Mehsana News: સોસાયટીના નરાધમ વોચમેને વેકેશનમાં મામાના ઘરે આવેલી બાળકીની છેડતી કરી
મહેસાણા શહેરમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જ્યાં સોસાયટીની સુરક્ષા માટે રાખવામાં આવેલા વોચમેને જ એક માસૂમ બાળકીની છેડતી કર્યાનો બનાવ સામે આવ્યો છે. મામાના ઘરે વેકેશન માણવા આવેલી 8 વર્ષની બાળકી સાથે સોસાયટીના આધેડ વયના વોચમેને બીભત્સ ચેનચાળા કરી છેડતી કરતા ચકચાર મચી ગઈ છે. ચોકલેટની લાલચ આપી બીભત્સ ચેનચાળા કર્યા મૂળ કુકસ ગામનો વતની અને છેલ્લા 15 વર્ષથી આ સોસાયટીમાં વોચમેન તરીકે ફરજ બજાવતો 55 વર્ષીય મણી લક્ષ્મણભાઈ રાવતે સોસાયટીમાં રમી રહેલી બાળકીને લાલચ આપીને પોતાની પાસે બોલાવી હતી. ત્યાર બાદ તેણે એકાંતનો લાભ લઈ બાળકી સાથે અશોભનિય વર્તન કર્યું હતું. તેણે બાળકીને ધમકી આપતાં કહ્યું હતું કે, જો કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ. બાળકીએ હિંમત દાખવી આ સમગ્ર વાત પોતાના પરિવારને જણાવી હતી. ગણતરીના કલાકોમાં નરાધમ મણી રાવતની ધરપકડ બાળકીના પરિવારે તાત્કાલિક મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા સોસાયટીના CCTV ફૂટેજ તપાસ્યા હતા.જેમાં વોચમેનની કરતૂત કેદ થઈ ગઈ હતી.પુરાવા મળતા જ પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ મણી રાવતની ધરપકડ કરી લીધી હતી.પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટની ગંભીર કલમો સહિત છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.આ પણ વાંચોઃ Gujarat Weather News: આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી, 25 એપ્રિલ બાદ ગરમીમાં વધારો થશે
Read Full Story arrow_forward