android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ambaji: ગબ્બર ખાતે બે દિવસ દર્શન બંધ રહેશે
calendar_today April 21, 2026

Ambaji: ગબ્બર ખાતે બે દિવસ દર્શન બંધ રહેશે

ગબ્બર શક્તિપીઠ અને પરિક્રમાનો સમગ્ર વિસ્તાર આસપાસ વનવિસ્તાર આવેલ છે. હાલમાં ઉનાળાની ઋતુમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે. ગબ્બર ટોચ અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં મધપુડા હોઈ ગરમીમાં ભમરા ઉડીને ડંખ મારવાની શક્યતા રહે છે. યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇ આગામી તા.22/04/2026 થી તા.23/04/2026 સુધી વનવિભાગ, આરોગ્ય વિભાગ અને મંદિર ટ્રસ્ટ એમ સંયુક્ત રીતે ભમરા દુર કરવાની કામગીરી કરવામાં આવનાર છે , જેથી યાત્રિકો માટે ગબ્બર દર્શન સુવિધા બંધરહેશે. તા. 24/04/2026 થી દર્શન વ્યવસ્થા રાબેતા મુજબની રહેશે તેમ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરે યાદીમાં જણાવ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: હહાંસાપુરથી યુવાન દંડવત કરી ખલીપુર રામાપીરના મંદિર સુધી પહોંચ્યો
calendar_today April 21, 2026

Patan: હહાંસાપુરથી યુવાન દંડવત કરી ખલીપુર રામાપીરના મંદિર સુધી પહોંચ્યો

પાટણ : હિન્દુ ધર્મમાં લોકો દેવી દેવતાઓ પ્રત્યે અતુટ શ્રાધ્ધા ધરાવે છે. અને લોકો દ્વારા પોતાના સફ્ળ કામ માટે કઠીન બાધા આખડીઓ પણ રાખતાં હોય છે. ત્યારે પાટણ તાલુકાના હાંસાપુરના રાહુલજી ઠાકોર નામના યુવકે પોતાના સફ્ળ કામ માટે રામાપીરની બાધા રાખેલ હોવાથી તે કામ પુર્ણ થતાં બીજના દિવસે યુવક પાટણના હાંસાપુરથી રસ્તા પર દંડવત પ્રણામ કરતાં કરતાં છેક ખલીપુર ખાતે આવેલ રામાપીરના મંદિરે? પહોંચ્યો હતો. જ્યાં તેણે બાધા આખડી પૂર્ણ કરી હતી. યુવકના દંડવત પ્રણામ દરમિયાન તેની સાથે મિત્રો પણજોડાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ધંધુકા યુવાનની હત્યા : દહેગામમાં હિન્દુ સંગઠનોએ આવેદન આપ્યું
calendar_today April 21, 2026

Gandhinagar: ધંધુકા યુવાનની હત્યા : દહેગામમાં હિન્દુ સંગઠનોએ આવેદન આપ્યું

ધંધુંકામાં 18 મીએ એક યુવકની હત્યાના વિરોધના પડઘા આખાય રાજ્યમાં પડયા છે અને ઠેર ઠેર હત્યાના વિરોધમાં સરકારને આવેદન આપવામાં આવ્યા છે. દહેગામ મામલતદારને હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા આવેદન આપીને ધંધુકાના યુવક ધર્મેશ ભરવાડની હત્યાના આરોપીઓને ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી. આવા તત્વોનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવીને તાત્કાલીક ફાંસી આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયુ હતુ. ધુંધુકાના ધર્મેશ ગમારા ભરવાડની પાકિસ્તાની જેહાદી આતંકીઓ દ્વારા ગત 18મીએ નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનુ આવેનદનમાં જણાવાયુ હતુ તેમજ પહેલા પણ આંતકી તતવોએ ધંધુકામાં જ કીશન ભરવાડ નામના યુવકની હત્યા કરી હતી. છેલ્લા દશ વર્ષમાં ધંધુકામાં જ હિંન્દુ સમાજના લોકોની પાંચમી હત્યા કરવામાં આવી હોવાની વિગતો છે. રાજ્ય સહીત દેશમાં જેહાદી તત્વો દ્વારા આવુ કૃત્ય કરવામાં આવી રહ્યુ હોવાનુ જણાવામાં આવ્યુ હતુ. આતંકીઓ દ્વારા રાજ્યમાં હિન્દુઓની હત્યાઓ કરવામાં આવી રહી હોવાથી સરકાર દ્વારા આવા તત્વો સામે દાખલારુપ પગલા ભરીને ભાન કરાવવામાં આવે એમ માંગ કરવા સાથે આવા તત્વો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને તાત્કાલીક ફાંસીની સજા આપવા માંગ કરાઇ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward