android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi: નાની વાવડી ગામે ખોટી ઉઘરાણીના નામે મહિલા વેપારી સાથે માથાકૂટ, લોકો પર સ્કોર્પિયો ચડાવવાનો પ્રયાસ
calendar_today April 23, 2026

Morbi: નાની વાવડી ગામે ખોટી ઉઘરાણીના નામે મહિલા વેપારી સાથે માથાકૂટ, લોકો પર સ્કોર્પિયો ચડાવવાનો પ્રયાસ

મોરબીના નાની વાવડી ગામે મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવતા ચકચાર મચી ગઈ છે. ખોટી ઉઘરાણીના બહાને મહિલા વેપારી સાથે માથાકૂટ કરી દાદાગીરી કરનાર બે શખ્સો સામે મોડી રાત્રે એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપીઓ લોકો પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.નાની વાવડી ગામે અસામાજિક તત્વોએ આતંકમળતી માહિતી મુજબ, નાની વાવડી ગામે વ્યવસાય કરતા મયુરીબેન રૂપાલા નામના મહિલા વેપારીની દુકાને મહેશ સવશેતા અને જગદીશ સવશેતા નામના બે શખ્સો ધસી આવ્યા હતા. આ શખ્સોએ ખોટી ઉઘરાણીના નામે મહિલા સાથે ઉગ્ર બોલાચાલી કરી દાદાગીરી શરૂ કરી હતી. મામલો બિચકતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.CCTVમાં કેદ થયો આતંકલોકો એકઠા થતા ઉશ્કેરાયેલા મહેશ અને જગદીશે પોતાની સ્કોર્પિયો ગાડી ત્યાં હાજર લોકો પર ચડાવવાનો ભયાનક પ્રયાસ કર્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ શખ્સોની આતંક મચાવતી કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.પોલીસ કાર્યવાહીઘટનાની ગંભીરતાને જોતા રાત્રે જ સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મયુરીબેન રૂપાલાની ફરિયાદના આધારે પોલીસે મહેશ સવશેતા અને જગદીશ સવશેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવા તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે.આ પણ વાંચો: Ahmedabad: સરદારનગરમાં PCBની ટીમે દરોડો પાડી વિદેશી દારૂનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો, કુલ 1.84 લાખનો મુદ્દામાલ જપ્ત

Read Full Story arrow_forward
Weather News: અમદાવાદ મહાનગર પાલિકાએ 29 એપ્રિલ સુધી ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું
calendar_today April 23, 2026

Weather News: અમદાવાદ મહાનગર પાલિકાએ 29 એપ્રિલ સુધી ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું

ગુજરાતમાં આજે ગરમીનું જોર વધશે. તાપમાનનો પારો આજે 41થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં 38.2, કંડલામાં 38, વડોદરામાં 39.4 અને સુરતમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ અમદાવાદ મહાનગર પાલિકાએ 29 એપ્રિલ સુધી ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. 29 એપ્રિલ સુધી ગરમીનું યલો એલર્ટ જાહેર અમદાવાદમાં ગરમીનો પારો ઊંચે ચઢી રહ્યો છે. ત્યારે આજથી 29 એપ્રિલ સુધી અમદાવાદ મહાનગર પાલિકાએ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રી પાર પહોંચશે. મહાનગર પાલિકાએ લોકોને સાવધાની રાખવા માટે અપીલ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 24થી 26 એપ્રિલ દરમિયાન ગરમીમાં વધારો થશે. પવનોની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે. સવારે ગરમી અને રાત્રે ઉકળાટ રહેશે. રાજ્યમાં 41 થી 43 ડિગ્રી તાપમાન રહેશે. 26 એપ્રિલે રાજ્યમાં 42થી 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે. 149 વર્ષ બાદ દેશમાં ભારે ગરમીની આગાહી દેશમાં છેલ્લા 149 વર્ષ બાદ ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારે ગરમીની શક્યતા દર્શાવાઈ છે. આ વર્ષે તાપમાન 48થી 50 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીની સૌથી વધુ અસર વર્તાશે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ગરમીમાં વધારો થઈ શકે છે.આ પણ વાંચોઃ Local body election: માળીયા મિયાણા પાલિકામાં 20 વર્ષથી કોંગ્રેસનું એકહથ્થું શાસન, હવે ખેલાશે ત્રિપાંખીયો જંગ

Read Full Story arrow_forward
Surat: સચિન સેઝમાં DRI ના દરોડામાં કરોડોની જ્વેલરી સીઝ, એક્સપોર્ટ થતા 16 પાર્સલ અટકાવ્યા
calendar_today April 23, 2026

Surat: સચિન સેઝમાં DRI ના દરોડામાં કરોડોની જ્વેલરી સીઝ, એક્સપોર્ટ થતા 16 પાર્સલ અટકાવ્યા

સુરતના સચિન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) માં DRI દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. DRI ની ટીમે શંકાના આધારે વિદેશ એક્સપોર્ટ થઈ રહેલી કરોડોની કિંમતની જ્વેલરી સીઝ કરી છે. આ કાર્યવાહીને પગલે સેઝના જ્વેલરી એકમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.સચિન સેઝમાં DRI ના દરોડામળતી માહિતી મુજબ, DRI ને બાતમી મળી હતી કે સચિન સેઝમાંથી વિદેશ મોકલવામાં આવી રહેલા જ્વેલરીના પાર્સલમાં ગેરરીતિ થઈ રહી છે. આ બાતમીના આધારે ટીમે દરોડો પાડીને વિદેશ જઈ રહેલા 16 જેટલા પાર્સલો અટકાવી દીધા હતા. આ પાર્સલોમાં કરોડોની કિંમતની જ્વેલરી હોવાનું જાણવા મળ્યું છે, જેને હાલ તપાસ અર્થે સીઝ કરવામાં આવી છે.જ્વેલરીના 16 પાર્સલ સીઝ કરાયાપ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, હોંગકોંગથી હીરા મંગાવવામાં આવ્યા હતા અને તેની જ્વેલરી બનાવીને ફરીથી વિદેશ એક્સપોર્ટ કરવાની તૈયારી હતી. આ પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ અને કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે કે કેમ, તે દિશામાં DRI એ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: Morbi: નાની વાવડી ગામે ખોટી ઉઘરાણીના નામે મહિલા વેપારી સાથે માથાકૂટ, લોકો પર સ્કોર્પિયો ચડાવવાનો પ્રયાસ

Read Full Story arrow_forward