android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli : લેન્સકાર્ટના ‘તિલક અને શિખા’ વિવાદના પડઘા પડ્યા, હિન્દુ સંગઠનોએ કર્મચારીઓને તિલક કરી નોંધાવ્યો વિરોધ
calendar_today April 20, 2026

Amreli : લેન્સકાર્ટના ‘તિલક અને શિખા’ વિવાદના પડઘા પડ્યા, હિન્દુ સંગઠનોએ કર્મચારીઓને તિલક કરી નોંધાવ્યો વિરોધ

લેન્સકાર્ટ કંપની સામે શરુ થયેલો વિરોધ રાજ્યભરમાં પ્રસરી રહ્યો છે. અમરેલી શહેરમાં પણ આજે બજરંગ દળ અને વિવિધ હિન્દુ સંગઠનો લેન્સકાર્ટ કંપની સામે મેદાનમાં ઉતર્યા હતા. શહેરના લેન્સકાર્ટ સ્ટોર પર પહોંચી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હિન્દુ ધર્મના પ્રતીકોના અપમાન સામે રોષ ઠાલવ્યો હતો.કર્મચારીઓને તિલક કરી અનોખો વિરોધ અમરેલીમાં હિન્દુ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં લેન્સકાર્ટની દુકાને પહોંચ્યા હતા. તેમણે કંપનીની નીતિઓનો વિરોધ કરવા માટે ત્યાં હાજર કર્મચારીઓના કપાળ પર તિલક કર્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સંગઠનોનું કહેવું છે કે, "ભારત એક લોકતાંત્રિક દેશ છે અને અહીં કોઈ પણ કર્મચારીને તેની ધાર્મિક માન્યતાઓ કે પ્રતીકો ધારણ કરતા અટકાવવા તે બંધારણીય અધિકારોનું હનન છે." શિખા અને તિલક એ સનાતન ધર્મની ઓળખ છે અને તેના અપમાનને ચલાવી લેવામાં આવશે નહીં. પોલીસનો લોખંડી બંદોબસ્ત વિરોધ પ્રદર્શનને પગલે શહેરમાં વાતાવરણ તંગ ન બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન ઘટે તે માટે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. લેન્સકાર્ટ સ્ટોરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ પણ વાંચો----    Mehsanaમાં ફિલ્મી ઢબે લૂંટ, પુત્રને વિદેશ મોકલવા રાખેલા 64 લાખ પિસ્તોલની અણીએ લૂંટાયા, એજન્ટના માણસો જ નીકળ્યા લૂંટારા

Read Full Story arrow_forward
Vadodara : 10 દિવસમાં 264 સ્થળોએ આરોગ્ય વિભાગનું ચેકિંગ, કારેલીબાગમાંથી 17 કિલો પનીર સીઝ કરાયું
calendar_today April 20, 2026

Vadodara : 10 દિવસમાં 264 સ્થળોએ આરોગ્ય વિભાગનું ચેકિંગ, કારેલીબાગમાંથી 17 કિલો પનીર સીઝ કરાયું

વડોદરા શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી સઘન ઝુંબેશ અંતર્ગત ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ડેરી ફાર્મ પર દરોડા પાડવામાં આવ્યા છે. ખાસ કરીને પનીર અને દૂધની બનાવટોમાં થતી ભેળસેળને પકડવા માટે તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે.264 એકમોમાં તપાસ અને 10 નમૂના લેવાયા આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના પનીરનું વેચાણ કે ઉપયોગ કરતા કુલ 264 યુનિટ્સ પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા 10 વિવિધ એકમો પરથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી અપાયા છે. જો આ નમૂના રિપોર્ટમાં ફેલ જશે, તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. કારેલીબાગમાં પનીરનો જથ્થો સીઝ કરાયો આ કાર્યવાહી દરમિયાન કારેલીબાગ વિસ્તારમાં એક એકમ પર તપાસ કરતા બિનઆરોગ્યપ્રદ અને શંકાસ્પદ ગુણવત્તાવાળું 17 કિલો પનીર મળી આવ્યું હતું. આરોગ્ય વિભાગે તાત્કાલિક આ જથ્થાને સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉનાળાની શરૂઆત અને તહેવારોની મોસમમાં દૂધની બનાવટોમાં ભેળસેળની શક્યતા વધુ હોવાથી આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે તેવી માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી છે. આ પણ વાંચો---     Mehsanaમાં ફિલ્મી ઢબે લૂંટ, પુત્રને વિદેશ મોકલવા રાખેલા 64 લાખ પિસ્તોલની અણીએ લૂંટાયા, એજન્ટના માણસો જ નીકળ્યા લૂંટારા

Read Full Story arrow_forward
Local Body Elections 2026 : હીટવેવના સંકટને જોતા રાજ્ય ચૂંટણી પંચ એલર્ટ, મતદારો - સ્ટાફ માટે આરોગ્યલક્ષી સૂચના જારી કરાઇ
calendar_today April 20, 2026

Local Body Elections 2026 : હીટવેવના સંકટને જોતા રાજ્ય ચૂંટણી પંચ એલર્ટ, મતદારો - સ્ટાફ માટે આરોગ્યલક્ષી સૂચના જારી કરાઇ

ગુજરાતમાં 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન યોજાનાર છે. એપ્રિલ માસની આકરી ગરમી અને હીટવેવની આગાહીને જોતા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદારો અને ચૂંટણી સ્ટાફના સ્વાસ્થ્યની રક્ષા માટે મહત્વની સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ સંદર્ભે આયોગે રાજ્યના આરોગ્ય વિભાગ સહિત તમામ CDHO (જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી) અને MO (મેડિકલ ઓફિસર)ને લેખિત પત્ર પાઠવી વિશેષ વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે.મતદાન મથકો પર ‘ORS’ અને ‘ફર્સ્ટ એઇડ’ની વ્યવસ્થા ચૂંટણી પંચની સૂચના મુજબ, દરેક મતદાન મથક પર ઉનાળાની ગરમીને કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે પૂરતા પ્રમાણમાં ORS (ઓરલ રીહાઈડ્રેશન સોલ્ટ) ના પેકેટ રાખવામાં આવશે. આ ઉપરાંત, કોઈપણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે દરેક બૂથ પર પ્રાથમિક સારવારની ફર્સ્ટ એઇડ કિટ ઉપલબ્ધ રાખવા જણાવાયું છે. ખાસ કરીને વડીલો અને બાળકો સાથે આવતા મતદારો માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે. મેડિકલ ટીમ અને પાણીની સુવિધા પંચે દરેક ઝોનમાં મોબાઈલ મેડિકલ ટીમો તૈનાત રાખવા સૂચના આપી છે, જે લૂ લાગવા જેવી ઘટનાઓમાં ત્વરિત સારવાર આપી શકે. મતદાન મથકો પર મતદારોને લાંબી કતારમાં ઉભા રહેવું પડે ત્યારે શુદ્ધ અને ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સ્થાનિક તંત્રને તાકીદ કરવામાં આવી છે. આ પણ વાંચો---    Mehsanaમાં ફિલ્મી ઢબે લૂંટ, પુત્રને વિદેશ મોકલવા રાખેલા 64 લાખ પિસ્તોલની અણીએ લૂંટાયા, એજન્ટના માણસો જ નીકળ્યા લૂંટારા

Read Full Story arrow_forward