android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Hormuzમાં ભારતીય ટેન્કર પર ફાયરિંગ, MEAએ ઈરાની રાજદૂતને મોકલ્યું સમન્સ
calendar_today April 18, 2026

Hormuzમાં ભારતીય ટેન્કર પર ફાયરિંગ, MEAએ ઈરાની રાજદૂતને મોકલ્યું સમન્સ

હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજ પર ફાયરિંગની ઘટનાને લઈને તણાવ વધી ગયો છે. મળતી માહિતી મુજબ ઈરાનની નેવી દ્વારા બે વેપારી જહાજો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક ભારતીય ધ્વજવાળું ટૅન્કર પણ સામેલ છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે, કારણ કે હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંથી એક ગણાય છે. ભારતીય જહાજ પર થયેલો હુમલો અત્યંત ચિંતાજનક વિદેશ મંત્રાલય (MEA)એ આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરી છે. ભારત સરકારે ઈરાનના રાજદૂત ડૉ. મોહમ્મદ ફથલીને તાત્કાલિક સમન મોકલીને આ હુમલા અંગે કડક વિરોધ નોંધાવ્યો છે. MEA દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતીય જહાજ પર થયેલો હુમલો અત્યંત ચિંતાજનક છે અને આ મુદ્દે સંપૂર્ણ સ્પષ્ટતા માગવામાં આવી છે. રાજનૈતિક સંબંધોમાં તણાવ વધાર્યો મંત્રાલયે ઈરાની રાજદૂત સમક્ષ ભારતની ગંભીર ચિંતા વ્યક્ત કરી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની ખાતરી આપવા માગ કરી છે. મળતી માહિતી મુજબ ભારતે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોમાં વેપારી જહાજોની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે અને તેના ઉલ્લંઘનને સહન કરવામાં નહીં આવે. આ ઘટનાએ ભારત અને ઈરાન વચ્ચેના રાજનૈતિક સંબંધોમાં તણાવ વધાર્યો છે. સુરક્ષા એજન્સીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને હોર્મુઝ વિસ્તારમાં ભારતીય જહાજોની સુરક્ષા વધારવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પણ વાંચો : Pakistanમાં ખેડૂતોનો હલ્લાબોલ,100થી વધુ શહેરમાં રસ્તા પર ઉતર્યા અન્નદાતા,સરકારનો વિરોધ

Read Full Story arrow_forward
Tapi : પ્રિયંકા ગાંધી સાંસદ બની શકે તો સામાન્ય નારી કેમ નહીં? નારી શક્તિ વંદન બિલ મુદ્દે હર્ષ સંઘવીના વિપક્ષ પર આકરા પ્રહાર
calendar_today April 18, 2026

Tapi : પ્રિયંકા ગાંધી સાંસદ બની શકે તો સામાન્ય નારી કેમ નહીં? નારી શક્તિ વંદન બિલ મુદ્દે હર્ષ સંઘવીના વિપક્ષ પર આકરા પ્રહાર

તાપી જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 'નારી શક્તિ વંદન બિલ' મુદ્દે વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસ, સપા (સમાજવાદી પાર્ટી) સહિતના પક્ષોને આડેહાથ લેતા પરિવારવાદના મુદ્દે ઘેર્યા હતા અને દેશની સામાન્ય મહિલાઓના અધિકારો માટે સવાલો ઉઠાવ્યા હતા.પરિવારવાદ પર નિશાન હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં સીધો સવાલ કરતા જણાવ્યું હતું કે, "જો પ્રિયંકા ગાંધી સાંસદ બની શકતા હોય અને ડિમ્પલ યાદવ સાંસદ બની શકતા હોય, તો દેશની સામાન્ય નારી કેમ નહીં? શું દેશની દીકરીઓ કે ગામ-શહેરની નારી સંસદમાં ભાગ લેવા માટે સાંસદ ન બની શકે?" તેમણે ઉમેર્યું હતું કે આજે દેશની દરેક નારી વિપક્ષને સવાલ કરી રહી છે કે તેમને પ્રતિનિધિત્વ આપવામાં કેમ પાછળ રાખવામાં આવે છે. વિપક્ષને ખુલ્લી ચેતવણી ગૃહ રાજ્યમંત્રીએ આક્રમક મૂડમાં વિપક્ષી નેતાઓને પડકાર ફેંકતા કહ્યું હતું કે, "જનતાના સવાલોના જવાબ આપો, અને જો જવાબ આપવાની હિંમત ન હોય તો આગામી સમયમાં જનતા પાસે વોટ માંગવા આવતા નહીં." નારી શક્તિ વંદન બિલ મહિલાઓને રાજકારણમાં સમાન હક અપાવવાની દિશામાં ઐતિહાસિક કદમ હોવાનું જણાવી તેમણે ભાજપ સરકારની મહિલા સશક્તિકરણની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.આ પણ વાંચો---    Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ

Read Full Story arrow_forward
Kheda સામૂહિક દુષ્કર્મ કેસ મામલે પોલીસે 8 આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું
calendar_today April 18, 2026

Kheda સામૂહિક દુષ્કર્મ કેસ મામલે પોલીસે 8 આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું

ખેડા જિલ્લામાં સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના ચકચારી કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસમાં કુલ 9 નરાધમો સંડોવાયેલા હતા, જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ગુનાની કડીઓ મેળવવા અને ઘટનાક્રમ સમજવા માટે પોલીસની ટુકડી તમામ આરોપીઓને લઈને ગુનાના સ્થળે પહોંચી હતી, જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ગુનેગારોમાં પોલીસની આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે.રિકન્સ્ટ્રક્શન જોવા આખું ગામ ઉમટ્યું જ્યારે પોલીસ આરોપીઓને લઈને ઘટનાસ્થળે પહોંચી, ત્યારે આખા ગામના લોકો નરાધમોનો ચહેરો જોવા અને પોલીસની કાર્યવાહી નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 9 આરોપીઓ પૈકી હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં તેને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ખાતરી આપી છે. નરાધમોને કડક સજા કરવાની લોક માગ આ અમાનવીય કૃત્યને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગ્રામજનો અને પીડિતાના પરિવારજનોએ માંગ કરી છે કે, ગુનાહિત માનસિકતા ધરાવતા આ તમામ નરાધમો વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને તેમને કડકમાં કડક સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરતા પહેલા સો વાર વિચારે. પોલીસે પણ પુરાવા એકત્રિત કરી કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward