android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: બાવળાના કેશરડી ગામે ભર ઉનાળે પાણીનો કકળાટ
calendar_today April 19, 2026

Ahmedabad: બાવળાના કેશરડી ગામે ભર ઉનાળે પાણીનો કકળાટ

પાણી માટે ગ્રામજનો પરેશાનબાવળાના કેશરડી ગામમાં છેલ્લા બે મહિનાથી નર્મદાના પાણી ન મળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે અને વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે. બાવળા તાલુકાના કેશરડી ગામના શક્તિપુરાવાસમાં ભર ઉનાળે પીવાના નર્મદાના પાણી આવતા નથી. નળથી જળ સુવિધા 500થી 600 લોકોના કેશરડીના શક્તિપુરાવાસમાં નિરર્થક બની છે. છેલ્લા બે માસથી પીવાનું પાણી ન મળતા લોકો પીવાનું પાણી વેચાતુ લેવા મજબુર બન્યા છે. આ પ્રશ્ને વિસ્તારના રહીશોએ ગ્રામ પંચાયતના તલાટી તેમજ સરપંચ સહિતનાને અનેકવાર રજૂઆતો કરવા છતાંય સમસ્યા જૈસે થે રહેતા રોષની લાગણી વ્યાપી છે. એટલું જ નહીં શક્તિપુરાવાસના લોકોને ખેતી સહિતના કામ છોડીને સવારે અને સાંજે માત્ર પીવાનું પાણી મેળવવા માટે દોડધામ કરવી પડી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Thangadh: થાનના મોરથળા અને વઢવાણના નાના કેરાળાના રસ્તે દારૂના દરોડા
calendar_today April 19, 2026

Thangadh: થાનના મોરથળા અને વઢવાણના નાના કેરાળાના રસ્તે દારૂના દરોડા

સુરેન્દ્રનગર એલસીબી ટીમે થાનના મોરથળા ગામે અને વઢવાણ પોલીસે નાના કેરાળાના રસ્તે દારૂના દરોડા કર્યા હતા. જેમાં દારૂ, કાર સહિતની મત્તા સાથે 2 પકડાયા છે. જયારે 2 આરોપીઓની પોલીસે તપાસ આદરી છે. સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી પેટ્રોલિંગ કરી રહેલા સ્ટાફના પ્રવીણ કોલા, વજાભાઈ સહિતનાઓને થાન તાલુકાના મોરથળા ગામે વિશાલ જેઠાભાઈ રાઠોડ તેની વાડી પાસે દારૂ રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વાડીના મારગે જમીનમાં કુંડી કરી રાખેલી દારૂની નાની મોટી 137 બોટલ અને બીયરના 45 ટીન મળી કુલ રૂપીયા 53,400નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દરોડા સમયે હાજર ન મળી આવનાર આરોપી વિશાલ રાઠોડ સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એચસી ડી.સી.લકુમ ચલાવી રહ્યા છે. જયારે વઢવાણ પોલીસના દીપકભાઈ, હરપાલસિંહ સહિતનાઓને તા. 17-4ના રોજ મોડી સાંજે પેટ્રોલિંગ દરમિયાન નાના કેરાળાના રસ્તે એક શંકાસ્પદ કાર નજરે પડતા તેને અટકાવી તપાસ કરાઈ હતી. જેમાં રાજકોટના આકાશવાણી ચોકમાં આવેલ પરીમલ સોસાયટીમાં રહેતો 27 વર્ષીય મેહુલ હરજીભાઈ જોગરાજીયા અને સાંકળીનો ઘનશ્યામ બાબુભાઈ બાટીયા બીયરના 7 ટીન સાથે પકડાયા હતા. આ બન્નેની પુછપરછ કરતા આ બીયર નાના કેરાળાના અજય બોલાણીયા પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યુ હતુ. આથી બન્નેની અર્ટીગા કાર અને બીયર સહિત રૂપીયા 4,01,750ની મત્તા સાથે ધરપકડ કરી વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. નાના કેરાળાના અજય બોલાણીયાને ઝડપી લેવા વધુ તપાસ એચસી ડી.આર.પરમાર ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Modasa: ભિલોડા : વિકાસના વાયદા અને જાગૃત્ત મતદારો : હવે કોણ મારશે બાજી ?
calendar_today April 19, 2026

Modasa: ભિલોડા : વિકાસના વાયદા અને જાગૃત્ત મતદારો : હવે કોણ મારશે બાજી ?

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ચારેકોર ચૂંટણીનો આનંદ, ઉત્સાહ ઠેર-ઠેર જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અત્રે ઉલ્લેખનિય છે કે, ભિલોડા તાલુકા પંચાયતની 20 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે સર્વે ઉમેદવારો, સમર્થકો, સહિત ટેકેદારોએ પ્રચારમાં નવીનતા લાવીને મતદારોનું દિલ જીતવાનો ભગીરથ પ્રયાસ શરૂ કર્યો છે.ધર-ધર સંપર્ક અભિયાન અને ખાટલા બેઠકોનો દોર શરૂ કર્યો છે. ઉમેદવારો દ્વારા રચનાત્મક પ્રચાર પર વિશેષ ભાર મુક્યો છે. આ વખતની ચૂંટણીની ખાસિયત એ છે કે, ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો માત્ર આક્ષેપ- પ્રતિઆક્ષેપ કરવાને બદલે વિકાસના નક્કર મુદ્દાઓ સાથે ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે. તા.26મી એપ્રિલે યોજાનાર મતદાન માટે ભિલોડા સહિત આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં અદ્દભુત જાગૃત્તિ જોવા મળી રહી છે. ઉમેદવારો ગ્રામ્ય સ્તરે પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી અને શિક્ષણના વાયદાઓ સાથે મતદારોની વચ્ચે પહોંચી રહ્યા છે. શિક્ષિત જાગૃત્ત મતદારોમાં અનોખી જાગૃતિ જોવા મળી છે.આ વખતે ખૂબ જ વિચારપૂર્વક પોતાનો મતાધિકાર વાપરવા મક્કમ છે.જોકે મતદારો હજુ પણ ઉમેદવારોને તેમના મન કળવા દેતા નથી, પરંતુ તેમની શાંતિ સૂચવે છે કે તેઓ માત્ર વિકાસશીલ ઉમેદવારને જ પસંદ કરશે, ખાસ કરીને યુવાન અને મહિલા મતદારોમાં મતદાનને લઈને નવો જોમ, જુસ્સો સાથે-સાથે ઉત્સાહ જોવા મળે છે, જે તંદુરસ્ત લોકશાહી માટે સારા સંકેત હોય શકે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward