Bhavnagar : તસ્કરોનો આતંક, વોરા બજારમાં સોનીની દુકાનના તાળા તોડી CCTV તોડ્યા, વેપારીઓમાં ફફડાટ
ભાવનગરમાં તસ્કરોએ જાણે પોલીસનો ડર ગુમાવી દીધો હોય તેમ શહેરની મુખ્ય બજારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. શહેરના હાર્દ સમાન ગણાતા વોરા બજાર વિસ્તારમાં આવેલી એક સોનીની દુકાનને નિશાન બનાવી તસ્કરો હજારોની રોકડ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે.ચોરીની મોડસ ઓપરેન્ડી મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ સોનીની દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાંથી આશરે 10 હજાર રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ચોરી કર્યા બાદ તસ્કરોએ પોતાની ઓળખ છુપાવવા માટે દુકાનમાં લાગેલા CCTV કેમેરા અને સિસ્ટમને પણ નુકસાન પહોંચાડ્યું હતું અને પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. વેપારીઓમાં ભયનો માહોલ જોકે, તસ્કરોની આ કરતૂતના કેટલાક CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. વોરા બજાર જેવી વ્યસ્ત બજારમાં ચોરીની ઘટના બનતા સ્થાનિક સોની વેપારીઓમાં રોષ અને ભય જોવા મળી રહ્યો છે. હાલમાં ભોગ બનનાર વેપારીએ પોલીસને જાણ કરી છે અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ભાવનગર પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો---- Local Body Elections 2026 : સુરત કોંગ્રેસના ઉમેદવારનો ગંભીર આરોપ, મને ફોર્મ પરત લેવા માટે 75 લાખની ઓફર કરાઇ હતી, રાજકારણમાં ગરમાવો
Read Full Story arrow_forward