android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahesana News: વિજાપુર દુષ્કર્મ કેસમાં ઐતિહાસિક ચુકાદો, DNA રિપોર્ટના આધારે પાપી પિતાને 25 વર્ષની કેદ
calendar_today April 17, 2026

Mahesana News: વિજાપુર દુષ્કર્મ કેસમાં ઐતિહાસિક ચુકાદો, DNA રિપોર્ટના આધારે પાપી પિતાને 25 વર્ષની કેદ

મહેસાણા જિલ્લાના વિજાપુરમાં માનવતાને શર્મસાર કરતી ઘટનામાં ન્યાયપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. આરોપી કૌશિકસિંહ મકવાણાએ એક 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્યના કારણે સગીરા ગર્ભવતી બની હતી. જોકે, પાપી આરોપીએ સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ બંનેને રઝળતા તરછોડી દીધા હતા.DNA ટેસ્ટથી આરોપીનો પર્દાફાશ આ કેસમાં વિજ્ઞાન અને કાયદાનો સચોટ સમન્વય જોવા મળ્યો હતો. આરોપીએ બાળક પોતાનું હોવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ DNA ટેસ્ટ કરાવતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું. રિપોર્ટમાં સાબિત થયું કે, કૌશિકસિંહ જ તે બાળકનો બાયોલોજીકલ પિતા છે. સરકારી વકીલ પરેશકુમાર કે. દવેની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો. 25 વર્ષની કેદ અને રૂ. 88 હજારનો દંડ વિજાપુર કોર્ટ દ્વારા આરોપી કૌશિકસિંહ મકવાણાને 25 વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ આરોપીને રૂ. 88,000નો દંડ પણ કરવામાં આવ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે, સામાજિક મૂલ્યોના હનન અને સગીરાના શોષણ બદલ આવી કડક સજા અનિવાર્ય છે. પીડિતા અને બાળક માટે વળતરની વ્યવસ્થા કોર્ટે માત્ર સજા જ નહીં, પણ પીડિત સગીરા અને માસૂમ બાળકના ભવિષ્યનો પણ વિચાર કર્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, ભોગ બનનાર સગીરાને રૂ. 75,000 નું વળતર ચૂકવવું. તરછોડાયેલા માસૂમ બાળકને રૂ. 3 લાખ નું વળતર ચૂકવવું. આ રકમ બાળક પુખ્ત વયનું ન થાય ત્યાં સુધી ફિક્સ ડિપોઝિટમાં રાખવા તાકીદ કરવામાં આવી છે. DNA રિપોર્ટ મુજબ આરોપી પિતા સાબિત થતા, બાળકને વારસા હક્ક પણ મળવાપાત્ર રહેશે.આ પણ વાંચો - Local body election: મહેસાણા મનપામાં 47 બેઠકો પર 122 ઉમેદવારો વચ્ચે જંગ, 5 બેઠકો પર ભાજપ બિનહરીફ

Read Full Story arrow_forward
Local body election 2026: ચિતરીયા બેઠકના મહિલા ઉમેદવારનું મોત થતા રાજકારણમાં ગમગીની
calendar_today April 17, 2026

Local body election 2026: ચિતરીયા બેઠકના મહિલા ઉમેદવારનું મોત થતા રાજકારણમાં ગમગીની

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે સાબરકાંઠા જિલ્લામાંથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિજયનગર તાલુકાની ચિતરીયા બેઠક પરથી તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા અને ભાજપના કર્મઠ અગ્રણી લીનાબેન લક્ષ્મણભાઈ નીનામાનું નિધન થયું છે. તેમના નિધનને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.અચાનક લથડી હતી તબિયતમળતી માહિતી મુજબ, બુધવારે સાંજે લીનાબેનની તબિયત અચાનક લથડી હતી. ગંભીર બીમારીના કારણે તેમની તબિયત વધુ બગડતા તાત્કાલિક ભિલોડાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.રાજકીય સફર અને યોગદાનલીનાબેન નીનામા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રહી ચૂક્યા હતા અને અગાઉ મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે પણ સેવાઓ આપી હતી. સામાજિક સેવા અને રાજકારણમાં તેઓ સક્રિય હોવાની સાથે ભારતીય જનતા પાર્ટીના એક મજબૂત અને લડાયક કાર્યકર્તા તરીકે ઓળખાતા હતા. ચિતરીયા બેઠક પરના ત્રિપાંખિયા જંગમાં તેઓ એક સક્ષમ ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા હતા.આ પણ વાંચો: Local body election 2026: ભાણવડના જેઠાભાઈ છુછરને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયા

Read Full Story arrow_forward
Local Body Elections 2026: 'લોકશાહી બચાવો'ના નારા સાથે થરાદ કોંગ્રેસના ધરણાં, ભાજપ પર સરકારી મશીનરીના દુરૂપયોગનો આક્ષેપ
calendar_today April 17, 2026

Local Body Elections 2026: 'લોકશાહી બચાવો'ના નારા સાથે થરાદ કોંગ્રેસના ધરણાં, ભાજપ પર સરકારી મશીનરીના દુરૂપયોગનો આક્ષેપ

બનાસકાંઠા જિલ્લાના મહત્વના મથક એવા થરાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ સમિતિ દ્વારા આજે થરાદ ખાતે 'લોકશાહી બચાવો' કાર્યક્રમ હેઠળ વિશાળ ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં યુવાનો અને મહિલા કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.ફોર્મ પરત ખેંચવા દબાણ કરાતું હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ધાક-ધમકી આપીને અથવા લાલચ આપીને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચ અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ન્યાયિક તપાસની માગ ઉઠાવી છે. ભાજપ હારના ડરથી દબાણ કરે છે : કોંગ્રેસ પ્રમુખ ધરણાં દરમિયાન કોંગ્રેસ પ્રમુખે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપને હવે પોતાની હાર સ્પષ્ટ દેખાઈ રહી છે. હારના ડરથી ભાજપ સરકારી મશીનરી અને પોલીસનો દુરૂપયોગ કરી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપ ગમે તેટલા પ્રયાસો કરી લે, પરંતુ આ વખતે જનતા જાગૃત છે અને ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ કરી નાખશે. ચૂંટણી પહેલા જંગ તેજ બન્યો થરાદમાં યોજાયેલા આ ધરણાં પ્રદર્શને રાજકીય વાતાવરણને ઉત્તેજિત કરી દીધું છે. કોંગ્રેસના આ આક્રમક તેવરને જોતા આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ વધુ રોમાંચક અને સંઘર્ષમય બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા આ આક્ષેપો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આ પણ વાંચો - Tharad News: ડોડગામમાં કાળજું ધ્રુજાવી દેતી ઘટના, તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ ભાઈ-બહેનોના કરુણ મોત

Read Full Story arrow_forward