android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: જાહેરમાં મટકાનો જુગાર રમાડતી બે મહિલા ઝડપાઈ
calendar_today April 18, 2026

Dahod: જાહેરમાં મટકાનો જુગાર રમાડતી બે મહિલા ઝડપાઈ

દાહોદ શહેરના રળીયાતી વિસ્તાર ખાતે જાહેરમાં રમાતા વરલી મટકાના આંક ફરકના જુગારના અડ્ડા પર દાહોદ એલસીબી પોલીસે રેડ પાડતા જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી. જેમાં પોલીસે બે મહિલા જુગારીઓને ઝડપી પાડી સ્થળ પરથી રોકડા રૂા.10,300 તેમજ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે એક જુગારી ફરાર થઈ ગયો હતો. દાહોદ શહેરના રળીયાતી ગ્રામ વિસ્તારમાં આવેલ સાસીવાડ વિસ્તારમાં વરલી મટકાના આંક ફરકનો જુગાર રમતો હોવાની દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી જે બાતમીના આધારે ગત તારીખ 17મી એપ્રિલના રોજ પોલીસે વિસ્તારમાં ઓચિંતો છાપો મારતા જેમાં વરલી મટકાના આંક ફરકના આંકડા લખી લખાવનાર સુગના અમરસીંગ ડાંગી અને સંજના ચિરાગ ડાંગી (બંને રહે.દાહોદ, રળીયાતી અર્બન હોરિપટલની સામે)ને પોલીસે ઝડપી પાડયા હતા, જ્યારે શની અમરસીંગ સાંસી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા.10,300 તથા 1 મોબાઇલ મળી કુલ રૂા.15,300 નો મુદ્દામાલ કબજે કરી એલસીબી પોલીસે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કવાયત હાથ ધરાઈ છે, જે અંતર્ગત પોલીસે કડક કાર્યવાહી પણ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: મહિલાની છેડતીના આરોપીના જામીન નામંજૂર
calendar_today April 18, 2026

Godhra: મહિલાની છેડતીના આરોપીના જામીન નામંજૂર

ગોધરાના જહૂરપુરા શાકમાર્કેટમાં ગત તા.30 માર્ચના રોજ અબ્દુલ સલામ મુસા પાડા અને તેના સાગરિતોએ એક મહિલા સાથે રૂા.20ની ફટેલી નોટ બાબતે ઝઘડો કરી, મોબાઈલથી વિડીયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી મહિલાની છેડતી કરી હતી. જે બાદ તેના પતિ અને તેમના મિત્ર સાથે પણ ઝઘડો કરી તેમના ઉપર ફ્રુટના કેરેટો તથા વજનના કાટલા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી અટક કરી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જે બાદ આરોપી અબ્દુલ સલામ મુસા પાડા દ્વારા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ સી.કે ચૌહાણની કોર્ટમાં દાખલ કરી હતી. જેની સુનાવણી કોર્ટમાં ચાલી જતાં પોલીસ દ્વારા રજૂ કરાયેલા પૂરાવા અને જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરની વિગતવાર દલીલોને ધ્યાને લઇ આરોપીની રેગ્યુલર જામીન અરજી કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: બાબા ગોપીનાથ ઉર્ફે બેલીમ સહિતના આરોપી પાસેથી રૂા.30 લાખ રિકવર
calendar_today April 18, 2026

Vadodara: બાબા ગોપીનાથ ઉર્ફે બેલીમ સહિતના આરોપી પાસેથી રૂા.30 લાખ રિકવર

અઘોરી પ્રથા, કાળો જાદુ અને એકના ડબલની ફરિયાદના આરોપીઓ પાસેથી રૂા.30 લાખ પરત મેળવી કોર્ટના હુકમથી શિનોર પોલીસે ભોગ બનનાર અને બોડેલીના ફરિયાદીને પરત આપેલ છે. શિનોર પોલીસ સ્ટેશને તા. 8-11-25ના રોજ ફરિયાદી નિલેશ ઓમપ્રકાશ અગ્રવાલ, બોડેલી દ્વારા આરોપી ગોપીનાથ બાબા ઉર્ફ બેલીમ, પાનસોરા (તા.ઉમરેઠ), તથા ઝાકીર, દક્ષેશ ઠાકર, ભૌમિક ઠાકર, ત્રણે (રહે,નાના કરાડા) સામે રૂા.30 લાખ એકના ડબલ કરવાની લાલચ આપીને પડાવી લઈ છેતરપિંડીની ફરિયાદ કરેલ હતી. પી.આઇ.ગોહિલે તમામ આરોપીને ઝડપી પાડીને મુદ્દામાલના રૂા.30 લાખ કબજે કરેલ હતા. શિનોર નામદાર કોર્ટમાં BNSS ની કલમ 497 મુદ્દામાલ પરત મેળવવાની અરજ કરેલ હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ તા. 27 માર્ચ 2026ના રોજ પ્રિન્સિપાલ સિવિલ જજ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફ.ક.શિનોર દ્વારા શરતોને આધીન રૂા.29 લાખ 80 હજાર પરત મેળવવાની અરજી ગ્રાહ્ય રખાઇ હતી. બમણી રકમના જામીન તથા તેટલી જ રકમના બોન્ડ રજૂ કર્યેથી આ રકમ પરત સોંપવાનો હુકમ કર્યો હતો. આ હુકમ મુજબ તા. 17 એપ્રિલ 2026ના રોજ શિનોરના નવા મુકાયેલા પી.આઇ.આર.આર.વસાવા દ્વારા ફરિયાદી નિલેશ ઓમ પ્રકાશ અગ્રવાલ બોડેલીવાળાને રૂબરૂમાં આપેલા છે. આ ગુનાને ડિટેક્ટ પી.આઇ. બી. એન.ગોહિલે કર્યો હતો. ફરિયાદીને રોકડા રૂા.30 લાખ આપવાના હુકમનું પાલન પી.આઈ. આર. આર. વસાવાએ કર્યુ હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward