android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagar જિલ્લાના 12 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કર્યો, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું
calendar_today April 15, 2026

Jamnagar જિલ્લાના 12 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કર્યો, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું

જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 12 દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે. જ્યારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે. જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે. આથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ-163 અન્વયે સમગ્ર જામનગર જિલ્લાના આ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જવા-આવવાનું થાય ત્યારે નાયબ વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક, જામનગરની પૂર્વમંજૂરી મેળવી લેવાની રહેશે. જાહેરનામું આગામી તા.09-06-2026 સુધી અમલમાં રહેશે. પ્રવેશ માટે પ્રતિબંધિત કરવામાં આવેલા ટાપુઓની વિગત ખારા બેરાજા ગામ નજીકના ભેંસબીડ ટાપુ, સરમત ગામ નજીકના દંડીકા ટાપુ અને મુંડીકા ટાપુ તથા બેડી ગામ નજીકના ઝિન્દ્રા ટાપુ, પિરોટન ટાપુ, અમુડી બેલા ટાપુ, બડા બેલા ટાપુ, કોદરા બેડ ટાપુ, જુના બેલા ટાપુ, સોસબારી અને ઘાખડી (નોવાડા) તથા ધોરી ક્રિક આ ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પણ વાંચો : Vadodara News: ગોત્રીની 10 માળની 'ઈસ્કોન હાઈટ્સ' ઇમારતમાં ભીષણ આગ, આખી બિલ્ડિંગ આગની ઝપેટમાં આવતા અફરાતફરી!

Read Full Story arrow_forward
Local Body Election 2026: જોડીયાની પીઠડ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ બિનહરીફ, કોંગ્રેસ અને AAPએ ફોર્મ ખેંચતા રાજકીય ગરમાવો!
calendar_today April 15, 2026

Local Body Election 2026: જોડીયાની પીઠડ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ બિનહરીફ, કોંગ્રેસ અને AAPએ ફોર્મ ખેંચતા રાજકીય ગરમાવો!

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાની પીઠડ જિલ્લા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ મતદાન પહેલા જ જીત મેળવી લીધી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર મયુરીબેન મૌલીકભાઈ ગોધાણી બિનહરીફ જાહેર થયા છે. જોકે, આ વિજય સાથે જ સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ અને વિવાદોએ જોર પકડ્યું છે.હકુભા જાડેજાની હાજરીમાં ફોર્મ પરત ખેંચાયા મળતી માહિતી મુજબ, પીઠડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મીનાબા લગધીરસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રફુલાબેન અઘેરાએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા હતા. ખાસ વાત એ છે કે, આ બંને વિપક્ષી ઉમેદવારોએ ભાજપના પૂર્વ મંત્રી અને દિગ્ગજ નેતા હકુભા જાડેજાની હાજરીમાં પોતાના નામાંકન પાછા ખેંચ્યા હતા, જે બાદ મયુરીબેન ગોધાણીનો વિજય નિશ્ચિત બન્યો હતો. ચર્ચાઓનું બજાર ગરમ: 'લોભ-લાલચ'ના આક્ષેપ એક તરફ ભાજપ છાવણીમાં બિનહરીફ વિજયનો ઉત્સાહ છે, તો બીજી તરફ જનતામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા જાગી છે કે, વિપક્ષી ઉમેદવારોએ કોઈ 'લોભ કે લાલચ'માં આવીને ફોર્મ પરત ખેંચ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ મેદાન છોડી દેતા સામાન્ય જનતાના મતાધિકારનો ઉપયોગ કરવાની તક છીનવાઈ છે. આ ઘટનાને પગલે આગામી સમયમાં જામનગર જિલ્લાની અન્ય બેઠકો પર ચૂંટણી જંગ વધુ રસપ્રદ અને સંઘર્ષમય બને તેવી પૂરેપૂરી શક્યતા છે. આ પણ વાંચો - Local body election: ડભોઈમાં ફોર્મ પરત ખેંચવા બાબતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

Read Full Story arrow_forward
Bharuch News: જંબુસરમાં ભાજપ ક્લીન બોલ્ડ! ગઢ ગણાતી કહાનવા-1 બેઠક પર ભાજપ ઉમેદવારનું ફોર્મ રદ્દ
calendar_today April 15, 2026

Bharuch News: જંબુસરમાં ભાજપ ક્લીન બોલ્ડ! ગઢ ગણાતી કહાનવા-1 બેઠક પર ભાજપ ઉમેદવારનું ફોર્મ રદ્દ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીને જોરદાર આંચકો લાગ્યો છે. ભાજપનો ગઢ ગણાતા હવેલી ટપ્પા વિસ્તારની કહાનવા-1 તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ્દ થતા પક્ષ ચૂંટણી મેદાનમાંથી બહાર ફેંકાઈ ગયો છે. વર્ષ 2021માં જે બેઠક પર ભાજપનું શાસન હતું, ત્યાં હવે પક્ષનો કોઈ જ ઉમેદવાર રહ્યો નથી.ડોક્યુમેન્ટની ખામી નડી મળતી માહિતી મુજબ, કહાનવા-1 બેઠક પર ભાજપના ઉમેદવાર હેતલબેન પઢીયારનું ફોર્મ અપૂરતા દસ્તાવેજોને કારણે ચકાસણી દરમિયાન રદ્દ કરવામાં આવ્યું છે. જંબુસર ટીડીઓ અને ચૂંટણી અધિકારી ધર્મેન્દ્ર પરમારે ફોર્મમાં ટેકનિકલ ખામી અને અધૂરા પુરાવા હોવાનું જણાવી નામાંકન રદ્દ કર્યું છે. આ ઘટનાને પગલે કોંગ્રેસ અને અપક્ષ છાવણીમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. પિંકલ સોલંકીએ છેલ્લી ઘડીએ હાથ અદ્ધર કર્યા હતા આ બેઠક પર ભાજપની મુશ્કેલીઓ ફોર્મ ભરવાના દિવસથી જ શરૂ થઈ હતી. કમલમ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં પિંકલબેન સોલંકીનું નામ હતું, પરંતુ તેમણે છેલ્લી ઘડીએ લડવાની ના પાડી દેતા ભાજપની ઉંઘ ઉડી ગઈ હતી. ભારે દોડધામ બાદ બાજુના ગામના હેતલબેન પઢીયારને મેદાનમાં ઉતારાયા હતા, પરંતુ હવે તેમનું ફોર્મ પણ રદ્દ થયું છે. ધારાસભ્યના ગંભીર આક્ષેપ આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે મિલીભગત હોઈ શકે છે. હવે આ બેઠક પર કોંગ્રેસના ધર્મિષ્ઠાબેન ઠાકોર અને અપક્ષ ઉમેદવાર સરોજબેન સોલંકી વચ્ચે સીધો જંગ ખેલાશે. ભાજપ મેદાનમાંથી આઉટ થતા આ બેઠકનું પરિણામ હવે ખૂબ જ રસપ્રદ બનશે. આ પણ વાંચો - Local body election: ડભોઈમાં ફોર્મ પરત ખેંચવા બાબતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

Read Full Story arrow_forward