android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modi Jhalmuri Video: કોણ છે એ દુકાનદાર.. જેની પાસેથી PMએ ઝાલમુરી ખાધી? જાણો રોજની તેની કમાણી
calendar_today April 20, 2026

PM Modi Jhalmuri Video: કોણ છે એ દુકાનદાર.. જેની પાસેથી PMએ ઝાલમુરી ખાધી? જાણો રોજની તેની કમાણી

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન, નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલો ટૂંકો રોકાણ હવે ચર્ચાનો મુખ્ય મુદ્દો બની ગયો છે. ઝારગ્રામમાં રેલીઓના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે, તેમનો કાફલો અચાનક અટકી ગયો, અને PM MODI સીધા રસ્તાની બાજુમાં આવેલા એક સામાન્ય ઝાલમુરી સ્ટોલ પર ચાલ્યા ગયા. ત્યાં હાજર વિક્રેતા માટે  તે ક્ષણ સ્વપ્નથી ઓછી ન હતી. પીએમ મોદીને જોઇને દુકાનદાર ચોંકી ગયો જ્યારે પીએમ  મોદીએ વિક્રેતાને પૂછ્યું કે ભાઈ, મને તમારી ખાસ *ઝાલમુરી* બનાવીને આપો.  અચાનક દેશના વડા પ્રધાનને તેમની સામે ઉભેલા જોઈને, વિક્રેતા થોડી ક્ષણો માટે અવાચક રહી ગયો, પરંતુ તે ઝડપથી તેના આઘાતમાંથી બહાર નીકળી ગયો અને કામ પર લાગી ગયો. મસાલા, મગફળી અને ખાટા અથાણાંને સંતુલિત કરીને, તેણે ઝાલમુરી બનાવવા લાગ્યો. પીએમને પૂછ્યું કે ડુંગળી ખાઓ છો ? ઝાલમુરી બનાવતી વખતે, વિક્રેતાએ પૂછ્યું કે સાહેબ, તમે ડુંગળી ખાશો?  આના પર, પ્રધાનમંત્રીએ હળવાશથી જવાબ આપ્યો  હા હું ડુંગળી ખાઉં છું,  ફક્ત લોકોના મગજ 'ખાતો' નથી.  આ એક જ વાક્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખા વિડીયોને વાયરલ કરવા માટે પૂરતું સાબિત થયું. ઝાલમુરી મેળવ્યા પછી પીએમ મોદીએ તેના માટે પૈસા પણ ચૂકવ્યા. વિક્રેતા શરૂઆતમાં પૈસા સ્વીકારવામાં અચકાયો, પરંતુ વડા પ્રધાનના વારંવાર આગ્રહ પછી તેણે આખરે પૈસા લઈ લીધા.PMને ઝાલમુરી ખવડાવનાર કોણ છે ? આ વિડીયો વાયરલ થયા પછી, લોકો વિક્રેતા વિશે વધુ જાણવા માટે ઉત્સુક બન્યા. તેનું નામ વિક્રમ સાહ (અથવા વિક્રમ કુમાર) છે, અને તે મૂળ બિહારના ગયા જિલ્લાનો છે. ઘણા વર્ષોથી, તે ઝારગ્રામમાં એક નાનો સ્ટોલ ચલાવીને તેના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. તેણે  સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે તેણે ફક્ત નવમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે; નાણાકીય મુશ્કેલીઓ તેને આગળ શિક્ષણ મેળવવામાં રોકી રહી હતી. તેમણે ઉલ્લેખ કર્યો કે તેઓ દરરોજ આશરે ₹1,000 થી ₹1,200 કમાય છે, જેનાથી તેમના ઘરનું ગુજરાન ચાલે છે. તેમના પરિવારમાં તેમની માતા સુનિતા દેવી અને તેમના પિતા ઉત્તમ સાહનો સમાવેશ થાય છે. પીએમ મોદી સાથે દુકાનદારે શું વાતચીત કરી ? વિક્રમના મતે, આ મુલાકાત દરમિયાન કોઈ રાજકીય વિષયો પર ચર્ચા થઈ ન હતી. પ્રધાનમંત્રીએ તેમના પરિવાર, તેમના શિક્ષણ અને તેમના કાર્ય વિશે ફક્ત સામાન્ય વાતચીત કરી. આ ખૂબ જ સરળતા જ આ સમગ્ર ઘટનાને વધુ ખાસ બનાવે છે. મને એક જ અફસોસ છે કે...હસતાં હસતાં, વિક્રમે જણાવ્યું કે તેમને એક જ અફસોસ છે તેઓ પ્રધાનમંત્રી પાસેથી ઓટોગ્રાફ લેવાનું ભૂલી ગયા. તેમણે ટિપ્પણી કરી કે આ ક્ષણ તેમની યાદમાં જીવનભર રહેશે. મને ખરેખર સન્માનની લાગણી થઈ કે દેશના પ્રધાનમંત્રી મારી દુકાનની મુલાકાતે આવ્યા. 

Read Full Story arrow_forward
Chhattisgarh Plane Crash : જશપુરમાં ખાનગી વિમાન થયું ક્રેશ, પાયલોટ અને કો-પાયલોટના મોતની આશંકા
calendar_today April 20, 2026

Chhattisgarh Plane Crash : જશપુરમાં ખાનગી વિમાન થયું ક્રેશ, પાયલોટ અને કો-પાયલોટના મોતની આશંકા

છત્તીસગઢના જશપુર જિલ્લામાં એક ગંભીર વિમાન દુર્ઘટના સામે આવી છે, જ્યાં એક ખાનગી વિમાન આરા પહાડીઓ વિસ્તારમાં ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન પહાડ સાથે ટકરાયા બાદ તેમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટાળા જોવા મળ્યા.રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને પ્રશાસન હરકતમાં આવ્યું છે. જિલ્લાના SSP સહિત પોલીસની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, જેના કારણે અનિશ્ચિતતા યથાવત છે. વિમાન ક્રેશ થતા જ જોરદાર અવાજ આવ્યો મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં પાયલોટ અને કો-પાયલોટના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વિમાન ક્રેશ થતા જ જોરદાર અવાજ આવ્યો હતો અને ત્યારબાદ આગની જ્વાળાઓ ઊંચી ઉઠતી જોવા મળી હતી. ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં ભય અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. હાલ પ્રશાસન દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. વિમાન ક્રેશનું કારણ શું હતું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ ટેક્નિકલ ખામી અથવા હવામાનને લઈને શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર વિમાન સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે વધુ માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ પણ વાંચો : PM Modi Jhalmuri Video: કોણ છે એ દુકાનદાર.. જેની પાસેથી PMએ ઝાલમુરી ખાધી? જાણો રોજની તેની કમાણી

Read Full Story arrow_forward
Nashik TCS Case: નિદા ખાનના વચગાળાના જામીન નકારી કઢાયા, આગામી સુનાવણી 27 એપ્રિલે હાથ ધરાશે
calendar_today April 20, 2026

Nashik TCS Case: નિદા ખાનના વચગાળાના જામીન નકારી કઢાયા, આગામી સુનાવણી 27 એપ્રિલે હાથ ધરાશે

મહારાષ્ટ્રના નાસિકની સેશન્સ કોર્ટે આરોપી નિદા ખાનની આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરી હતી. નિદા ખાનને ન મળ્યા આગોતરા જામીન નાસિકના ટીસીએસમાં ધર્માંતરણ અને યૌન શોષણ કેસમાં નાસિક કોર્ટે HR એક્ઝયુક્ટિવ નિદા ખાનને આગોતરા જામીન આપ્યા નથી. હવે આ કેસની આગામી સુનાવણી 27 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન, તપાસ અધિકારી અને સરકાર બંનેએ પોતાની દલીલો રજૂ કરી હતી. સરકાર અને પીડિતાના વકીલ બંનેએ તેમની લેખિત રજૂઆતો રજૂ કરવા માટે સમય માંગ્યો છે. જેને કોર્ટે સ્વીકાર્યો છે. નિદા ખાન સસ્પેન્ડ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આગામી તારીખે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા પછી જ વચગાળાના જામીન પર નિર્ણય આપવામાં આવશે. હાલમાં, નિદા ખાનને કોઈ રાહત આપવામાં આવી નથી અને કેસમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે. કંપની દ્વારા ફરાર નિદા ખાન વિરુદ્ધ જાહેરા કરાયેલા સસ્પેન્શન પત્ર સામે આવ્યો છે. 9 એપ્રિલ, 2026 ના રોજના આ પત્ર મુજબ, નિદા ખાન 27 ડિસેમ્બર, 2021 થી પ્રોસેસ એસોસિયેટ તરીકે કામ કરી રહી હતી. તેણીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાઇ છે. કંપનીની મિલકત પરત કરવા આદેશ કંપનીએ નિદા ખાનની TCS નેટવર્કમાં પ્રવેશ રદ કર્યો છે અને તેણીને તેના કબજામાં રહેલી તમામ કંપની મિલકત પરત કરવાનો નિર્દેશ આપ્યો છે. તેણીને આગામી સૂચના સુધી ઓફિસમાં હાજરી આપવા અથવા ઘરેથી કામ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેણીએ આ કેસ વિશેની માહિતી અન્ય કોઈ કર્મચારી સાથે શેર કરવી જોઈએ નહીં, નહીં તો શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. આ સસ્પેન્શન આદેશ પુણે, નાસિક અને ગોવાના શાખા HR વડા શેખર કાંબલે દ્વારા જાહેર કરાયો હતો. આ પણ વાંચોઃ Nepal News: બાલેન શાહ સરકારના એક જ નિર્ણયથી 50 લાખ મધેશીઓ કેમ થયા ચિંતિત?, જાણો

Read Full Story arrow_forward