android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur: કદવાલના વસંતગઢ પાસે રૂપિયા 6.35 લાખના દારૂ સાથે બે ઝબ્બે
calendar_today April 18, 2026

Chhota Udepur: કદવાલના વસંતગઢ પાસે રૂપિયા 6.35 લાખના દારૂ સાથે બે ઝબ્બે

છોટાઉદેપુર જિલ્લાના વસંતગઢ પાસેથી બે બાઇક પર લઈ જવાતો રૂા. 6,35,178ના વિદેશી દારૂ સાથે બે ઇસમને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી લેવાયા હતા. છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે જેને લઈને પર પ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના અવારનવાર પ્રયત્નો થાય છે. ત્યારે આ વિદેશી દારૂની ખેપની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલને થઈ હતી. જેને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા વોચ રખાઇ હતી. વોચ દરમિયાન કદવાલ તાલુકાના વસંતગઢ પાસેથી બે બાઇક ઉપર વિદેશી દારૂની 2085 બોટલ જેની કિં. રૂા.6,35,178 લઈ જવાતા ઝડપી પાડયો હતો.વિદેશી દારૂની ખેપ મારનારા બે ઇસમ જયંતી વરસન રાઠવા (રહે. વીરપુર, તા.જી. છોટાઉદેપુર) અને નીલેશ કેશર રાઠવા (રહે.વીરપુર ,તા.જી. છોટાઉદેપુર)ને વિદેશી દારૂ,બાઇક સહિત કુલ રૂા.8,50,178 ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય 8 જણને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં મોટી માત્રામાં વિદેશી ઝડપાતા ક્યાંકને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Padra: પાદરા તા.માં ખેડૂતે જંતુનાશક દવા પી લેતા હાલત ગંભીર
calendar_today April 18, 2026

Padra: પાદરા તા.માં ખેડૂતે જંતુનાશક દવા પી લેતા હાલત ગંભીર

પાદરા તાલુકાના નરસિંહપુરા ગામે એક ખેડૂતે પોતાના ખેતરમાં જંતુનાશક દવા પી લેતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, નરસિંહપુરા ગામના છાછરીયા કૂવા પાસે રહેતા રમેશભાઇ છત્રસંગભાઇ પઢીયાર (ઉ.વ. 58)ને અગાઉથી શ્વાસની બીમારી હતી અને તેઓ છેલ્લા કેટલાક સમયથી તબિયતના કારણે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. ગત રોજ સવારના આઠ વાગ્યાના પહેલા તેઓ પોતાના ખેતરમાં ગયા હતા અને ત્યાં ભીંડાના પાકમાં છાંટવાની જંતુનાશક દવા પી લીધી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. બનાવની જાણ થતા પરિવારજનો દ્વારા તેમને તરત જ વડુ ખાતેના સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે તેમને વડોદરાની એસએસજી ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તેઓ બેભાન હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Padra: પાદરામાં ગ્રામ્ય મહિલાઓ માટે બૅન્કર્સ ગ્રૂપ દ્વારા પ્રોજેક્ટ ઉડાનનો પ્રારંભ
calendar_today April 18, 2026

Padra: પાદરામાં ગ્રામ્ય મહિલાઓ માટે બૅન્કર્સ ગ્રૂપ દ્વારા પ્રોજેક્ટ ઉડાનનો પ્રારંભ

પાદરા ખાતે ગ્રામ્ય મહિલાઓના સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું રૂપે બેન્કર્સ ગ્રૂપ ઑફ હોસ્પિટલ દ્વારા પ્રોજેક્ટ ઉડાનનો ભવ્ય પ્રારંભ કરાયો છે. લખડીકુઈ સ્થિત સ્વજન બેન્કર્સ કોમ્યુનિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં આ પહેલનું વિધિવત લોન્ચિંગ કરાયું હતું. પૂ.પા.ગો.108 શ્રી વ્રજરાજકુમાર મહોદયના આશીર્વાદ સાથે શરૂ થયો હતો. દીપ પ્રાગટય તથા સીવણ મશીનોના પૂજન સાથે પ્રોજેક્ટને પ્રારંભ કરાયો હતો. જે પ્રસંગે ડો. દર્શન બેન્કર, ડો. પારુલ બેન્કર, ડો. યશ બેન્કર, અનુષ્કા બેન્કર, સોનલબેન ચોકસી, સુરેખાબેન ચોકસી, વિભાબેન દવે, શૈલેશ દવે, ભરત દેસાઈ અને હાર્દિક મોદી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરાયું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ડો. મંગલા ચૌહાણ તથા વિશેષ અતિથિ જીન્દાલ દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સન્માન કરાયું હતું. સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ગરિમા પ્રદાનખ્ના હેતુથી સામાજિક સેવાઓ કરાતી હતી. જ્યારે હવે સ્વપ્નોને સાકાર કરવાની દિશામાં આગળ વધવાનો સંકલ્પ લેવાયો છે. થોડા સમય પહેલા યશ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 647 વિધવા બહેનો અને 100 સખી મંડળના સભ્યોને સાડી વિતરણ કરાયું હતું, જ્યારે પ્રોજેક્ટ ઉડાન દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવીને મફત વ્યવસાયિક તાલીમ અપાશે. તેમજ સીવણ મશીનો આપી સ્વરોજગાર શરૂ કરવા પ્રોત્સાહિત કરાશે. ડૉ. દર્શન બેન્કરના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ આ પ્રોજેક્ટ અંગે જણાવાયું હતું કે હેલ્થકેર માત્ર સારવાર પૂરતું નથી. પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. કાર્યક્રમમાં વડોદરાની સફળ મહિલાઓને સન્માનિત કરાઇ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward