android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mumbai News: મુંબઇકરો પાણી કાપ માટે રહેજો તૈયાર, જાણો કેમ?
calendar_today April 16, 2026

Mumbai News: મુંબઇકરો પાણી કાપ માટે રહેજો તૈયાર, જાણો કેમ?

મહારાષ્ટ્ર સહિત દેશના અનેક ભાગોમાં આ વર્ષે ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે. પેસિફિક મહાસાગરમાં સર્જાયેલી 'અલ નીનો'ની સ્થિતિને કારણે ભારતીય ચોમાસા પર માઠી અસર પડવાની શક્યતા છે. આ જ કારણસર, મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ સાવચેતીના પગલા રૂપે 1 મેથી સમગ્ર મુંબઈમાં 10% પાણી કાપ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.શું છે 'અલ નીનો' અને તેની અસર? 'અલ નીનો' એ દરિયાઈ પ્રવાહોમાં થતો ફેરફાર છે, જેના કારણે પેસિફિક મહાસાગરનું તાપમાન વધે છે. આ ઘટનાની સીધી અસર ભારતીય ચોમાસા પર પડે છે, જેનાથી વરસાદ ઓછો થવાની કે વિલંબિત થવાની સંભાવના રહે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઓછો વરસાદ પડવાની ભીતિને જોતા BMC કમિશનરને આ દરખાસ્ત મંજૂરી માટે મોકલવામાં આવી છે. તળાવોમાં પાણીની વર્તમાન સ્થિતિ મુંબઈને પાણી પૂરું પાડતા સાત મુખ્ય તળાવો (ભાત્સા, તાનસા, મોદક સાગર, મધ્ય વૈતરણા, ઉચ્ચ વૈતરણા, વિહાર અને તુલસી) માં 15 એપ્રિલ 2026 સુધીમાં કુલ 33.60 % પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જોકે ગયા વર્ષની સરખામણીએ આ સ્ટોક થોડો વધુ છે, પરંતુ વધતી જતી ગરમીને કારણે પાણીનું બાષ્પીભવન (Evaporation) ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. તળાવોમાં પાણીનો સંગ્રહ (15 એપ્રિલ 2026): તળાવનું નામ પાણીનો જથ્થો (મિલિયન લિટર) ભાત્સા 2,35,439 ઉચ્ચ વૈતરણા 77,045 મધ્યમ વૈતરણા 69,106 મોદક સાગર 45,340 તાણસા 40,817 ઓગસ્ટ સુધીનું આયોજન સામાન્ય રીતે મુંબઈમાં જુલાઈ મહિના સુધીનું પાણીનું આયોજન કરવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકારના નિર્દેશ મુજબ આ વખતે ઓગસ્ટના અંત સુધી પાણી બચાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મુંબઈને દરરોજ આશરે 4,100 મિલિયન લિટર પાણીની જરૂર પડે છે. જો 1 મેથી 10% કાપ મૂકવામાં આવે, તો જ ઓગસ્ટ સુધી પાણીનો પુરવઠો જાળવી શકાશે. નાગરિકોને અપીલ મ્યુનિસિપલ વહીવટીતંત્રનું કહેવું છે કે જો અત્યારથી પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવામાં નહીં આવે, તો ચોમાસામાં વિલંબ થવાની સ્થિતિમાં ગંભીર જળ સંકટ સર્જાઈ શકે છે. બાષ્પીભવનનો દર વધવો અને વરસાદની અનિશ્ચિતતા એ વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય છે.આ પણ વાંચોઃ India માં ઈરાનના 56,000 કરોડ રૂપિયા અટવાયા! હવે એ રૂપિયાનું આગળ શું?

Read Full Story arrow_forward
Local body Election 2026: દૂધધારા ડેરીની ચૂંટણીમાં બગાવત કરનારા જંબુસરના 6 આગેવાનોનું સસ્પેન્શન રદ, ભાજપ સંગઠન ફરી મજબૂત
calendar_today April 16, 2026

Local body Election 2026: દૂધધારા ડેરીની ચૂંટણીમાં બગાવત કરનારા જંબુસરના 6 આગેવાનોનું સસ્પેન્શન રદ, ભાજપ સંગઠન ફરી મજબૂત

ભરૂચ જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા આંતરિક અસંતોષને ઠારવા અને સંગઠનને વધુ વેગવંતુ બનાવવા માટે પક્ષના મોવડી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચની પ્રતિષ્ઠિત દૂધધારા ડેરીની ચૂંટણી સમયે પક્ષના આદેશનું ઉલ્લંઘન કરનારા જંબુસર તાલુકાના 6 આગેવાનો પરથી સસ્પેન્શન હટાવી દેવામાં આવ્યું છે.જંબુસરના 6 આગેવાનો પરથી સસ્પેન્શન હટાવાયુભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, જંબુસરના જાણીતા આગેવાન નટવરભાઈ મુરજીભાઈ (ભગત) અને જગદીશ ડાહ્યાભાઈ પટેલ સહિતના સભ્યોએ પક્ષના મેન્ડેટ ધરાવતા ઉમેદવાર સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પક્ષની શિસ્તના ભંગ બદલ અને બગાવત કરવા બદલ પ્રદેશ ભાજપ દ્વારા આ તમામ આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.ચૂંટણી પૂર્વે રણનીતિઆગામી સમયમાં આવી રહેલી વિવિધ ચૂંટણીઓને ધ્યાને રાખીને ભાજપના મોવડી મંડળે પક્ષને પાયાના સ્તરે વધુ મજબૂત કરવા માટે આક્રમક વલણ છોડીને સમાધાનકારી રસ્તો અપનાવ્યો છે. જંબુસરના આ આગેવાનોનો સ્થાનિક સ્તરે મોટો પ્રભાવ હોવાથી, તેમનું પક્ષમાં પાછા ફરવું ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.આ પણ વાંચો: Local body Election 2026: ખાનપુરના બેડવલ્લીમાં ચૂંટણી બહિષ્કાર, ભાજપ પ્રમુખ સમજાવવા પહોંચ્યા પણ ગ્રામજનો અડીખમ

Read Full Story arrow_forward
Local Body Elections 2026: દિયોદરમાં ધારાસભ્યે કર્યા દંડવત પ્રણામ, ભાજપ અને પોતાની ભૂલની માંગી માફી
calendar_today April 16, 2026

Local Body Elections 2026: દિયોદરમાં ધારાસભ્યે કર્યા દંડવત પ્રણામ, ભાજપ અને પોતાની ભૂલની માંગી માફી

બનાસકાંઠાના દિયોદર તાલુકાના મોજરુ ગામે ભારતીય જનતા પાર્ટીની પ્રચાર સભામાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના શ્રીગણેશ કરતા દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સભામાં સંબોધન દરમિયાન અત્યંત ભાવુક બન્યા હતા અને મંચ પર જ દંડવત પ્રણામ કર્યા હતા.વતનની ધરતી પર માફી અને વિશ્વાસ પોતાના વતનની ભૂમિ પર પ્રચાર અર્થે પહોંચેલા ધારાસભ્યએ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, જો ભારતીય જનતા પાર્ટી તરફથી કે મારા તરફથી ભૂતકાળમાં કોઈ પણ ભૂલ થઈ હોય, તો હું આપની સમક્ષ દંડવત પ્રણામ કરી માફી માંગુ છું. આ નિવેદન સાથે જ તેમણે જમીન પર નમીને વતનની માટીને વંદન કર્યા હતા. જીતનો હુંકાર ધારાસભ્યએ આ તકે જીતનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 22 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે. તેમણે મતદારોને અપીલ કરી હતી કે, આ બેઠકો જીતાડીને ભાજપના હાથ મજબૂત કરવામાં આવે. ચૂંટણી પ્રચારના પ્રારંભે જ ધારાસભ્યની આ નમ્રતા અને ભાવુક અપીલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે. આ પણ વાંચો - Local body election: પાલનપુરમાં વોર્ડ નંબર-1માં ભાજપના 3 ઉમેદવાર કોંગ્રેસની એક મહિલા ઉમેદવાર સામે ચૂંટણી લડશે

Read Full Story arrow_forward