Junagadh: વંથલીના કાજલીયાળીમાં ગૌચરની જમીન ખોતરી નાખી, રોકવા ગયેલા સરપંચને અધિકારીઓએ જ ધમકાવ્યા!
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કાજલીયાળી ગામમાં ખનન માફિયાઓ અને વહીવટી તંત્ર વચ્ચેની કથિત સાંઠગાંઠનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગામની ગૌચરની કિંમતી જમીનમાં માટીનું ગેરકાયદે ખોદકામ ચાલી રહ્યું હોવાની ફરિયાદ કરવા ગયેલા ગામના સરપંચને જ અધિકારીઓએ ધમકાવ્યા હોવાની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે.ગૌચરની જમીન પર માફિયાઓનો કબજોકાજલીયાળી ગામના ગૌચરમાં ખનન માફિયાઓ દ્વારા કોઈપણ પરવાનગી વગર બેફામ માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ પંચાયત અને ગામના હિતમાં જ્યારે સરપંચે આ પ્રવૃત્તિનો વિરોધ કર્યો અને તંત્રને રજૂઆત કરી, ત્યારે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવાને બદલે સરપંચનો જ અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પ્રાંત અધિકારી અને TDOનો ઓડિયો વાયરલઆ મામલે ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી (TDO)નો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઓડિયોમાં અધિકારીઓ ફરિયાદી સરપંચને જ ધમકાવી રહ્યા હોય અને ખનન માફિયાઓનો બચાવ કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. આ ઓડિયો વાયરલ થતા વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને ભૂમાફિયાઓ સાથેની મિલીભગત ખુલ્લી પડી છે.આ પણ વાંચો: Bardoli: તાલુકા પંચાયત ચૂંટણીમાં શોકનું મોજું, અસ્તાન બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડનું નિધન
Read Full Story arrow_forward