android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: મિલેનિયમ માર્કેટ-1 માં ભીષણ આગ ફાટી નીકળી, ફાયર વિભાગે 'મેજર કોલ' જાહેર કર્યો
calendar_today April 16, 2026

Surat: મિલેનિયમ માર્કેટ-1 માં ભીષણ આગ ફાટી નીકળી, ફાયર વિભાગે 'મેજર કોલ' જાહેર કર્યો

કાપડ નગરી સુરતના રિંગ રોડ પર આવેલી જાણીતી મિલેનિયમ માર્કેટ-1 માં આજે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. માર્કેટના પહેલા માળે આવેલી દુકાનોમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.મિલેનિયમ માર્કેટ-1 માં આગમળતી માહિતી મુજબ, રિંગ રોડ પર આવેલી મિલેનિયમ માર્કેટ-1 ના પહેલા માળે આવેલી 'વૈભવી ક્રિએશન' નામની દુકાન અને તેની આસપાસની અન્ય બે દુકાનોમાં અચાનક આગ લાગી હતી. કાપડનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને માર્કેટમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.ફાયર વિભાગની કામગીરીઆગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ ફાયર સ્ટેશનોથી કુલ 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવીને અંદાજે કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે મોટી રાહતની વાત છે.આ પણ વાંચો: Local body Election 2026: દૂધધારા ડેરીની ચૂંટણીમાં બગાવત કરનારા જંબુસરના 6 આગેવાનોનું સસ્પેન્શન રદ, ભાજપ સંગઠન ફરી મજબૂત

Read Full Story arrow_forward
Local Body Elections 2026: રાજકોટ ભાજપનો 'માસ્ટર પ્લાન', મેટ્રો ટ્રેનથી લઈ મિનિ હોસ્પિટલ સુધી કર્યા આ વચનો
calendar_today April 16, 2026

Local Body Elections 2026: રાજકોટ ભાજપનો 'માસ્ટર પ્લાન', મેટ્રો ટ્રેનથી લઈ મિનિ હોસ્પિટલ સુધી કર્યા આ વચનો

રાજકોટ મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ રાજકોટના વિકાસ માટે પોતાનો 'સંકલ્પપત્ર' જાહેર કરી દીધો છે. રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી અને અનિરૂદ્ધભાઈ દવેએ પત્રકાર પરિષદ સંબોધીને આગામી 5 વર્ષના રોડમેપની વિગતવાર માહિતી આપી હતી. ભાજપે રાજકોટને મેટ્રો સિટી બનાવવાની સાથે અનેક સુવિધાઓના વાયદા કર્યા છે.સંકલ્પપત્રના મુખ્ય 13 મુદ્દાઓ: પાણીની સુવિધા: શહેરના દરેક ઘરે રોજ 20 મિનિટ સુધી શુદ્ધ અને નિયમિત પીવાનું પાણી પૂરું પાડવાની ખાતરી. મેટ્રો ટ્રેન: રાજકોટમાં મેટ્રો ટ્રેન દોડાવવાની મહત્વકાંક્ષી જાહેરાત અને શહેરને મેટ્રો સિટી તરીકે વિકસાવવાનું લક્ષ્ય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર: નવા બ્રિજનું નિર્માણ, જેમાં સાંઢિયા પુલ અને કાલાવડ રોડ પર આધુનિક 'સિગ્નેચર બ્રિજ'નું લોકાર્પણ સામેલ છે. ટ્રાન્સપોર્ટ: રાજકોટના નવા રિંગ રોડને 'ફોર-ટ્રેક' કરવાની અને ટ્રાફિક સમસ્યા નિવારવાની જાહેરાત. આરોગ્ય અને શિક્ષણ: દરેક ઝોન દીઠ મિનિ હોસ્પિટલ અને નવી હાઈસ્કૂલો તેમજ સ્માર્ટ સ્કૂલો ઊભી કરવામાં આવશે. વહીવટી સરળતા: જન્મ-મરણના દાખલા અને સરકારી દસ્તાવેજોના સુધારા માટે લાઈનોમાંથી મુક્તિ આપી સંપૂર્ણ ઓનલાઈન વ્યવસ્થા કરાશે. રાહત અને વળતર: સોલાર ઉર્જા વાપરતા નાગરિકો અને સિનિયર સિટીઝન માટે કરવેરામાં વિશેષ વળતર યોજના લાવવામાં આવશે. સુવિધા: દરેક વોર્ડમાં આધુનિક લાયબ્રેરી, ડ્રેનેજ, સાફ-સફાઈ અને રસ્તાઓની પ્રાથમિક સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પણ વાંચો - Local Body Elections 2026: દિયોદરમાં ધારાસભ્યે કર્યા દંડવત પ્રણામ, ભાજપ અને પોતાની ભૂલની માંગી માફી

Read Full Story arrow_forward
Sanand: સાણંદ-વિરમગામ હાઈવે પર છારોડી નજીક સ્ક્રેપના ગોડાઉનમાં આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા
calendar_today April 16, 2026

Sanand: સાણંદ-વિરમગામ હાઈવે પર છારોડી નજીક સ્ક્રેપના ગોડાઉનમાં આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા

સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલા છારોડી વિસ્તારમાં આજે આગની એક ગંભીર ઘટના સામે આવી છે. છારોડીના ઈન્દીરાનગર વિસ્તારમાં આવેલા એક સ્ક્રેપના (ભંગારના) ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટા કિલોમીટરો દૂર સુધી દેખાતા હતા.છારોડી વિસ્તારમાં આજે આગની ઘટના મળતી માહિતી મુજબ, છારોડી ગામ નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ ભંગારનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો પણ આ ભયાનક દ્રશ્યો જોઈને થંભી ગયા હતા.ફાયર વિભાગની કામગીરીઆગની જાણ થતા જ સાણંદ ફાયર વિભાગની બે ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. સદનસીબે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે રાહતની વાત છે. જોકે, ગોડાઉનમાં રાખેલો લાખો રૂપિયાનો સ્ક્રેપનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.આ પણ વાંચો: Surat: મિલેનિયમ માર્કેટ-1 માં ભીષણ આગ ફાટી નીકળી, ફાયર વિભાગે 'મેજર કોલ' જાહેર કર્યો

Read Full Story arrow_forward