android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dabhoi: ડભોઇના કનાયડા - ગામડી રેલવે ઓવરબ્રિજ પર ખાડાનું સામ્રાજ્ય
calendar_today April 22, 2026

Dabhoi: ડભોઇના કનાયડા - ગામડી રેલવે ઓવરબ્રિજ પર ખાડાનું સામ્રાજ્ય

ડભોઇથી ચાણોદ, રાજપીપળા અને પ્રસિદ્ધ યાત્રાધામ પોઈચાને જોડતા મુખ્ય માર્ગ પર કનાયડા ગામડી પાસે આવેલો રેલવે ઓવરબ્રિજ હાલ વાહનચાલકો માટે આશીર્વાદને બદલે આફત સમાન બન્યો છે, બ્રિજ ઉતરતી વખતે જ હાઈવે પર પડેલા વિશાળ ખાડાઓના કારણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે, છતાં સ્ટેટ હાઈવે વિભાગ તેના સામે આંખ આડા કાન કરી રહ્યો છે. આ રોડ પરથી રોજના હજારો પ્રવાસીઓ પસાર થાય છે,જેમના માટે આ સફર જોખમી બની રહી છે. આ રોડ ગુજરાતના પ્રવાસન માટે પણ અત્યંત મહત્વનો છે, ડભોઇથી રાધિકા તરફ જતો આ માર્ગ ચાણોદ, રાજપીપળા અને પોઈચાને જોડે છે. રોજ હજારોની સંખ્યામાં નાની-મોટી ગાડીઓ અને પ્રવાસીઓની બસો અહીંથી પસાર થાય છે. રાત્રિ દરમિયાન પૂરતી લાઈટના અભાવે વાહનચાલકોને આ ખાડા દેખાતા નથી, જેના કારણે અચાનક બ્રેક મારતા પાછળ આવતા વાહનો અથડાવા કે ગાડી પલટી ખાવાના બનાવો બની રહ્યા છે. બ્રિજ પરથી પૂરઝડપે ઉતરતી ગાડી જો અચાનક આ મોટા ખાડામાં ખાબકે, તો ટાયર ફાટવા અથવા બેલેન્સ બગડવાથી મોટી જાનહાનિ થઈ શકે છે. રોષે ભરાયેલા વાહન ચાલકો દ્વારા તાકિદે આ સમસ્યાના નિરાકરણની માંગ કરાઈ રહી છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની માંગ છે કે, સ્ટેટ હાઈવેના અધિકારીઓ તુરંત સ્થળ મુલાકાત લે બ્રિજની આસપાસના તમામ જીવલેણ ખાડાઓનું પેચવર્ક કરવામાં આવે, ભવિષ્યમાં આવા ખાડા ન પડે તે માટે કાયમી ધોરણે રસ્તાનું રિસફ્રેસિંગ કરાય, ચોમાસા પહેલા જો આ ખાડાઓ પૂરવામાં નહીં આવે, તો વરસાદમાં સ્થિતિ વધુ બદતર બનશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur: મતદાન જાગૃતિ માટે મહેંદી દ્વારા બહેનોના હાથ ઉપર સૂત્રો લખાયા
calendar_today April 22, 2026

Chhota Udepur: મતદાન જાગૃતિ માટે મહેંદી દ્વારા બહેનોના હાથ ઉપર સૂત્રો લખાયા

નસવાડી તાલુકાના આકોના ગામે સખી મંડળની બહેનો દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખો, કાર્યક્રમ યોજાયો હતો. લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારીને સમજતા સખી મંડળની બહેનો દ્વારા મહેંદી જેવા પરંપરાગત કળાત્મક માધ્યમનો ઉપયોગ કરીને મતદાન અંગેના મહત્વપૂર્ણ સંદેશાઓ લોકોને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન બહેનો દ્વારા પોતાના હાથ પર તેમજ ગામની અન્ય મહિલાઓના હાથ પર મહેંદી વડે વિવિધ મતદાન જાગૃતિના સૂત્રો લખવામાં આવ્યા હતા. મારો મત - મારું અધિકાર, પ્રથમ મતદાન, પછી જ અન્ય કામ, દરેક મત મૂલ્યવાન છે, જાગૃત નાગરિક બનવા મતદાન જરૂરી છે જેવા સૂત્રો દ્વારા લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અનોખી પહેલ ગામના લોકોમાં ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓમાં ખૂબ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સખી મંડળની બહેનો ગામના અલગ-અલગ વિસ્તારોમાં જઈને ઘરેઘરે સંપર્ક કરી મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે લોકોમાં મતદાન માત્ર અધિકાર જ નહીં પરંતુ ફરજ પણ છે તે સમજાવ્યું હતું. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને પ્રોત્સાહિત કરીને તેઓને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય રીતે જોડાવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: ડભોઇના વેરાઈ માતા વસાહત પાસેના બિસમાર નાળાંથી વાહનચાલકો પરેશાન
calendar_today April 22, 2026

Dabhoi: ડભોઇના વેરાઈ માતા વસાહત પાસેના બિસમાર નાળાંથી વાહનચાલકો પરેશાન

ડભોઇના વેરાઈ માતા વસાહતથી શહેર તરફ આવતા મુખ્ય માર્ગ પર આવેલું નાળું છેલ્લા ઘણા સમયથી બેસી જતાં સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નાળાની નીચેથી વરસાદી કાંસ પસાર થતી હોવાથી, જો વહેલી તકે તેનું સમારકામ કરવામાં નહીં આવે તો ચોમાસામાં મોટી દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.તંત્રની કામચલાઉ નીતિથી હાલાકી ગત ચોમાસા દરમિયાન આ નાળાનો એક મોટો ભાગ જમીનમાં બેસી ગયો હતો. તે સમયે તંત્ર દ્વારા માત્ર કપચી (મેટલ) નાખીને કામચલાઉ થીગડું મારવામાં આવ્યું હતું. રસ્તા પર વેરાયેલી કપચીના કારણે વાહનચાલકોના ટાયરમાં પંચર પડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. નાળું બેસી ગયેલું હોવાથી રાત્રિના સમયે અજાણ્યા વાહનચાલકો ખાડામાં પટકાય તેવી સ્થિતિ છે. નાળાની નીચેથી કાંસ વહેતી હોવાથી સ્ટ્રક્ચર નબળું પડયું છે, જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. જેથી ચોમાસા પહેલા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સ્થાનિકો દ્વારા માગ કરાઈ છે. તેમજ આ નાળાનું રીપેરીંગ કરવા, અથવા નવું નાળું બનાવવા માગ કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward