android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dabhoi: ડભોઇ રેલવે હદમાં રહેતા 100થી વધુ લોકોને દબાણ દૂર કરવા નોટિસ
calendar_today April 18, 2026

Dabhoi: ડભોઇ રેલવે હદમાં રહેતા 100થી વધુ લોકોને દબાણ દૂર કરવા નોટિસ

ડભોઇ મહુડી ભાગોળ અને ઇદગાહ વિસ્તારની આસપાસ રહેતા લોકોને 100 ઉપરાંત નોટિસ રેલવે દ્વારા અપાઇ છે. વિસ્તારમાં રહેતા લોકોમાં નોટિસ આવતા ફફડાટ જોવા મળી રહ્યો છે. વર્ષોથી રેલવેની આસપાસ રહેતા લોકોને હાલ રેલવે મોટી લાઈન નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે. ડભોઈથી વાઘોડિયા રેલવે લાઇનની કામગીરી પણ ચાલે છે. જેને લઈને ડભોઇ રેલવે સ્ટેશનની આસપાસ રહેતા લોકોને રેલવે તંત્ર દ્વારા નોટિસ આપીને 10 દિવસમાં સરકારી જગ્યામાં દુકાન મકાનના પુરાવા ના હોય તો ખાલી કરવાની સૂચના અપાઇ છે. જે લોકો ઘરે ના હોય તો ઘરની બહાર નોટિસ લગાડાઇ છે. નોટિસમાં જણાવ્યા મુજબ, પ.રેલ સિનિયર સેક્શન એન્જિનિયર (વક્સ) બરોડા ડિવિઝન ડભોઈ રેલવે સ્ટેશન યાર્ડ રેલવે જમીન પર અનધિકૃત દબાણ અંગે ડભોઈ રેલવે સ્ટેશન યાર્ડ, રેલવે લેન્ડ પ્લાન (નકશા) મુજબ તમારા પાકું/કાચું, ઘર/દુકાન વગેરે રેલવેની જમીન પર જોવા મળે છે. તેથી, તમને વિનંતી કરાઇ છે કે, તમે આ સૂચના પત્ર મળ્યાની તારીખથી 10 દિવસમાં તમારા કાયમી ઘર, દુકાન, ડેમનું કામ, મકાન વગેરે સ્વેચ્છાએ દૂર કરો. નહિંતર તમારા ઘર/દુકાન વગેરેને રેલવે દ્વારા તોડી પાડીને કાનૂની કાર્યવાહી કરાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: આજોડ ગામે કારમાં રૂપિયા 6.64 લાખના દારૂ સાથે એક ઝડપાયો
calendar_today April 18, 2026

Vadodara: આજોડ ગામે કારમાં રૂપિયા 6.64 લાખના દારૂ સાથે એક ઝડપાયો

સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આજોડ ગામની સીમમાં પસાર થતાં એક્સપ્રેસ હાઈવે પર જિલ્લા એલસીબીની ટીમે માહિતીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો અને કાર સહિત રૂા.16,74,520ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે ઇસમને ફરાર જાહેર કરીને તપાસ હાથ ધરી છે. ગતરોજ જિલ્લા એલસીબીની ટીમે નાકાબંધી અને વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ નંબર વગરની ઇનોવા કાર ધ્યાને આવી હતી. જેમાં તપાસ કરતા વિદેશી દારૂની 70 પેટી નંગ 2460ના નંગ બોટલો 6,64,320નો મુદ્દામાલ ઝડપી પાડયો છે સાથે એક મોબાઇલ કિં. રૂા.10 હજાર અને ઇનોવા ગાડી કિં. રૂા.10 લાખ મળી કુલ રૂા.16,74,520નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. સાથે આ કારમાં આર જે 27 યુ.એ 85 56 નંબરની નંબર પ્લેટ પણ મળી આવી છે. આ મુદ્દામાલ સાથે રિતેશ સોમા પટેલ રહે 8/132 રત્નદીપ સોસાયટી લોકની કેતન સ્કૂલ પાસે (રાણીપ અમદાવાદ)ની ધરપકડ કરી છે. જ્યારે માલ આપનાર જવાનસિંહ (રહે ઉદેપુર રાજસ્થાન) તથા એક વોટ્સએપ નંબરવાળો અને માલ મંગાવનાર વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Padra: પાદરાના રણુ ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
calendar_today April 18, 2026

Padra: પાદરાના રણુ ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પાદરા તાલુકાના રણુ ગામે એક પરિણીતાએ સાસરિયાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પાદરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે. પોલીસ માહિતી મુજબ, ખુશ્બુબેન મનુભાઇ પરમાર (ઉં.29 રહે. રણુ ગામ, રામજી મંદિર પાસે, પાદરા)ના લગ્નને આશરે એક વર્ષ બે મહિના જેટલો સમય થયો હતો, તેઓએ તા. 17 એપ્રિલના રોજ સવારના સમયે કોઈ કારણોસર પોતાના સાસરિયામાં રૂમમાં પંખા સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બનાવની જાણ થતા પરિવારજનો અને આસપાસના લોકો એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને કબજે લઈ પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પિતા મનુભાઇ પુજાભાઇ પરમાર (રહે. ઉમરાયા ગામ, પાદરા) દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હાલ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward