android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :  નારી શક્તિ વંદન અધિનિયમ ઐતિહાસિક દસ્તાવેજ : CM ભુપેન્દ્ર પટેલ
calendar_today April 15, 2026

Gujarat Latest News Live : નારી શક્તિ વંદન અધિનિયમ ઐતિહાસિક દસ્તાવેજ : CM ભુપેન્દ્ર પટેલ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 15 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Local Body Election 2026: શિનોર તાલુકા પંચાયતમાં ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ, 16માંથી 15 બેઠકો પર રસાકસી, 1 બેઠક પર ભાજપ બિનહરીફ વિજેતા!
calendar_today April 15, 2026

Local Body Election 2026: શિનોર તાલુકા પંચાયતમાં ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ, 16માંથી 15 બેઠકો પર રસાકસી, 1 બેઠક પર ભાજપ બિનહરીફ વિજેતા!

વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ ચૂંટણી જંગનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. શિનોર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પૈકી 15 બેઠકો પર હવે મતદાન યોજાશે, જ્યારે એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.ભાજપનો એક બેઠક પર બિનહરીફ વિજય શિનોર-1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણોસર નામંજૂર થતા ભાજપના ઉમેદવાર મતદાન પહેલા જ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ ઉપરાંત, પુનિયાદ બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો હતો, જ્યાં કોંગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ પોતાનું ફોર્મ પરત ખેંચીને કેસરિયો ધારણ કર્યો હતો. હવે પુનિયાદ બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જામશે. બેઠકોનું જ્ઞાતિ અને પક્ષીય ગણિત સીધી લડત: તાલુકા પંચાયતની 9 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો ખેલાશે. ત્રિપાંખિયો જંગ: 4 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ જામશે. જ્યારે સાધલી-2 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો જોવા મળશે. જિલ્લા પંચાયત: શિનોર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે, જ્યારે સાધલી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. ફોર્મ પરત ખેંચવાની હલચલ આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સાધલી જિલ્લા પંચાયતની બેઠક પરથી આપના ઉમેદવારે, જ્યારે તાલુકા પંચાયતની આનંદી અને પુનિયાદ બેઠક પરથી અનુક્રમે આપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. આ હલચલને પગલે શિનોર પંથકમાં રાજકીય તાપમાન વધી ગયું છે. આ પણ વાંચો - Local Body Election 2026: જોડીયાની પીઠડ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ બિનહરીફ, કોંગ્રેસ અને AAPએ ફોર્મ ખેંચતા રાજકીય ગરમાવો!

Read Full Story arrow_forward
Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની ઉમદા પહેલ: મહિલાઓના સન્માનમાં મંચ છોડ્યું, નારી શક્તિ વંદન અધિનિયમને ગણાવ્યો ઐતિહાસિક
calendar_today April 15, 2026

Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની ઉમદા પહેલ: મહિલાઓના સન્માનમાં મંચ છોડ્યું, નારી શક્તિ વંદન અધિનિયમને ગણાવ્યો ઐતિહાસિક

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં 'નારી શક્તિ' પ્રત્યે આદર વ્યક્ત કરવાની એક નવી પરંપરા સ્થાપિત કરી છે. મહિલાઓના સન્માનમાં આયોજિત આ ખાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મંચ પર સ્થાન લેવાને બદલે શ્રોતાઓની વચ્ચે પ્રથમ હરોળમાં બેસીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. મંચ પર માત્ર રાજ્યની સફળ મહિલાઓને જ સ્થાન આપવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે સરકાર મહિલા સશક્તિકરણ માટે કેટલી ગંભીર છે.મહિલા કોઈપણ પરિસ્થિતિમાં તાકાતથી ઊભી રહે છે કાર્યક્રમ સ્થળેથી સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, "મહિલા કોઈપણ પરિસ્થિતિમાં તાકાતથી ઊભી રહે છે અને જો એ તાકાત દેશને મળે તો મોટો બદલાવ આવી શકે છે." તેમણે 'નારી શક્તિ વંદન અધિનિયમ'ને માત્ર અનામતનો કાયદો નહીં, પરંતુ એક ક્રાંતિકારી પગલું અને ઐતિહાસિક દસ્તાવેજ ગણાવ્યો હતો. CMએ ઉમેર્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં 25 કરોડ પરિવારો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, જેમાં મહિલાઓની ભાગીદારી અતુલ્ય છે. છેવાડાની મહિલા મુખ્ય ધારામાં આવે તે અનિવાર્ય મુખ્યમંત્રીએ રમીલાબેન જેવા પાયાના કાર્યકરોનું ઉદાહરણ આપતા કહ્યું કે, ભણતર ઓછું હોવા છતાં ધગશ હોય તો વ્યક્તિ ચેરપર્સન સુધી પહોંચી શકે છે. તેમણે 'વિકસિત ભારત 2047'ના સંકલ્પને સાકાર કરવા માટે છેવાડાની મહિલા મુખ્ય ધારામાં આવે તે અનિવાર્ય ગણાવ્યું હતું. આજે જ્યારે 14 લાખથી વધુ મહિલાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કામ કરી રહી છે, ત્યારે આ અધિનિયમ આવનારા સમય માટે માઈલસ્ટોન સાબિત થશે.આ પણ વાંચો----     Local Body Elections 2026 : ચૂંટણીમાં ઈતિહાસ રચાયો, ખેડાની ચિખલોડ બેઠક પર તમામ ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા, જાણો શું છે કારણ

Read Full Story arrow_forward