Local body election 2026 : ખેડામાં સરકારી કચેરીમાં જ ઊભું કરાયું નકલી મતદાન મથક, હોમગાર્ડ જવાનો પાસે સામુહિક મતદાન કરાવતા ચકચાર
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે વહીવટી તંત્રની છબી ખરડાય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની કચેરીમાં જ નકલી મતદાન મથક બનાવી હોમગાર્ડ જવાનો પાસે ગેરકાયદેસર રીતે મતદાન કરાવવામાં આવતું હોવાનો આરોપ લગાવાયો છેકચેરીની અંદર જ એક ખાનગી વ્યવસ્થા મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રણવ સાગર દ્વારા કચેરીની અંદર જ એક ખાનગી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ નકલી મતદાન કેન્દ્ર માટે પૂંઠાની મદદથી મતદાન કુટીર અને પૂંઠાની જ મતપેટી બનાવવામાં આવી હતી. અહીં હોમગાર્ડના જવાનો પાસે સામૂહિક રીતે બેલેટ પેપર દ્વારા મતદાન કરાવી તે પેટીમાં નખાવવામાં આવતું હતું. સરકારી કચેરીમાં આ પ્રકારે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિને કારણે રાજકીય આલમમાં હોબાળો મચી ગયો છે. ફરિયાદ અને તપાસ આ ગેરરીતિની જાણ થતા જ વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પરીખ અને અન્ય ઉમેદવાર છાયા પ્રજાપતિએ ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. લોકશાહીની પ્રક્રિયા સાથે ચેડાં કરવાના આ ગંભીર પ્રયાસ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.આ પણ વાંચો--- Local body election 2026 : DGPનો એક્શન પ્લાન જાહેર, 60 હજારથી વધુ જવાનો તૈનાત અને 1251 બૂથ અતિસંવેદનશીલ
Read Full Story arrow_forward