android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: દસાડા તાલુકાના 100થી વધુ લઘુમતી સમાજના કાર્યકરોનું કોંગ્રેસને અલવિદા
calendar_today April 19, 2026

Surendranagar: દસાડા તાલુકાના 100થી વધુ લઘુમતી સમાજના કાર્યકરોનું કોંગ્રેસને અલવિદા

દસાડા તાલુકામાં લઘુમતી સમાજ કોંગ્રેસની મોટી વોટબેંક માનવામાં આવે છે. ત્યારે તા. 17મીના રોજ રાત્રે બજાણા જિલ્લા પંચાયત બેઠકના ઉદ્દઘાટન સમયે ગામડાઓના સરપંચ સહિત 100થી વધુ લઘુમતી સમાજના કાર્યકરો કોંગ્રેસને બાયબાય કહી ભાજપમાં ભળતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે. જિલ્લા પંચાયતની દસાડા તાલુકામાં આવતી સવલાસ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને પ્રદેશ કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરી વિક્રમભાઈ રબારીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ભાજપનો ખેસ ધારણ કરી લેતા કોંગ્રેસનો મોટો ઝાટકો લાગ્યો હતો. ત્યારે દસાડા તાલુકામાં કોંગ્રેસને વધુ એક જોરકા ઝટકા ધીરે સે લગે તેમ 100થી વધુ લઘુમતી સમાજના કાર્યકરો ભાજપમાં ભળ્યા છે. વધુમાં મળતી માહિતી મુજબ દસાડા તાલુકાની બજાણા જિલ્લા પંચાયત સીટના મધ્યસ્થ કાર્યાલયનું તા. 17મીના રોજ રાત્રે ઉદ્દઘાટન કરાયુ હતુ. જેમાં દસાડા તાલુકાના અખીયાણા, ખેરવા, સેડલા, માલવણના 100થી વધુ લઘુમતી સમાજના કાર્યકરોએ કોંગ્રેસને બાય બાય કહી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેના લીધે કોંગ્રેસમાં મોટુ ભંગાણ થયુ છે. સેડલા ગામના સરપંચ મોહબતખાન રવાજીખાનમલેક, અખીયાણા સરપંચ અબ્બાસખાન, નિવૃત પીઆઈ નસીબખાન, કાળુખાન, મલેક, યુનુસખાન મલેક, કરીમખાન મલેક સહિતનાઓને ધારાસભ્ય પી.કે.પરમાર, પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દીલીપભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નરેશભાઈ પટેલ, પીપળી મહંત મુખી મહારાજ સહિતનાઓએ કાર્યકરોને ભાજપમાં આવકારી ખેસ પહેરાવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhrangadhra: ધ્રાંગધ્રામાં પાણીના ટાંકામાં ડુબી જવાથી બાળકનું મોત થતા તપાસ હાથ ધરાઈ
calendar_today April 19, 2026

Dhrangadhra: ધ્રાંગધ્રામાં પાણીના ટાંકામાં ડુબી જવાથી બાળકનું મોત થતા તપાસ હાથ ધરાઈ

ધ્રાંગધ્રા શહેરના પુનીતનગરમાં 15 દિવસ પહેલા ચાર વર્ષના બાળકનું પાણીના ટાંકામાં ડુબી જવાથી મોત થયા બાદ કબ્રસ્તાનમાં દફનાવી દેવાયુ હતુ પરંતુ પરીવારને શંકા જતા પંદર દિવસ બાદ ડેપ્યુટી કલેકટર પાસે પી.એમ.રાવવા માટેની માંગ કરતા લાશ બહાર કાઢવાની મંજૂરી આપતા તંત્રની હાજરીમાં મૃત બાળકની બોડી કબરમાંથી કાઢી રાજકોટ પી.એમ.માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રાના પુનીતનગર વિસ્તારમાં રહેતા ફારૂકભાઇ એરવાડીયાનો ચાર વર્ષનો કાર્તીક પંદર દિવસ પહેલા પાણીના ટાંકામાં ડુબી જવાથી શંકાસ્પદ મોત થયુ હતુ.ત્યાર બાદ રીતરીવાજ મુજબ ધ્રાંગધ્રાના કબ્રસ્તાનમાં મૃત બાળકને દફનાવી દેવાયુ હતુ. ત્યારબાદ પરીવારે અચાનક ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર ઇશીતા મેર પાસે બાળકને બહાર કાઢી પીએમ કરાવવા માટેની મંજૂરી માંગી હતી. ડેપ્યુટી કલેકટરે મંજૂરી આપતા ધ્રાંગધ્રા મામલતદાર, સીટી પોલીસ અને ડોકટરની ટીમની હાજરીમાં કબ્રસ્તાનમાં દફનાવેલી બાળકની બોડીને કઢાઇ હતી. આ બાળકની બોડીને રાજકોટ પી.એમ.માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. આમ અચાનક પંદર દિવસ પછી બાળકની બોડી બહાર કાઢી પી.એમ.ની માંગ કરતા પરીવારજનોને બાળકની હત્યાની આશંકા સેવાઇ રહી છે. ધ્રાંગધ્રાના મામલતદાર બી.એસ.પટેલે જણાવેલકે ટાંકામાં ડુબી જવાથી મોત થયા બાદ બાળકને કબ્રસ્તાનમાં દફનાવી દીધો હતો. પરંતુ પરીવારને શંકા જતા ડેપ્યુટી કલેકટર પાસે બાળકના મૃતદેહને બહાર કાઢવાની મંજૂરી માંગી હતી. ત્યારબાદ મંજૂરીના આધારે પોલીસ, ડોકટર અને મામલતદારની હાજરીમાં બહાર કાઢી રાજકોટ પીએમ માટે મોકલાઇ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sayla: સાયલાની ટાયરની દુકાનમાં ચોરીને અંજામ આપનાર છ વર્ષ બાદ પકડાયો
calendar_today April 19, 2026

Sayla: સાયલાની ટાયરની દુકાનમાં ચોરીને અંજામ આપનાર છ વર્ષ બાદ પકડાયો

સાયલામાં આવેલ ટાયરની દુકાનમાં વર્ષ 2020માં લોકડાઉન સમયે ચોરીની વારદાત બની હતી. જેમાં ફરાર મહિસાગર જિલ્લાના આરોપીને પેરોલ સ્કવોડની ટીમે વડોદરાની ઝડપી લઈ સાયલા પોલીસના હવાલે કર્યો છે. સાયલાની સંતકૃપા ટાઉનશીપમાં રહેતા દિવ્યેશભાઈ દયાલભાઈ ચૌહાણ સંતકૃપા કોમ્પલેક્ષમાં સંતકૃપા ઓટોપાર્ટસ અને ગુરૂકૃપા ટાયર્સની દુકાન ચલાવે છે. વર્ષ 2020માં કોરોનાના લીધે લોકડાઉનનો સમય હતો. જેમાં તા. 17-7ના રોજ તેમની દુકાનનો માણસ જયસુખભાઈ ચૌહાણ સવારે દુકાને જતા ગુરૂકૃપા ટાયર્સના શટરના નકુચા તુટેલા જોવા મળ્યા હતા. આથી તેઓએ દિવ્યેશભાઈને જાણ કરતા તેઓ દુકાને દોડી ગયા હતા. અને સીસીટીવીની તપાસ કરતા વહેલી સવારના 5-02 કલાકે 2 શખ્સો ટ્રક લઈને આવ્યા હતા. દુકાનના શટર તોડી તેમાંથી 5-25 કલાક સુધીમાં નાના-મોટા 18 ટાયરો કિંમત રૂપીયા 2,86,500ના ચોરી કરીને લઈ ગયા હતા. આ અંગે તેઓએ સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં અગાઉ સાયલા પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સ તેના સાથીદાર તરીકે મહિસાગર જિલ્લાના રાજેન્દ્ર સુથારનું નામ ખોલ્યુ હતુ. ત્યારથી પોલીસ તેની શોધખોળમાં હતી. આ દરમીયાન પેરોલ ફર્લો સ્કવોડના શકિતસિંહને આ ફરાર શખ્સ વડોદરા ગોલ્ડન ચોકડી પાસે હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં પોલીસે મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના રંભારી ગામના 66 વર્ષીય રાજેન્દ્ર કેશવભાઈ સુથારને ઝડપી લઈ સાયલા પોલીસના હવાલે કર્યો છે. આ શખ્સ સામે મહેસાણા, ઉંઝા, અરવલ્લી, ગાંધીનગર, અસલાલી, દાહોદ, વાપી, જુનાગઢ, નડીયાદ રૂરલ, સાબરકાંઠાના તલોલ પોલીસ મથકે ચોરીના 12 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward