android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bodeli: છોટાઉદેપુર જિલ્લા BJP દિગ્ગજ નેતા હેમરાજસિંહ મહારાઉલ પક્ષમાંથી સસ્પેન્ડ
calendar_today April 18, 2026

Bodeli: છોટાઉદેપુર જિલ્લા BJP દિગ્ગજ નેતા હેમરાજસિંહ મહારાઉલ પક્ષમાંથી સસ્પેન્ડ

જાંબુઘોડા : બોડેલી તાલુકા પંચાયતની પાણેજ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના હેમરાજસિંહ (શિવ) મહારાઉલને શિસ્ત ભંગ બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. હેમરાજસિંહ (શિવ) મહારાઉલ વિરુદ્ધ શિસ્ત ભંગની કાર્યવાહી કરાઇ છે. તેઓને ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. નોંધનીય છે કે ભાજપે તેમને ટિકિટ ન આપતા તેઓએ બોડેલીના પાણેજ તા.પં.બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે જ મેદાનમાં ઉતરતા ભાજપે આ મામલે ગંભીરતા દાખવીને શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. જિલ્લામાં ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને અનેક જગ્યાએ નારાજગીનો માહોલ છે. ખાસ કરીને પાણેજ બેઠક પર આ મુદ્દો ઉગ્ર બન્યો હતો. પક્ષમાં ચાલી રહેલા આ પ્રકારના મતભેદો ચૂંટણી પહેલા ભાજપ માટે પડકારરૂપ બની શકે છે. હેમરાજસિંહ (શિવ) મહારાઉલ ભાજપના મેન્ડેડ પર જ સંખેડા APMC ના ડિરેક્ટર, બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. તેમજ તેમના પત્ની શીતલ કુંવરબાને બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ બનાવ્યા હતા. પાર્ટીએ તેમને માત્ર સસ્પેન્ડ જ નથી કર્યા પરંતુ પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દાઓમાંથી દૂર કરી દીધા છે. તેમ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Padra: પાદરા નગર પાલિકાની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયો
calendar_today April 18, 2026

Padra: પાદરા નગર પાલિકાની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયો

પાદરા નગરપાલિકાની 26 એપ્રિલે યોજાનારી ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. નગરપાલિકાના વોર્ડ નં. 1થી 7 સુધીના મતદારોના આંકડા પર નજર કરીએ તો કુલ 31,164 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 15,966 છે જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા 15,197 નોંધાઈ છે. બે વોર્ડ બિનહરીફ જાહેર થતા હવે વોર્ડ 1થી 5ના 22,698 મતદારો 37માંથી કોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. આંકડાકીય રીતે જોવામાં આવે તો પુરુષ મતદારોમાં સૌથી વધુ સંખ્યા વોર્ડ નંબર 1માં નોંધાઈ છે, જ્યારે સૌથી ઓછી 1,878 પુરુષ મતદાર વોર્ડ નં. 5માં છે. બીજી તરફ સ્ત્રી મતદારોમાં પણ વોર્ડ નં. 1 અગ્રેસર છે. જ્યાં સૌથી વધુ 2,016 સ્ત્રી મતદારો છે, જ્યારે સૌથી ઓછી સંખ્યા વોર્ડ નં. 7માં 1,744 અને વોર્ડ નં. 5 માં 1,776 નોંધાઈ છે. કુલ મતદારોના દ્રષ્ટિકોણથી વોર્ડ નંબર 1 સૌથી વધુ મતદારો ધરાવે છે, જ્યારે સૌથી ઓછી સંખ્યા વોર્ડ નં. 7માં છે. ખાસ નોંધનીય બાબત એ છે કે વોર્ડ નં. 5માં કુલ 3,654 મતદારો નોંધાયેલા છે. ચૂંટણીની સ્થિતિ પર નજર કરીએ તો વોર્ડ નં. 6 અને 7ના કુલ 8,466 મતદારોને બાદ કરીએ તો વોર્ડ નં. 1થી 5 માં કુલ 22,698 મતદારો ચૂંટણીના પરિણામમાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ પાંચ વોર્ડમાં કુલ 37 ઉમેદવાર મેદાનમાં છે, જેના કારણે જંગ ત્રિકોણીય અને રસપ્રદ બનશે. વોર્ડ નં. 6 અને 7માં ચારેય બેઠકો બિનહરીફ જાહેર થતા રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળ્યો છે. જ્યારે વોર્ડ નં. 1થી 5માં જબરદસ્ત ચૂંટણી જંગ જામવાનો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana: દાન-પુણ્ય, સોનાની ખરીદી, ખેતી તેમજ વ્યાપારની શરૂઆત કરાશે
calendar_today April 18, 2026

Mehsana: દાન-પુણ્ય, સોનાની ખરીદી, ખેતી તેમજ વ્યાપારની શરૂઆત કરાશે

શુભ મુહૂર્તનું પ્રથમ નામ એટલે અક્ષય તૃતિયા. અક્ષય તૃતિયા એટલે અખાત્રીજના દિવસે વણજોયાં લગ્નનાં મુહૂર્ત ગણાય છે.આ ઈશ્વરીય તિથિના દિવસે રવિવારે દાન-પુણ્ય,સોનાની ખરીદી, ખેતી તેમજ વ્યાપારની શરૂઆત કરવામાં આવે છે. આ પરંપરા સદીઓથી સચવાઈ રહી છે. આ દિવસે બદ્રીધામનાં દ્વાર ખુલે છે અને ચાર ધામની યાત્રાની શરૂઆત થાય છે.અયોધ્યા, વૃન્દાવન, જગન્નાથપુરી,મહારાષ્ટ્ર, રાજસ્થાન અને બુંદેલખંડમાં અખાત્રીજની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. અક્ષય તૃતિયાના પર્વથી ઉત્તર ગુજરાતના ખેડૂતો ખરીફ વાવેતર માટે મુહૂર્ત કરે છે અને કૃષિ ક્ષેત્રોને સજ્જ કરવામાં લાગી જાય છે. મહેસાણા જિલ્લાના ખેડૂતો અખાત્રીજના દિવસે વહેલી સવારે શુભ ચોઘડીયામાં મુહૂર્ત કરવા કૃષિક્ષેત્રોમાં પહોંચી જશે.આમ, અખાત્રીજ કૃષિ સંસ્કૃતિ અને ઋષિ સંસ્કૃતિનો સમન્વય કરનાર પર્વ મનાય છે. આ દિવસે અનેકના પ્રાંગણમાં ઢોલ ઢબૂકશે અને અનેક યુગલો પ્રભૂતામાં પગલાં માંડશે રવિવારે અખાત્રીજ છે અને વણજોયાં મુહૂર્તના કારણે ચોમેર ઉલ્લાસ જોવા મળશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward