 2026

Surat: કાપોદ્રાની 3 વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો, સુરત ક્રાઇમ બ્રાન્ચે રતલામ પાસેના અંતરિયાળ વિસ્તારમાંથી બાળકીને શોધી કાઢી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ત્રણ વર્ષની માસૂમ બાળકીના અપહરણની ઘટનાએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવ્યો હતો. આ સંવેદનશીલ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ સફળતા મેળવી છે. અપહરણ કરાયેલી બાળકીને મધ્યપ્રદેશના રતલામ ખાતેથી સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી છે.માસૂમ બાળકીના અપહરણની ઘટનાબાળકીનું અપહરણ કરીને આરોપી મધ્યપ્રદેશ તરફ ભાગ્યો હોવાની કડી મળતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ રતલામ રવાના થઈ હતી. રતલામ શહેરથી અંદાજે ૬૦ કિલોમીટર દૂર આવેલા અંતરિયાળ વિસ્તારમાં પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસના વધતા દબાણને જોઈ આરોપી બાળકીને રસ્તામાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે બાળકીનો કબજો મેળવી તેને હેમખેમ સુરત લાવવાની તજવીજ હાથ ધરી છે.આરોપીની શોધખોળ તેજજોકે, મુખ્ય આરોપી પોલીસને થાપ આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો છે, પરંતુ પોલીસે તેની ઓળખ કરી લીધી છે અને તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે. કાપોદ્રા પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાથી એક માસૂમ જીવ બચી ગયો છે.આ પણ વાંચો: Jamnagar: રણમલ તળાવમાં બે કિશોરો કાળનો કોળિયો બન્યા, ગઈકાલથી ગુમ થયેલા બાળકોના તળાવમાંથી મૃતદેહ મળ્યા

Read Full Story arrow_forward
Vadodara: ફૂલબાગ ચોકડી પર કાળ બનીને ધસી આવ્યું ડમ્પર, બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
calendar_today April 23, 2026

Vadodara: ફૂલબાગ ચોકડી પર કાળ બનીને ધસી આવ્યું ડમ્પર, બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

વડોદરા જિલ્લાના પાદરા શહેરમાં આજે ફરી એકવાર બેફામ દોડતા ભારે વાહનોએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. પાદરાની વ્યસ્ત ગણાતી ફૂલબાગ ચોકડી પર એક ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ડમ્પરના ટાયર નીચે આવી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.પાદરામાં ભારે વાહનોનો આતંકમળતી માહિતી મુજબ, પાદરાની ફૂલબાગ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા બાઈક ચાલકને પૂરઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવાર સીધો ડમ્પરના પૈડા નીચે આવી ગયો હતો, જેના કારણે તેનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.ટ્રાફિક જામ અને લોકરોષઅકસ્માતને પગલે પાદરા-જંબુસર હાઈવે પર આવેલી ફૂલબાગ ચોકડી પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે પાદરાના આંતરિક રસ્તાઓ પર ભારે વાહનો બેફામ ગતિએ દોડતા હોવાથી અવારનવાર આવી જાનહાનિ સર્જાતી રહે છે.આ પણ વાંચો: Surat: કાપોદ્રાની 3 વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો, સુરત ક્રાઇમ બ્રાન્ચે રતલામ પાસેના અંતરિયાળ વિસ્તારમાંથી બાળકીને શોધી કાઢી

Read Full Story arrow_forward