android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kangana Ranautએ Chirag Paswan સાથેના સંબંધ અંગે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ બોલીવુડ ક્વીને?
calendar_today April 17, 2026

Kangana Ranautએ Chirag Paswan સાથેના સંબંધ અંગે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ બોલીવુડ ક્વીને?

આ વખતે ચર્ચા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સાથેના તેના સંબંધોની છે, જેના પર તેઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. કંગના-ચિરાગ ફરી ચર્ચામાં જ્યારે પણ કંગના અને ચિરાગ બંને સંસદીય કે પાર્ટીના કાર્ય માટે મળે છે. ત્યારે તેમના ફોટા વાયરલ થાય છે. ક્યારેક તેઓ તાળીઓ પાડતા અને હસતા જોવા મળે છે. તો ક્યારેક એકબીજાને બોલાવતા અને ગળે લગાવતા જોવા મળે છે. બંને વચ્ચે અફેરની અફવાઓ ઘણા સમયથી ફેલાઈ રહી છે. પરંતુ હવે કંગનાએ આ બધી અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. તેણીએ સ્પષ્ટપણે કહ્યું કે ચિરાગ પાસવાન ફક્ત એક સારો મિત્ર છે. તેનાથી વધુ કંઈ નહીં. કંગનાની પ્રતિક્રિયા આવી સામે મુલાકાત દરમિયાન જ્યારે રોમેન્ટિક દ્રષ્ટિકોણ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે કંગનાએ હસીને કહ્યું હતુ કે, ના, ચિરાગ ફક્ત એક મિત્ર છે. જ્યારે પણ હું તેના વિશે વિચારું છું, ત્યારે હું તેને મિત્ર તરીકે જોઉં છું. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમની વચ્ચે ક્યારેય કોઈ રોમાંસ હતો, ત્યારે તેણીએ સ્પષ્ટપણે જવાબ આપ્યો હતો કે, કોઈ રોમાંસ નથી. અમે ઘણા વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ. તેણીએ મજાકમાં આગળ કહ્યું હતુ કે, અમે બંનેએ લગભગ 10 વર્ષ પહેલાં સાથે એક ફિલ્મ કરી હતી. જો અમારી વચ્ચે કંઈક થયું હોત, તો અમને અત્યાર સુધીમાં બાળકો થઈ ગયા હોત. જો રોમાંસ થવાનો હોત, તો તે અત્યાર સુધીમાં થઈ ગયું હોત. કંગના સાથે ચિરાગનું બોલીવુડમાં હતુ ડેબ્યૂ કંગના અને ચિરાગ પાસવાને 2011 માં આવેલી ફિલ્મ 'મિલે ના મિલે હમ'માં સાથે કામ કર્યું હતું. ચિરાગે આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન તનવીર ખાન દ્વારા કરવામાં આવ્યું હતું. કંગના અને ચિરાગ ઉપરાંત, તેમાં નીરુ બાજવા અને સાગરિકા ઘાટગે પણ હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી ન હતી, પરંતુ તે મિત્રતાની શરૂઆત હતી જે આજે પણ ચાલુ છે. કંગનાની છેલ્લી રિલીઝ ફિલ્મ 'ઇમરજન્સી' હતી, જેનું નિર્દેશન તેણીએ કર્યું હતું અને તેમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી. કંગના ટૂંક સમયમાં 'ક્વીન-2' અને 'તનુ વેડ્સ મનુ-3' માં જોવા મળશે. આ પણ વાંચોઃ Iranની Americaને તેની 'ઈઝરાયલ ફર્સ્ટ' નીતિ છોડવા અને કરારનું પાલન કરવા આપી કડક ચેતવણી

Read Full Story arrow_forward
ED Raid: પંજાબ સરકારમાં મંત્રી સંજીવ અરોરાને ત્યાં EDના દરોડા, 13 સ્થળો પર રેડ પાડી
calendar_today April 17, 2026

ED Raid: પંજાબ સરકારમાં મંત્રી સંજીવ અરોરાને ત્યાં EDના દરોડા, 13 સ્થળો પર રેડ પાડી

શુક્રવારે સવારે પંજાબના કેબિનેટ મંત્રી અને AAP નેતા સંજીવ અરોરાના લુધિયાણા નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની એક ટીમે દરોડા પાડ્યા હતા. સવારે મંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા પછી  ED ટીમે તાત્કાલિક હાજર દસ્તાવેજોની તપાસ શરૂ કરી. સુરક્ષાના પગલા તરીકે, કેન્દ્રીય પોલીસ દળના કર્મચારીઓને પણ ઘરની બહાર તૈનાત કરવામાં આવ્યા હતા. 13 સ્થળોએ હાથ ધરી તપાસઅહેવાલો અનુસાર, તપાસ એજન્સીના રડારમાં માત્ર મંત્રી સંજીવ અરોરા જ નહીં પરંતુ તેમના વ્યવસાયિક ભાગીદારો પણ સામેલ છે. આ સમગ્ર કામગીરી લુધિયાણા, જલંધર, ચંદીગઢ અને ગુરુગ્રામ સહિત કુલ 13 સ્થળોએ એકસાથે હાથ ધરવામાં આવી હતી. કેજરીવાલે શું કહ્યું ?દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ દરોડા પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખતા, તેમણે નોંધ્યું છે કે છેલ્લા ત્રણ દિવસમાં AAP નેતાના પરિસર પર આ બીજો દરોડો છે.  તેમણે પ્રશ્ન કર્યો કે શું અત્યાર સુધી કરવામાં આવેલા અસંખ્ય દરોડામાં એક રૂપિયો પણ "કાળા નાણાં" મળી આવ્યા છે   કેજરીવાલે આ સમગ્ર કવાયતને સત્તા માટે રમાતી રાજનીતિ ગણાવી. તપાસ એજન્સીની તપાસમાં મંત્રી સંજીવ અરોરા ઉપરાંત તેમના લુધિયાણા સ્થિત બિઝનેસ પાર્ટનર, હેમંત સૂદ અને જલંધર સ્થિત ઉદ્યોગપતિ ચંદ્રશેખર અગ્રવાલનો પણ સમાવેશ થાય છે. શરૂઆતમાં આ કેસ 'હેમ્પટન સ્કાય રિયલ્ટી' નામની કંપની સાથે સંકળાયેલા જમીન સોદામાંથી ઉદ્ભવ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમાં ઘણા અન્ય ગંભીર આરોપોનો સમાવેશ થયો છે. ઇડીની તપાસમાં થયો ખુલાસોED ની તપાસમાં ખુલાસો થયો છે કે સંજીવ અરોરાની કંપનીએ સ્થાપિત નિયમોનું ઉલ્લંઘન કરીને પંજાબમાં જમીનના ઉપયોગને કથિત રીતે બદલ્યો હતો. વધુમાં તેમના પર શેરબજારમાં હેરાફેરી - ખાસ કરીને વેચાણ વ્યવહારો બનાવીને શેરના ભાવમાં વધારો. અને દુબઈમાં સટ્ટાબાજીની પ્રવૃત્તિઓમાંથી મેળવેલા ગેરકાયદેસર ભંડોળને ભારતમાં ચેનલ કરીને લોન્ડરિંગ કરવાના આરોપોનો સામનો કરવો પડે છે. વધુમાં, સંજીવના પુત્ર અને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, કાવ્યા અરોરાના પરિસરમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જે હવે તપાસના દાયરામાં આવી છે. શું છે કથિત આરોપ ? તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. એવો આરોપ છે કે જલંધર સ્થિત ઉદ્યોગપતિ ચંદ્રશેખર અગ્રવાલ - જે ક્રિકેટ બુકી તરીકે જાણીતા છે - તેમના ગેરકાયદેસર સટ્ટાબાજીના કાર્યો અને હવાલા વ્યવહારોમાંથી મેળવેલા ભંડોળનું સંજીવ અરોરાની કંપનીઓ દ્વારા રિયલ એસ્ટેટમાં રોકાણ કરી રહ્યા હતા. સંજીવ પર આ ગેરકાયદેસર ઓપરેટરોને સમર્થન આપવા માટે તેમના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરવાનો અને બદલામાં નાણાકીય લાભ મેળવવાનો પણ આરોપ છે. વધુમાં, મંત્રીની કંપનીઓ નિકાસ બિલો બનાવીને અને અસ્તિત્વમાં ન હોય તેવી GST સંસ્થાઓ પાસેથી કરેલી ખરીદી બતાવીને કરોડો રૂપિયાની ઉચાપત કરવાની શંકા છે. હેમંત સૂદની કંપની, 'ફાઇન્ડોક ફિનવેસ્ટ' પર શેરબજાર દ્વારા આ ગેરકાયદેસર ભંડોળના લોન્ડરિંગને સરળ બનાવવાનો આરોપ છે. હાલમાં, FEMA હેઠળ ચાલી રહેલી કાર્યવાહીના ભાગ રૂપે, અધિકારીઓ રહેણાંક અને વાણિજ્યિક બંને જગ્યાઓ પર હાજર છે, જ્યાં તેઓ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની વ્યાપક તપાસ કરી રહ્યા છે.આ પણ વાંચો- દુનિયાનું સૌથી સ્ટ્રોંગ શેરબજાર કયા દેશનું ?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ઉમરેઠ લીંગડા રોડ પર સ્કોર્પિયો કાર કાંસમાં ખાબકી, ક્રેનની મદદથી બહાર કઢાઈ, કારમાં સવાર વ્યક્તિ અને ડ્રાઈવરનો આબાદ બચાવ
calendar_today April 17, 2026

Gujarat Latest News Live : ઉમરેઠ લીંગડા રોડ પર સ્કોર્પિયો કાર કાંસમાં ખાબકી, ક્રેનની મદદથી બહાર કઢાઈ, કારમાં સવાર વ્યક્તિ અને ડ્રાઈવરનો આબાદ બચાવ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward