Dahod: આશા મેચિંગ સેન્ટરમાં મહિલાની નજર ચૂકવી પર્સમાંથી 1.27 લાખના દાગીના ચોરાયા, મહિલા ઠગ ગેંગ સક્રિય?
દાહોદ શહેરના વ્યસ્ત ગણાતા એમ.જી. રોડ પર આવેલી એક દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ અન્ય મહિલાના પર્સ પર હાથફેરો કરી 1.27 લાખના સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના બની છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ તેજ કરી છે.ઘટનાની વિગત મળતી માહિતી મુજબ, એમ.જી. રોડ પર આવેલા 'આશા મેચિંગ સેન્ટર'માં એક મહિલા ખરીદી કરવા માટે આવી હતી. આ દરમિયાન દુકાનમાં પાંચ મહિલાઓ પણ આવી હતી. ભીડનો લાભ લઈને આ પાંચ પૈકીની એક મહિલાએ અત્યંત ચપળતાપૂર્વક ફરિયાદી મહિલાના પર્સની ચેન ખોલી નાખી હતી. આરોપી મહિલા પર્સમાં રાખેલું સોનાનું મંગળસૂત્ર અને સોનાની વીંટી કાઢીને ગણતરીની મિનિટોમાં દુકાનમાંથી ફરાર થઈ ગઈ હતી. પોલીસ કાર્યવાહી ભોગ બનનાર મહિલાને પર્સમાંથી દાગીના ગાયબ હોવાની જાણ થતા જ દુકાનમાં અફરાતફરી મચી ગઈ હતી. ચોરી થયેલા દાગીનાની કુલ કિંમત અંદાજે ₹1.27 લાખ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. દાહોદ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા દુકાન અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે જેથી શંકાસ્પદ મહિલાઓની ઓળખ કરી શકાય. જાહેર સ્થળો અને બજારોમાં મહિલાઓની સુરક્ષાને લઈને આ ઘટનાએ ચિંતા જન્માવી છે.આ પણ વાંચો ---- Local body election 2026 : DGPનો એક્શન પ્લાન જાહેર, 60 હજારથી વધુ જવાનો તૈનાત અને 1251 બૂથ અતિસંવેદનશીલ
Read Full Story arrow_forward