Kheda News : નડીયાદ ડાકોર હાઈવે ઉપર ગ્રાન્ડ ચેતક પાર્ટી પ્લોટ પાસે ભૂવો પડ્યો, વાહનચાલકોને જીવનું જોખમ
નડીયાદ-ડાકોર હાઈવે પર રોજ હજારો વાહનો પસાર થતા હોય છે. આ હાઈવે પર ગ્રાન્ડ ચેતક પાર્ટી પ્લોટની નજીકમાં એક ભૂવો પડ્યો હતો. જેના કારણે હાઈવે પરથી પસાર થતાં વાહન ચાલકોના જીવનું જોખમ ઉભુ થયું હતું. શરૂઆતમાં સહેજ ખાડો પડ્યો હતો ત્યાર બાદ આ ખાડો મોટા ભૂવામાં રૂપાંતરિત થઈ ગયો હતો. જેમ જેમ સમય વિતતો ગયો તેમ રસ્તા પર પડેલો નાનો ખાડો મોટો થવા માંડ્યો હતો. ગ્રાન્ડ ચેતક પાર્ટી પ્લોટની નજીકમાં પડ્યો ભૂવો નડિયાદથી ડાકોરને જોડતા નેશનલ હાઈવે પર એક નાનું ગાબડું પડ્યું હતું. આ ગાબડાને નાનો ખાડો સમજીને ત્યાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતાં. પરંતુ સમય વિતતાં આ ગાબડું મોટા ભૂવામાં રૂપાંતરિત થઈ ગયું હતું. આ રોડ પરથી હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે. આ ભૂવો વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ તેને પૂરવો જરૂરી છે. આ ભુવાના કારણે અહીં અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ છે. વાહન ચાલકોને આ રોડ પરથી પસાર થતાં જીવનું જોખમ છે.આ પણ વાંચોઃ Local body election: અસામાજિક તત્વો સાથે મિલીભગત રાખનાર પોલીસકર્મી સસ્પેન્ડ થશે: DyCM હર્ષ સંઘવી
Read Full Story arrow_forward