android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal: ગૌચરની જમીનમાં ગેરકાયદે ખોદકામ કરી મોટાપાયે થતી માટીની ચોરી
calendar_today April 22, 2026

Panchmahal: ગૌચરની જમીનમાં ગેરકાયદે ખોદકામ કરી મોટાપાયે થતી માટીની ચોરી

કાલોલ તાલુકાના વરવાળા પંચાયતમાં ગેરકાયદે ચાલતા ઈંટોના ભઠ્ઠા બાબતે અવારનવાર ફરિયાદો ઉઠતી રહે છે, પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા તેમની સામે ક્યારેય અસરકારક પગલાં લેવાયા નથી. જે મધ્યે તાજેતરમાં વરવાળા ગામમાં વધુ એક વખત ગૌચર જમીનને ખોદી નાખીને માટી ચોરીની ફરિયાદ ઉઠવા પામી છે.વરવાળા ગામના સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર પંચાયતમાં ખુલ્લેઆમ ગૌચરની જમીન ખોદીને તેની માટી ઇંટો બનાવવા ભઠ્ઠાવાળાઓ ચોરી રહ્યા છે. જે પૈકી બે વીઘા જેટલી જમીનમાં પાંચ ફૂટ કરતા ઊંડું ખોદકામ થઇ ગયું હોવાનું પણ સામે આવ્યું છે. આટલી વિપુલ માત્રામાં ગૌચર જમીનમાં માટી ખનન કરાયું, ત્યાં સુધી સરપંચ અને તલાટી અજાણ હોવાનું જાણવા મળે છે. સરકારી ગૌચર જમીનમાંથી માટી ચોરાતી હોવાને પગલે ગામ લોકોએ તલાટીને જાણ કરી ત્યારે તલાટીની ઊંઘ ઉડી હતી અને માટી ચોરી કરતા તત્વોને નોટિસ આપી સંતોષ માન્યો હતો. તેનાથી વધુ કોઈ પગલાં લેવાયા નથી. ઉલ્લેખનીય છે કે, ગામની આસપાસ આવી સો એકર જમીનમાં ખોદકામ કરી માટી ચોરી થઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ચોમેર થયેલા માટી ખનનને પગલે ખેડૂતોને તેમના ખેતરમાં જવું આવવું પણ મુશ્કેલ બની ગયું છે. જેથી અહીં ખુલ્લેઆમ ધમધમતા ગેરકાયદે ભઠ્ઠાઓ અને માટી ખનન કરતા તત્વો સામે અસરકારક કાર્યવાહી કરવા સ્થાનિક ખેડૂતોએ માંગ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod: ઓવરબ્રિજના સર્વિસ રોડ પસાર થતાં ભારદારી વાહનોથી અકસ્માતનો ભય
calendar_today April 22, 2026

Dahod: ઓવરબ્રિજના સર્વિસ રોડ પસાર થતાં ભારદારી વાહનોથી અકસ્માતનો ભય

દેવગઢબારીઆ તાલુકાના પીપલોદ સરકારી દવાખાના ઓવરબ્રિજના સર્વિસ રોડ પરથી પસાર થતાં ભારદારી વાહનોને કારણે છાસવારે સર્જાતા અકસ્માતના બનાવોને પગલે સ્થાનિકો દ્વારા ભારદારી વાહનો માટે રામદેવ મંદિરથી સર્વિસ રોડ પર પસાર થવાનો નિયમ બનાવવા માગ કરાઈ છે.દેવગઢબારીઆ તાલુકાના પીપલોદ ગામેથી અમદાવાદ - ઇન્દોર નેશનલ હાઇવે પસાર થાય છે. જે બાયપાસ હાઇવે ઉપર પીપલોદ - બારીઆ રોડ ઉપર ઓવર બ્રિજ બનાવવામાં આવેલ છે. જે ઓવર બ્રિજ ઉપર દિવસ રાત સતત રેતી ભરેલા ભારદારી વાહનો પસાર થતા હોય છે. આ ભારદારી વાહનો દેવગઢબારીઆથી પીપલોદ ઓવર બ્રિજ પસાર કરી ત્યાંથી સર્વિસ રોડ જવા માટે સરકારી દવાખાના સામેથી સીધા વળાંક સાથે દાહોદ તરફ જવાનાં સર્વિસ રોડ ઉપર જતા હોય છે. જયારે આ વાહનો ત્યાંથી વળાંક લેતા હોય છે, તે સમયે ઘણીવાર વધારે વજનના કારણે ટાયર ફટવાથી ગાડીઓ ત્યાં ઉભી રહી જતી હોય છે, અને ક્યારેક આવા સમયે મોટો અકસ્માત થવાની પણ શક્યતા રહેલી છે. રેતી ભરેલા ભારદારી વાહનો ઓવરબ્રિજ ઉપરથી નહીં આવતા રામદેવ મંદિરથી સર્વિસ રોડ ઉપર થઈને નેશનલ હાઇવે ઉપર પણ જઈ શકાય તેમ છે, છતાંય અંતર ઘટાડવા માટે ડ્રાઇવરો ઓવર બ્રિજ પસાર કરી સર્વિસ રોડ જતા હોય છે. જેથી રોજબરોજ નાના મોટા અકસ્માત થતા હોય છે. જેથી તંત્ર દ્વારા ભારદારી વાહનો ઓવરબ્રિજ ઉપર પસાર થતા બંધ કરાવી રામદેવ મંદિરથી સર્વિસ રોડ પસાર કરાવવા માગ કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod: મંદિરો પાસે રાત્રિ સમયે દારૂની મહેફિલો જામતી હોવાની ફરિયાદો
calendar_today April 22, 2026

Dahod: મંદિરો પાસે રાત્રિ સમયે દારૂની મહેફિલો જામતી હોવાની ફરિયાદો

ગરબાડા નગરના રામનાથ સરોવર કિનારે મંદિરો પાસે રાત્રિ સમયે દારૂની મહેફિલો જામતી હોવાની ફરિયાદો સાથે આ વિસ્તારમાં દારૂની ખાલી બોટલો અને બિયરના ટીનનો ઢગલો જોવા મળતાં મંદિરમાં દર્શને આવતાં શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દૂભાઈ રહી છે, તેમજ આ મામલે વહેલીતકે પગલાં લેવા માગ કરાઈ રહી છે.ગરબાડાના રામનાથ સરોવર કિનારે દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, ગ્રામજનો સવારે અને સાંજે આ મંદિરોમાં દર્શનાર્થે આવે છે. ત્યારે આ ધાર્મિક સ્થળોની આસપાસ રાત્રિ સમયે કેટલાક તત્વો મહેફિલ માંડવા આવતાં હોવાથી આ વિસ્તાર દારૂડિયાઓનો અડ્ડો બની ગયો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. હાલ લગ્નની મોસમ ચાલી રહી છે, ત્યારે કેટલાક તત્વો રાત્રિ સમયે અવાવરૂ બની જતાં આ વિસ્તામાં દારૂની મહેફ્લિ માણવા આવી ચઢે છે, તેમજ તે બાદ ખાલી બોટલો અને બીયરના ટીન ત્યાં જ ફેંકી દેતાં હોઈ મંદિરોની આસપાસ દારૂની બોટલો અને બીયરના ટીન પડેલા જોવા મળે છે. ભૂતકાળમાં પણ મંદિર પરિસર પાસે પોલીસ પોઈન્ટની માંગ કરાઈ હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે. આ જ રીતે ગરબાડાના સિમલિયા બુઝર્ગ મુખ્ય પ્રાથમિક શાળાના પરીસરમાં પણ બિયરના ખાલી ટીન મળવાની ઘટના પણ સામે આવી છે, જેને લઈને બાળકોના ભવિષ્ય સામે ચિંતા વર્તાઈ રહી છે. ત્યારે તાલુકામાં વધી રહેલી દારૂની બદી સામે પોલીસ તંત્ર દ્વારા પગલાં લેવા માગ કરાઈ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward