android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : સિંગર કાજલ મહેરિયાએ લગ્નને લઈને મૌન તોડ્યું, મે મારી મરજીથી લગ્ન કર્યા છે, મારા પરિવારે કરેલા આક્ષેપોને ફગાવુ છું
calendar_today April 21, 2026

Gujarat Latest News Live : સિંગર કાજલ મહેરિયાએ લગ્નને લઈને મૌન તોડ્યું, મે મારી મરજીથી લગ્ન કર્યા છે, મારા પરિવારે કરેલા આક્ષેપોને ફગાવુ છું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Mehsana News: મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, કોઈ આ મુદ્દે બોલશે તો કાયદેસરની કાર્યવાહી થશે: સિંગર કાજલ મહેરિયા
calendar_today April 21, 2026

Mehsana News: મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, કોઈ આ મુદ્દે બોલશે તો કાયદેસરની કાર્યવાહી થશે: સિંગર કાજલ મહેરિયા

તાજેતરમાં સિંગર કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા મામલો બિચક્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં બંને સમાજ સામ સામે આવી ગયા હતાં. ત્યાર બાદ કિંજલ પોતાના માતાપિતાના ઘરે આવી ગઈ હતી. હવે વધુ એક સિંગરે લગ્ન કરતાં વિવાદ સામે આવ્યો છે. સિંગર કાજલ મહેરિયાએ અન્ય સમાજમાં લગ્ન કરી લેતા વિવાદ વકર્યો છે. તેના ભાઈએ આ લગ્નનને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જ્યારે તેની માતાએ પણ આ લગ્ન આર્થિક ફાયદા માટે થયા હોય તેવો આક્ષેપ કર્યો છે. કાજલે એક વીડિયો જાહેર કરીને મૌન તોડ્યું સિંગર કાજલ મહેરિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેણે લગ્નના વિવાદ પર એક વીડિયો જાહેર કરીને મૌન તોડ્યું છે. તેણે વીડિયો મારફતે કહ્યું હતું કે, ઘણા સમયથી મારા લગ્નને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ઘરની વાત ઘરમાં રહે તે માટે મેં બોલવાનું ટાળ્યું છે. મેં મારી મરજીથી પુખ્તવયે અલ્પેશ સાથે લગ્ન કર્યાં છે. કોઈ દબાણ અને ધમકીથી લગ્ન નથી કર્યા. ભારતીય બંધારણ પ્રમાણે મેં લગ્ન કર્યા છે. દોઢ વર્ષથી મારા અને અલ્પેશ વચ્ચેના સંબંધોને લઈને મારા પરિવારને જાણ કરી હતી. પરિવારને તે મંજૂર નહોતુ. હવે કોઇ આ વિષય પર બોલશે તો કાયદાકીય કાર્યવાહી થશે કાજલે વીડિયોમાં કહ્યું હતું કે, મેં મારા ભવિષ્ય માટે જાતે જ નિર્ણય લીધો છે. મારો પહેલો અને છેલ્લો જવાબ આ જ છે. સમાજ કે વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી. સનાતન ધર્મમાં માનું છું એટલે સનાતનીઓ મને સમર્થન આપે. મારા પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો હું ફગાવું છું. મારા પતિ અલ્પેશ અને તેના પરિવારને ધમકીઓ અપાઇ રહી છે.આ જ મારો છેલ્લો નિર્ણય છે.આ મારો છેલ્લો જવાબ છે અના પછી હું કશું નહી કહુ. હવે કોઇ આ વિષય પર બોલશે તો કાયદાકીય કાર્યવાહી થશે. યુવકના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા કાજલની માતાએ એક વીડિયો મારફતે કહ્યું હતું કે, યુવકના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. માતાએ વીડિયો જાહેર કરીને પ્રતિક્રિયા આપી છે. મારી દીકરી ક્યારેય આવા લગ્ન ના કરે. છોકરો મારા ત્યાંથી 200 રૂપિયા બક્ષિસ લેતો હતો. લગ્ન પાછળ આર્થિક કારણ હોઈ શકે છે. આ બનાવ કઈ રીતે બન્યો તેનો મને ખ્યાલ નથી. છોકરાનો પરિવાર પૈસા માટે ગેમ રમે છે. આ પણ વાંચોઃ Dahod News: આભલોડ ગામમાં લગ્ન પ્રસંગના જમણવાર બાદ 400 લોકોને ખોરાકી ઝેરની અસર

Read Full Story arrow_forward
Gujarat Weather News: આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી, 25 એપ્રિલ બાદ ગરમીમાં વધારો થશે
calendar_today April 21, 2026

Gujarat Weather News: આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી, 25 એપ્રિલ બાદ ગરમીમાં વધારો થશે

ચૂંટણીના માહોલ વચ્ચે આગામી સાત દિવસ એટલે કે 27મી એપ્રિલ સોમવાર સુધી પારો 43 ડિગ્રી રહેવાની હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરાઈ છે. બીજી તરફ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે માવઠાની શક્યતાઓ વચ્ચે ગરમીમાં પણ વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 26 એપ્રિલે તાપમાન 43 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. આકરી ગરમીની વચ્ચે મતદાન યોજાશે. મતદારોને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. માવઠાને લઇ હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે. ડાંગ, તાપી, નવસારીમાં વરસાદ થઈ શકે છે. વલસાડ અને દમણમાં પણ વરસાદની શક્યતાઓ છે. દાદરા અને નગર હવેલીમાં પણ માવઠું થવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ વરસાદની શક્યતા છે. અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે હવામાન વિભાગની આગાહી મુજબ 25 અને 26 એપ્રિલ દરમિયાન ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેટલિયો લેબ્સના સહયોગથી આધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શહેરના હોટસ્પોટ વિસ્તારો તારવવામાં આવ્યા છે. સેટેલાઈટ દ્વારા મેળવેલા લેન્ડ સફેસ ટેમ્પરેચરના આધારે 30x30 મીટરના પિકસેલ સ્તરે વિશ્લેષણ કરી કુલ 76 જેટલા મુખ્ય હોટસ્પોટ્સ નક્કી કરાયા છે.નાગરિકોની સુવિધા માટે AMCની સાઈટ પર QR કોડ અને લિંક પણ જાહેર કરવામાં આવી છે. જેના પરથી દર ત્રણ દિવસે અપડેટ મેળવી શકાશે.આ પણ વાંચોઃ Mehsana News: મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, કોઈ આ મુદ્દે બોલશે તો કાયદેસરની કાર્યવાહી થશે: સિંગર કાજલ મહેરિયા

Read Full Story arrow_forward