android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Local Body Election 2026: સુરત કોંગ્રેસમાં મોટો ભડાકો, ઓલપાડ તાલુકા પ્રમુખ અશોક પટેલ પક્ષમાંથી સસ્પેન્ડ, જાણો કારણ
calendar_today April 15, 2026

Local Body Election 2026: સુરત કોંગ્રેસમાં મોટો ભડાકો, ઓલપાડ તાલુકા પ્રમુખ અશોક પટેલ પક્ષમાંથી સસ્પેન્ડ, જાણો કારણ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પહેલા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા કોંગ્રેસમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને ગદ્દારીના આરોપસર ઓલપાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોક પટેલને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.શું છે સમગ્ર વિવાદ? મળતી માહિતી મુજબ, ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઓલપાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોક પટેલ અને તેમના પત્નીએ રહસ્યમય સંજોગોમાં પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધા હતા. આકસ્મિક રીતે મેદાન છોડી દેતા પક્ષને મોટી રાજકીય હાનિ પહોંચી હતી. પક્ષના આદેશ વિરૂદ્ધ જઈને ફોર્મ ખેંચવાની આ ઘટનાને પક્ષ સાથેની ગદ્દારી ગણાવવામાં આવી છે. જિલ્લા પ્રમુખનો સપાટો ચૂંટણીના મહત્વના તબક્કે પક્ષને નબળો પાડવાના કૃત્ય બદલ જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરીએ આકરા તેવર બતાવ્યા છે. તેમણે અશોક પટેલને પક્ષના તમામ હોદ્દા પરથી દૂર કરી સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસના આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણી પહેલા જ સંગઠનમાં ભંગાણ પડતા કોંગ્રેસ માટે આગામી જંગ કપરો બન્યો છે, જ્યારે બીજી તરફ શિસ્તભંગની કાર્યવાહી કરીને પક્ષે અન્ય કાર્યકરોને કડક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. આ પણ વાંચો - Local Body Election 2026: જોડીયાની પીઠડ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ બિનહરીફ, કોંગ્રેસ અને AAPએ ફોર્મ ખેંચતા રાજકીય ગરમાવો!

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  વડોદરામાં ગોત્રીની 10 માળની ઈસ્કોન હાઈટ્સ બિલ્ડીંગમાં આગની ઝપેટમાં, ફાયર બ્રિગેડ પહોંચ્યું
calendar_today April 15, 2026

Gujarat Latest News Live : વડોદરામાં ગોત્રીની 10 માળની ઈસ્કોન હાઈટ્સ બિલ્ડીંગમાં આગની ઝપેટમાં, ફાયર બ્રિગેડ પહોંચ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 15 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Local Body Elections 2026 : બારડોલીમાં ચૂંટણી જંગમાં મહિલા ઉમેદવાર મામલતદાર કચેરીએ રડી પડી, ભાજપ પર ધમકાવવાના ગંભીર આક્ષેપ
calendar_today April 15, 2026

Local Body Elections 2026 : બારડોલીમાં ચૂંટણી જંગમાં મહિલા ઉમેદવાર મામલતદાર કચેરીએ રડી પડી, ભાજપ પર ધમકાવવાના ગંભીર આક્ષેપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સુરત જિલ્લાના બારડોલીમાં ભારે રાજકીય હંગામો જોવા મળ્યો હતો. બારડોલી જિલ્લા પંચાયતની બેઠકો પર ઉમેદવારી મામલે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. બાબેન જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના મહિલા ઉમેદવાર વંદનાબેન જાદવ મામલતદાર કચેરી ખાતે જ ભાવુક થઈને રડી પડતા વાતાવરણ ગમગીન અને ઉત્તેજનાભર્યું બની ગયું હતું.ફોર્મ પરત ખેંચવા માટે સતત ધાક-ધમકી મળતી હોવાના આરોપ કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપના આગેવાનો પર ગંભીર આક્ષેપ કર્યા છે કે તેમને ફોર્મ પરત ખેંચવા માટે સતત ધાક-ધમકી આપવામાં આવી રહી છે. બાબેન બેઠકના મહિલા ઉમેદવાર વંદના જાદવ અને તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર સિવરામ પંડિત જાદવને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે ઉમેદવારોએ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલ સામે સીધા આક્ષેપો કર્યા છે. બારડોલી મામલતદાર કચેરી ખાતે લઈ જવાયા મહિલા ઉમેદવારે આક્ષેપ કર્યો હતો કે તેમને અને તેમના પરિવારને માનસિક રીતે ત્રાસ આપી ફોર્મ ખેંચવા દબાણ કરાયું છે. અસલામતીની લાગણી અનુભવતા કોંગ્રેસી આગેવાનો તાત્કાલિક અસરથી ઉમેદવારોને સુરક્ષા માટે બારડોલી મામલતદાર કચેરી ખાતે લઈ આવ્યા હતા. આ ઘટનાને પગલે સુરત ગ્રામ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને લોકશાહીના પર્વમાં ધાક-ધમકીના આક્ષેપોને લઈ અનેક સવાલો ઊભા થયા છે. આ પણ વાંચો---    Local Body Elections 2026 : ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે અનેક બેઠકો પર રાજકીય સમીકરણો બદલાયા, 3 વાગ્યા સુધી 10 મનપામાં 51 ફોર્મ પરત ખેંચાયા

Read Full Story arrow_forward