android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: બિહારના CMને ધમકી આપનાર આરોપી અમદાવાદના સાણંદથી ઝડપાયો
calendar_today April 17, 2026

Ahmedabad: બિહારના CMને ધમકી આપનાર આરોપી અમદાવાદના સાણંદથી ઝડપાયો

બિહારના મુખ્યમંત્રીને મોબાઈલ ફોન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર મામલે અમદાવાદની સાણંદ પોલીસે મોટી સફળતા મેળવી છે. બિહાર પોલીસની તપાસ બાદ મળેલી કડીઓને આધારે સાણંદ પોલીસે આરોપીને સાણંદ-કડી રોડ પરથી દબોચી લીધો છે.બિહારના CMને ધમકી આપનાર સાણંદથી ઝડપાયોબિહારના મુખ્યમંત્રીને થોડા સમય પહેલા મોબાઈલ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે બિહારના મુંગેર જિલ્લામાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીનું લોકેશન ગુજરાતમાં ટ્રેસ થતા બિહાર પોલીસ સતર્ક બની હતી અને ગુજરાત પોલીસની મદદ માંગવામાં આવી હતી.પોલીસ કાર્યવાહીસાણંદ પોલીસની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. આ દરમિયાન સાણંદ-કડી રોડ પરથી શંકાસ્પદ શેખર યાદવની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપી શેખર યાદવે બિહારના મુખ્યમંત્રીને ધમકી આપી હોવાની કબૂલાત કરી છે.આ પણ વાંચો:Aravalli: સભામાં બાળકીએ વ્યક્ત કરી CM ના સન્માનની ઈચ્છા, મુખ્યમંત્રીએ દીકરીને સ્ટેજ પર તેડાવી જીત્યું દિલ

Read Full Story arrow_forward
Surendranagar News: ચોટીલા પાસે 1.29 કરોડનો વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો, ચારની શોધખોળ શરૂ
calendar_today April 17, 2026

Surendranagar News: ચોટીલા પાસે 1.29 કરોડનો વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો, ચારની શોધખોળ શરૂ

રાજકોટ રેન્જ આઇજી તરીકે નિર્લિપ્ત રાય દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ ગુનેગારો અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં અત્યાર સુધીનો સૌથી મોટો દારૂનો જથ્થો પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.ચોટીલા હાઈવે પરથી 1.29 કરોડનો દારૂ જપ્ત પોલીસ ટીમે ચોટીલા વિસ્તારમાં વોચ ગોઠવી એક શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી. તલાશી લેતા ટ્રકમાંથી લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ગણતરી કરતા અંદાજે 1.29 કરોડનો દારૂ અને ટ્રક સહિત કુલ 1.46 કરોડનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. આટલી મોટી ખેપ પકડાતા દારૂના કાળા કારોબારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ શરૂ રેડ દરમિયાન પોલીસ દ્વારા સ્થળ પરથી શાહિદ સંધી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 4 મુખ્ય આરોપીઓની પોલીસે ઓળખ કરી છે, અને તેમને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે. દારૂબંધીના અમલ માટે પોલીસ સતર્ક રાજકોટ રેન્જમાં દારૂબંધીના કડક અમલ માટે આઈજી નિર્લિપ્ત રાય દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ચોટીલા પંથકમાં થયેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે, હાઈવે પરથી પસાર થતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પોલીસની બાજ નજર છે. આગામી દિવસોમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે. આ પણ વાંચો - Surendranagar News: લીંબડી-અમદાવાદ હાઈવે પર કાળમુખી કારનો કહેર, ભલગામડાના યુવકનું મોત

Read Full Story arrow_forward
Navsari: GCAS પોર્ટલની નિષ્ફળતા સામે ABVPના ઉગ્ર દેખાવો, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી
calendar_today April 17, 2026

Navsari: GCAS પોર્ટલની નિષ્ફળતા સામે ABVPના ઉગ્ર દેખાવો, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી

રાજ્ય સરકારના GCAS પોર્ટલની ખામીઓને કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના વિરોધમાં આજે નવસારીમાં ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોર્ટલની વારંવારની નિષ્ફળતા અને એડમિશન પ્રક્રિયામાં થતી હાલાકીને લઈને વિદ્યાર્થી કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા.રસ્તો બ્લોક અને પોલીસ કાર્યવાહીABVPના કાર્યકરોએ શહેરના મુખ્ય માર્ગ પર બેસી જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને રસ્તો બ્લોક કરી દીધો હતો. ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર્યકરો પોતાની માગ પર અડગ રહેતા અંતે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થી કાર્યકરોની ટીંગાટોળી કરી તેમને રસ્તા પરથી દૂર કર્યા હતા અને અનેક કાર્યકરોની ડિટેન કરી અટકાયત કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓની માગABVPના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે GCAS પોર્ટલની ખામીઓ અને ટેકનિકલ નિષ્ફળતા અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી. આ પોર્ટલને કારણે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે અને એડમિશન પ્રક્રિયામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. જો આગામી દિવસોમાં પોર્ટલની સમસ્યા હલ કરવામાં નહીં આવે તો આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.આ પણ વાંચો: Ahmedabad: બિહારના મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ સાણંદથી ઝડપાયો, પોલીસે આરોપીને બિહાર મોકલવાની તજવીજ કરી

Read Full Story arrow_forward