Khambhat: ખંભાતના ગુડેલ ગામે તસ્કર ટોળકી ત્રાટકતાં ચકચાર મચી
ખંભાત રૂરલ પોલીસ મથકની હદમાં આવતા ગુડેલ ગામે ખેતરમાંથી રૂ. 16,000ની કિંમતના ડાંગરના ઘાસના ગઠ્ઠા ચોરાયા હોવાની ઘટના સામે આવી છે. જગરીયા સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં તૈયાર કરી રાખવામાં આવેલા અંદાજે 200 જેટલા ગઠ્ઠા કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ બનાવ અંગે ખેતર માલિકે ઘટનાના આશરે દોઢ મહિના પછી પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગુડેલ ગામે રહેતા વિજયભાઈ જહાભાઈ ભરવાડ (ઉં.વ. 22) પોતાના ખેતરમાં ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. તેમના જગરીયા સીમમાં આવેલા સર્વે નં. 612 વાળા છ વીઘાના ખેતરમાં ગત ચોમાસામાં ડાંગરનો પાક લીધો હતો. જેમાંથી આશરે 1000 જેટલા ઘાસના ગઠ્ઠા તૈયાર કરી ખેતરમાં જ થપ્પો કર્યો હતો. દરમિયાન ગત તા. 4 માર્ચ 2026ના રોજ સવારના નવ વાગ્યાની પમી માર્ચ 2026ના સવારના નવ વાગ્યા સુધીના સમયગાળામાં કોઈ અજાણ્યા ચોર ઈસમોએ આ ખેતરમાંથી આશરે 200 નંગ ગઠ્ઠાની ચોરી કરી હતી. એક ગઠ્ઠાની અંદાજીત કિંમત રૂ. 800 લેખે કુલ રૂ. 16,000ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જણાતાં ખંભાત રૂરલ પોલીસે બી.એન.એસ.ની કલમ 303 (2) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward