android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nadiadમાં ACBનો સપાટો, 55 લાખની લાંચ મામલે સેન્ટ્રલ GSTના સુપરિન્ટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટર 10 લાખ લેતા ઝડપાયા
calendar_today April 18, 2026

Nadiadમાં ACBનો સપાટો, 55 લાખની લાંચ મામલે સેન્ટ્રલ GSTના સુપરિન્ટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટર 10 લાખ લેતા ઝડપાયા

ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ગાંધીનગર એસીબીને મોટી સફળતા મળી છે. નડીઆદ સ્થિત કેન્દ્રીય જીએસટી ભવનમાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા અધિકારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઓપરેશનમાં જીએસટી સુપરિન્ટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટર લાખો રૂપિયાની લાંચ લેતા પકડાઈ જતાં સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.ગાડી છોડવા પેટે માંગી હતી 55 લાખની લાંચ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ફરિયાદીની સામાન ભરેલી ગાડીને છોડવા માટે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ 55 લાખ રૂપિયાની માતબર રકમની લાંચ માંગી હતી. ફરિયાદી આટલી મોટી રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ગાંધીનગર એસીબીની ટીમે નડીઆદમાં જાળ બિછાવી હતી. 10 લાખનો પ્રથમ હપ્તો લેતા ધરપકડ ફરિયાદી જ્યારે લાંચની રકમનો પ્રથમ હપ્તો એટલે કે 10 લાખ રૂપિયા આપવા પહોંચ્યા ત્યારે એસીબીએ ત્રાટકીને બે અધિકારીઓને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં સુપરિન્ટેન્ડન્ટ અમરનાથ ગોવર્ધનરામ સરોજ અને ઇન્સ્પેક્ટર સુબોધ સુભાષ ચૌહાણનો સમાવેશ થાય છે. એસીબીએ બંને અધિકારીઓની ધરપકડ કરી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ટ્રેપને પગલે કેન્દ્રીય જીએસટી વિભાગમાં મોટો ખળભળાટ મચી ગયો છે.આ પણ વાંચો----     Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ

Read Full Story arrow_forward
Gujarat Police ભરતી બોર્ડ દ્વારા 19 એપ્રિલે PSI કેડરની લેખિત પરીક્ષા યોજાશે
calendar_today April 18, 2026

Gujarat Police ભરતી બોર્ડ દ્વારા 19 એપ્રિલે PSI કેડરની લેખિત પરીક્ષા યોજાશે

ગુજરાતમાં પોલીસ ભરતી પ્રક્રિયા અંતર્ગત PSI કેડરની લેખિત પરીક્ષા 19 એપ્રિલે યોજાવાની છે. આ પરીક્ષા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવી રહી છે, જેમાં કુલ 858 જગ્યાઓ માટે 1,10,680 ઉમેદવારો ભાગ લેશે. આ પરીક્ષા રાજ્યના ચાર મુખ્ય શહેરો—અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં લેવામાં આવશે.8000થી વધુ કર્મચારીઓ પણ કામગીરીમાં જોડાશે પરીક્ષા માટે કુલ 371 શાળાઓને કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા સુચારૂ રીતે પાર પડે તે માટે પોલીસ વિભાગના લગભગ 4000 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે શિક્ષણ વિભાગના 8000થી વધુ કર્મચારીઓ પણ કામગીરીમાં જોડાશે. પ્રત્યેક પરીક્ષા કેન્દ્ર પર PI અથવા PSI કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે, જેથી નિયમોનું કડક પાલન થાય. સાથે જ પારદર્શિતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન, ફેશિયલ રિકગ્નિશન અને CCTV જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં નહીં આવે ભરતી બોર્ડે સ્પષ્ટ જણાવ્યું છે કે પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં નહીં આવે. જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારો અને વાલીઓ માટે મદદરૂપ થવા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ મોટી ભરતી પ્રક્રિયા રાજ્યના યુવાઓ માટે મહત્વપૂર્ણ તક બની રહી છે અને પરીક્ષાને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો : Tapi : પ્રિયંકા ગાંધી સાંસદ બની શકે તો સામાન્ય નારી કેમ નહીં? નારી શક્તિ વંદન બિલ મુદ્દે હર્ષ સંઘવીના વિપક્ષ પર આકરા પ્રહાર

Read Full Story arrow_forward
Kheda સામૂહિક દુષ્કર્મ કાંડ, મુખ્ય સૂત્રધાર પરવેઝ સહિત આઠ જેલભેગા, પિશાચી કૃત્યને પગલે જિલ્લામાં રોષની જ્વાળા
calendar_today April 18, 2026

Kheda સામૂહિક દુષ્કર્મ કાંડ, મુખ્ય સૂત્રધાર પરવેઝ સહિત આઠ જેલભેગા, પિશાચી કૃત્યને પગલે જિલ્લામાં રોષની જ્વાળા

ખેડા જિલ્લામાં એક સગીરા સાથે આચરવામાં આવેલા સામૂહિક દુષ્કર્મના પિશાચી કૃત્યને પગલે જિલ્લામાં રોષની જ્વાળા ભભૂકી ઉઠી છે. આ ચકચારી કેસમાં ખેડા પોલીસે વીજળીક ગતિએ કાર્યવાહી કરતા કુલ 9 પૈકી 8 આરોપીઓને દબોચી લીધા છે. આજે પોલીસ કાફલા દ્વારા પકડાયેલા તમામ આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શન પોલીસ તમામ આઠ આરોપીઓને તે નિર્જન સ્થળે લઈ ગઈ હતી જ્યાં સગીરા સાથે શરમજનક કૃત્ય આચરવામાં આવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકેશનની તપાસ કરવામાં આવી હતી. આ દ્રશ્યો જોવા માટે આસપાસના ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોકોમાં નરાધમો પ્રત્યે એટલો આક્રોશ હતો કે સુરક્ષાના ભાગરૂપે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. ગ્રામજનોએ એકસૂરે તમામ આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે. મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓની યાદી પોલીસ તપાસમાં આ સમગ્ર પાશવી ઘટનાનો મુખ્ય સૂત્રધાર પરવેઝ અનવરખાન ઉર્ફે મુનાવરખાન પઠાણ હોવાનું ખુલ્યું છે. પોલીસે જે અન્ય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે તેમાં માહિર પઠાણ, ફૈઝાન પઠાણ, તૌફીક પઠાણ, અયાન પઠાણ, મોઇન પઠાણ, મારૂફ પઠાણ અને સલમાન આરીફખાન પઠાણનો સમાવેશ થાય છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક આરોપી સાહીલ પઠાણ હજુ પણ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો---     Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ

Read Full Story arrow_forward