android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Local body election: કોંગી ઉમેદવાર પુષ્પાબેને ફોર્મ પરત ખેંચતા હોબાળો, તાલુકા પંચાયતના દરવાજા બંધ કરાયા
calendar_today April 15, 2026

Local body election: કોંગી ઉમેદવાર પુષ્પાબેને ફોર્મ પરત ખેંચતા હોબાળો, તાલુકા પંચાયતના દરવાજા બંધ કરાયા

ગુજરાતની 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 10005 બેઠકો માટેની ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણીમાં 10898ની ઉમેદવારી રદ્દ થયા બાદ આજે 15મી એપ્રિલે બપોરે ત્રણ વાગ્યા સુધી દાવેદારી પાછી ખેંચવા ચૂંટણી આયોગે મહેતલ આપી છે. આ દરમિયાન અનેક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. ભુજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ કચ્છના ભુજ તાલુકામાં સુખપર 2 બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પુષ્પાબેન ભુડિયાએ પોલીસ બંદોબસ્ત સાથે ફોર્મ પરત ખેંચ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. તાલુકા પંચાયતના દરવાજા બંધ કરી દેવાયા હતાં. કોગ્રેસના કાર્યકરોએ ભાજપના ઈશારે પોલીસ કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસ ભાજપની બી ટીમ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો.આ પણ વાંચોઃ Local body election: વડોદરામાં કોંગી ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ બુરખો પહેરી ફોર્મ પરત ખેંચવા પહોચ્યા, કોંગ્રેસે લિફ્ટ રોકી

Read Full Story arrow_forward
રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
calendar_today April 15, 2026

રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદના રાઉન્ડ બાદ હવે ફરીથી કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ધોમધખતા તડકાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર હવામાન ખાતા દ્વારા કમોસમી વરસાદના સંકેતો અપાયા છે.જેમાં આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં આકરો તાપ અને પછી કમોસમી વરસાદ પડશે.રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય બફારો વર્તાશે.રાજ્યના 8 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું છે. રાજકોટ 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર ગરમીના આ રાઉન્ડ બાદ 19 અને 20 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાતા ફરી એકવાર રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. 18 એપ્રિલ સુધી મોટાભાગના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.4 નોંધાયું હતું. જ્યારે રાજકોટ 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે.આજે બુધવારથી ચાર દિવસ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં પારો 40 ડિગ્રીથી ઉપર જ રહેવાની શક્યતા છે.

Read Full Story arrow_forward
Local Body Elections 2026 : ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે અનેક બેઠકો પર રાજકીય સમીકરણો બદલાયા, 3 વાગ્યા સુધી 10 મનપામાં 51 ફોર્મ પરત ખેંચાયા
calendar_today April 15, 2026

Local Body Elections 2026 : ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે અનેક બેઠકો પર રાજકીય સમીકરણો બદલાયા, 3 વાગ્યા સુધી 10 મનપામાં 51 ફોર્મ પરત ખેંચાયા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત પૂર્ણ થતાની સાથે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. બપોરે 3 વાગ્યાની સ્થિતિએ સામે આવેલા સત્તાવાર આંકડા મુજબ, રાજ્યની 10 મહાનગરપાલિકાઓમાં કુલ 51 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. જ્યારે ગ્રામીણ ક્ષેત્રે 23 જિલ્લા પંચાયતોમાં કુલ 80 ફોર્મ પરત ખેંચાયા છે.ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ આ આંકડા દર્શાવે છે કે અનેક બેઠકો પર મુખ્ય પક્ષોએ 'ડેમેજ કંટ્રોલ' કરવામાં સફળતા મેળવી છે. મહાનગરપાલિકાઓમાં 51 ફોર્મ પરત ખેંચાતા હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ સ્પષ્ટ થયો છે, જોકે કેટલીક બેઠકો પર ત્રિપાંખિયો જંગ હજુ પણ યથાવત છે.  જિલ્લા પંચાયતોમાં 80 જેટલા ફોર્મ પરત ખેંચાયા બીજી તરફ, જિલ્લા પંચાયતોમાં 80 જેટલા ફોર્મ પરત ખેંચાતા ગ્રામીણ સ્તરે પણ સમીકરણો બદલાયા છે. જે ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા છે હવે આખરી ચિત્ર સ્પષ્ટ થતા આગામી 26 એપ્રિલે થનાર મતદાન માટે પ્રચાર યુદ્ધ વધુ તેજ બનશે. અમદાવાદ મનપામાં 11 ફોર્મ પરત ખેંચાયાઅંતિમ દિવસે જિ.પં.માં કુલ 80 ફોર્મ પરત ખેંચાયા છે જ્યારે અમદાવાદ મનપામાં 11, જામનગરમાં 2 ફોર્મ પરત ખેંચાયા છે અને મહેસાણામાં 6, મોરબીમાં 3, નડિયાદમાં 10 ફોર્મ પરત ખેંચાયા છે. કરમસદ આણંદમાં 6, પોરબંદરમાં 4 ફોર્મ પરત રાજકોટમાં 2, સુરતમાં 5, વાપીમાં 4 ફોર્મં પરત ખેંચાયા છે. જિલ્લા પંચાયતમાં કુલ 80 ફોર્મ પરત ખેંચાયા છે. તો અમદાવાદ જિ.પં.માં 3, અમરેલીમાં 2 ફોર્મ પરત ખેંચાયા છે સાથે આણંદ, બનાસકાંઠા, જુનાગઢમાં 3-3 ફોર્મ પરત ગાંધીનગરમાં 11, પોરબંદરમાં 6 ફોર્મ પરત ખેંચાયા છે. આ પણ વાંચો---    Local Body Elections 2026 : ફિટનેસ ફ્રીક સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે કાર્યકરોની નારાજગી મુદ્દે આપ્યું મોટું નિવેદન

Read Full Story arrow_forward