android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: મોંઘવારીના માર વચ્ચે રાહત, સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી ધરખમ ઘટાડો
calendar_today April 19, 2026

Rajkot News: મોંઘવારીના માર વચ્ચે રાહત, સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી ધરખમ ઘટાડો

સૌરાષ્ટ્રના મુખ્ય માર્કેટ ગણાતા રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગૃહિણીઓ માટે આનંદના સમાચાર એ છે કે, સીંગતેલ, કપાસિયા અને પામતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે રસોડાનું બજેટ થોડું હળવું થશે.કયા તેલમાં કેટલો ઘટાડો થયો? રાજકોટના બજારમાં આજે તેલના ભાવમાં નીચે મુજબનો ઘટાડો નોંધાયો છે. સીંગતેલ: ડબ્બા દીઠ રૂપિયા 35 નો ઘટાડો કપાસિયા તેલ: ડબ્બા દીઠ રૂપિયા 30 નો ઘટાડો પામતેલ: ડબ્બા દીઠ રૂપિયા 20 નો ઘટાડો નવા ભાવ પર એક નજર ઘટાડા બાદ રાજકોટમાં ખાદ્યતેલના ડબ્બાના ભાવ નીચે મુજબના સ્તરે પહોંચ્યા છે. સીંગતેલ: રૂપિયા 2825 થી રૂપિયા 2875 કપાસિયા તેલ: રૂપિયા 2250 થી રૂપિયા 2255 પામતેલ: રૂપિયા 2250 થી રૂપિયા 2255 માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બજારમાં નવી આવક અને વૈશ્વિક પરિબળોને કારણે તેલના ભાવમાં નરમાશ જોવા મળી રહી છે. સતત થઈ રહેલા આ ઘટાડાને કારણે સામાન્ય મધ્યમ વર્ગના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો - Rajkot News: સામાન્ય જનતાને મળી મોટી રાહત, બે દિવસમાં સીંગતેલના ડબ્બાના ભાવમાં મોટો ઘટાડો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં સતત ઘટાડો, સિંગતેલ અને કપાસિયાના ભાવમાં મોટું ગાબડું
calendar_today April 19, 2026

Gujarat Latest News Live : રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં સતત ઘટાડો, સિંગતેલ અને કપાસિયાના ભાવમાં મોટું ગાબડું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Sabarkantha News: ઈડરના રાણી તળાવ પાસે સ્કોર્પિયો ભડભડ સળગી, સ્પીડ બ્રેકરના સર્જાયો અકસ્માત
calendar_today April 19, 2026

Sabarkantha News: ઈડરના રાણી તળાવ પાસે સ્કોર્પિયો ભડભડ સળગી, સ્પીડ બ્રેકરના સર્જાયો અકસ્માત

સાબરકાંઠા જિલ્લાના ઈડર-ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. ઈડરના રાણી તળાવ પાસેના જોખમી વળાંક પર એક સ્કોર્પિયો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી જોરદાર ધડાકા સાથે અથડાઈ હતી અને જોતજોતામાં ગાડીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.ગરીબ પરિવારની રોજીરોટી છીનવાઈ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો ગાડીમાં લાગેલી આગ બાજુમાં આવેલી એક ટી-સ્ટોલ (ચાની કિટલી) સુધી પ્રસરી ગઈ હતી. જેના કારણે ગરીબ પરિવારની આવકનો મુખ્ય સ્ત્રોત એવી આ દુકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ સ્ટેટ હાઈવે પરનો વળાંક અત્યંત ભયજનક છે અને અહીં અવારનવાર અકસ્માતો સર્જાય છે. હાઈવે પર સ્પીડ બ્રેકરના અભાવે વાહનો બેફામ ગતિએ પસાર થાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર ન મુકાતા સ્થાનિકોમાં 'ભ્રષ્ટાચારી તંત્ર' સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુસાફરોનો આબાદ બચાવ સદનસીબે, ગાડીમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. આગની તીવ્રતા વધે તે પહેલા જ તમામ લોકો ગાડીમાંથી બહાર નીકળી ગયા હતા અને ઘટના સ્થળેથી પલાયન થઈ ગયા હતા. જોકે, નવાઈની વાત એ છે કે આટલી મોટી ઘટના બની હોવા છતાં લાંબા સમય સુધી પોલીસ ઘટના સ્થળે પહોંચી ન હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ પણ વાંચો - Sabarkantha News: પુત્રની લગ્નની કંકોત્રી આપવા નીકળેલા પિતાનું અકસ્માતમાં મોત નિપજ્યું

Read Full Story arrow_forward