android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand : સોજીત્રામાં શાકભાજીના વેપારીની હત્યાથી ચકચાર, પેટ્રોલ પંપ પાસે મળેલી લાશમાં હત્યાનો ગુનો નોંધાયો
calendar_today April 22, 2026

Anand : સોજીત્રામાં શાકભાજીના વેપારીની હત્યાથી ચકચાર, પેટ્રોલ પંપ પાસે મળેલી લાશમાં હત્યાનો ગુનો નોંધાયો

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડભોઉ ગામ પાસે ગત 16 એપ્રિલના રોજ મળી આવેલી લાશ મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. ડભોઉ નાયરા પેટ્રોલ પંપ નજીકથી મળી આવેલી 38 વર્ષીય યુવાનની લાશ કુદરતી મૃત્યુ નહીં પરંતુ હત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે પોલીસે હવે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.ઘટનાની વિગત મૃતક ગોપાલભાઈ જીકાભાઈ સોલંકી (ઉં.વ. ૩૮) પેટલાદ તાલુકાના પાળજ ગામના વહાણવટીપુરા વિસ્તારમાં રહેતા હતા અને શાકભાજીનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 16 એપ્રિલના રોજ રાત્રિના સમયે તેઓ હંમેશ મુજબ શાકભાજી લેવા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ ત્યારબાદ તેમનો મૃતદેહ સોજીત્રાના ડભોઉ પેટ્રોલ પંપ નજીકથી મળી આવ્યો હતો. પોલીસ તપાસ અને કાર્યવાહી શરૂઆતમાં આકસ્મિક મૃત્યુ લાગતી આ ઘટનામાં પોલીસને શંકા જતાં ઊંડી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગોપાલ સોલંકીની હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થયું છે. મૃતક ત્રણ બાળકોના પિતા હતા, તેમની હત્યાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પાળજ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સોજીત્રા પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે પેટ્રોલ પંપ અને આસપાસના રસ્તાઓના CCTV ફૂટેજ કબજે કર્યા છે અને શકમંદોની પૂછપરછ શરૂ કરી છે. આ પણ વાંચો----     Local body election 2026 : DGPનો એક્શન પ્લાન જાહેર, 60 હજારથી વધુ જવાનો તૈનાત અને 1251 બૂથ અતિસંવેદનશીલ

Read Full Story arrow_forward
Delhi : IRSની દિકરીની હત્યા કરનારા આરોપીની પોલીસે કરી ધરપકડ
calendar_today April 22, 2026

Delhi : IRSની દિકરીની હત્યા કરનારા આરોપીની પોલીસે કરી ધરપકડ

દેશની રાજધાની નવી દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં થયેલા ચોંકાવનારા હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. IRS અધિકારીની 22 વર્ષીય પુત્રીની હત્યાના મુખ્ય આરોપી રાહુલ મીણાને પોલીસે ધરપકડ કરી લીધી છે. તેને દ્વારકાના એક હોટેલમાંથી પકડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ મુજબ, રાહુલ મીના અગાઉ આ IRS અધિકારીના ઘરે નોકરી કરતો હતો, પરંતુ લગભગ બે મહિના પહેલા તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ઘટનાના દિવસે યુવતીના માતા-પિતા સવારે વોક માટે બહાર ગયા હતા ઘટના બાદથી જ પોલીસને તેના પર શંકા હતી. CCTV ફૂટેજના આધારે તેની ઓળખ પક્કી કરવામાં આવી. માહિતી મુજબ, આરોપી સાંજે લગભગ 6:30 વાગ્યે કોલોનીમાં દાખલ થયો અને 6:39 વાગ્યે ઘરમાં પ્રવેશ કર્યો. આશરે 7:20 વાગ્યે તે ત્યાંથી નીકળી ગયો હતો. ઘટનાના દિવસે યુવતીના માતા-પિતા સવારે વોક માટે બહાર ગયા હતા. આ દરમિયાન આરોપીએ ઘરમાં ઘુસી મોબાઈલ ચાર્જિંગ કેબલથી યુવતીનું ગળું ઘુંટીને હત્યા કરી. યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. બળાત્કાર, હત્યા અને લૂંટ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા પહેલા યૌન શોષણ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર, હત્યા અને લૂંટ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપ છે કે તે ઘરમાંથી લગભગ 2.5 લાખ રૂપિયા લઈ ભાગ્યો હતો. આ કેસ ઉકેલવા માટે દિલ્હી પોલીસે 15 ટીમો બનાવીને દિલ્હી અને રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં તપાસ ચલાવી હતી. અંતે સંયુક્ત ઓપરેશનમાં તેને ઝડપી પાડવામાં આવ્યો. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી નોકરીમાંથી કાઢી મૂકવાથી નારાજ હતો અને બદલો લેવા માટે આ ભયાનક ગુનો કર્યો હતો. આ પણ વાંચો : Mallikarjun Khargeને ચૂંટણી પંચે ફટકારી નોટિસ, PM મોદીને કહ્યું હતું 'આતંકવાદી'

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ DGPનું નિવેદન, 60 હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્તમાં રહેશે
calendar_today April 22, 2026

Gujarat Latest News Live : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ DGPનું નિવેદન, 60 હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્તમાં રહેશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward